________________
ઈશ્વરને ફળદાતા તરીકે વચમાં લાવી ન શકાય. આ છે સીધો સરળ પ્રતિપક્ષીનો પ્રતિપક્ષ. આ રીતે અર્થ કરવાથી સંપૂર્ણ સમાધાન મળી શકતું નથી.
(૨) બીજી રીતે આ ગાથાનો અર્થ એ છે કે એમ કહેવાથી ઈશ્વરનું ઐશ્વર્ય ખંડિત થાય છે એમ કહી શકાય નહીં. જેમ જીવને કર્મ ફળદાતા છે, તેમ જ માનીએ તો ઈશ્વરને પણ ફળ દાતા માનવામાં કશું અઘટિત નથી. માટે પ્રતિપક્ષના જવાબમાં શંકાને વધારે પુષ્ટ કરે છે કે જીવ કર્મનો ભોકતા નથી. ફળદાતા ઈશ્વર છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
આ રીતે દ્વિવિધ ભાવથી આ ગાથાનો સંકેતાર્થ સ્પષ્ટ થાય છે કે જીવ કર્મના ફળ ભોગવતો નથી. જે ભોગવે છે તે શેનાથી ભોગવાય છે ? તેના જવાબરૂપે ઈશ્વરને ફળદાતા માન્યા છે અને તેમાં ઐશ્વર્ય ઓછું થાય છે, તેમ કહીને પુનઃ આગળની ગાથામાં તેનો સ્પષ્ટ ઉત્તર આપવામાં આવે છે. આ ત્રણેય ગાથાઓ એક સળંગ ભાવમાં જોડાયેલી છે અને તેને સળંગ વાકયાર્થમાં લખવાથી પાઠકને તેનો ભાવાર્થ વધારે સ્પષ્ટ થઈ શકે તેમ છે પરંતુ આપણે આ સળંગ વાકયન્યાસ ૮૧ મી ગાથાનાં વિવેચનમાં કરશું. અત્યારે આટલું ઊંડું વિવેચન કરીને સાંકેતિક અર્થવાળી, તર્કવિતર્કથી ભરેલી આ ગાથાનો ઉપસંહાર કરીએ, તે પહેલા તેનો આધ્યાત્મિક સંપૂટ પણ જાણી લઈએ.
આધ્યાત્મિક સંપૂટ : જીવની સમસ્ત કર્મલીલા બે ક્રમમાં ગોઠવાયેલી છે. જે વિભાવ દશાવાળો જીવ છે તેની ત્રિવેણી અને સ્વભાવમાં રમણ કરતાં જીવની ત્રિવેણી, બંને ત્રિવેણીનું દર્શન કરવાથી આત્મરમણની અને આત્મજ્ઞાનની શ્રેણી શું છે અને તેનો આનંદ–પરમાનંદ કેવી રીતે મેળવી શકાય છે, તે રહસ્ય ખુલ્લું થાય છે.
વિભાવ ત્રિવેણી : (૧). કર્મનું કર્તુત્વ (૨) કર્મ કરવાનાં કારણ (૩) કર્મ ફળનો ભોગવટો
આ રીતે આ ત્રિગુણાત્મક ભાવમાં પુનઃ પુનઃ જીવ કર્મ બાંધે છે અને કર્મ ભોગવે છે. કર્તા પણ બને છે અને ભોકતા પણ બને છે. જીવના કર્મ બંધન અને કર્મભોગ બંનેની વચ્ચે જે નિશ્ચિત કારણો છે, તેનું બરાબર સેવન કરે છે. આ કારણોથી મુકત ન થાય ત્યાં સુધી તેની મુકિત થતી નથી, આ છે વિભાવ ત્રિવેણી.
| સ્વભાવ ત્રિવેણી : (૧) જીવ ક્યારેય કર્મનો કર્તા બનતો નથી. અર્થાત્ અકર્તુત્વ ભાવ, (૨) કર્મ બંધન ન થવાનાં સ્પષ્ટ કારણ, (૩) કર્મભોગ ન કરવાથી સુખદુઃખથી પર થવાની પ્રક્રિયા.
આ સ્વભાવ ત્રિવેણી, તે આધ્યાત્મિક સંપૂટ છે કે આધ્યાત્મિક સરિતા છે.
શંકાકારના બહાને અહીં સ્વભાવ ત્રિવેણીનો પ્રતિકાર કરીને, વિભાવમાં પણ જીવને જવાબદાર માન્યા વિના જીવ કર્મબંધનથી મુકત ન થઈ શકે, તેમ પરોક્ષ ભાવે શંકા વ્યકત કરી છે પરંતુ જો આ શંકાથી ઉપર ઊઠીને જોઈએ તો આ ગાથામાં અધ્યાર્થભાવે અથવા અનુકત ભાવે સ્વભાવ ત્રિવેણીની ઝાંખી કરી છે. તે ગાથાનું આધ્યાત્મિક મર્મસ્થાન છે. આ મર્મસ્થાન વૃષ્ટિગોચર થાય, તો શંકા દ્વારા નિઃશંકલાવ પ્રાપ્ત કરી શકાય છે. શંકા કરવી તે જ્ઞાન પ્રાપ્તિનો પ્રથમ દરવાજો
.(૨૮૩) S