________________
ઈશ્વરનું સ્વરૂપ : જૈનદર્શનમાં ઈશ્વર વિષે એક સ્પષ્ટ કલ્પના છે કે ઈશ્વર એ શુદ્ધ આત્મસત્તા છે પરંતુ આત્મા વિભાવોથી જોડાયેલો છે, ત્યાં સુધી તે આત્માને જીવાત્મા કહેવામાં આવે છે. આત્માની અંદર પરમાત્મા સ્વયં બિરાજે છે. જો તે વિભાવોથી મુકત થાય, તો તે જીવાત્મા મટીને પરમાત્મા બને છે. અર્થાત્ આત્મા તે પરમાત્મા છે. આત્માની પરમ શુદ્ધિ થયા પછી તે ઈશ્વરભાવને પ્રાપ્ત કરે છે. ઈશ્વર કોઈ અલગ વ્યકિત નથી પરંતુ તે એક પદ છે, એક કેન્દ્રબિંદુ છે અને તે કેન્દ્રબિંદુને જે ચૈતન્ય શકિત સ્પર્શ કરે છે તે પરમાત્માના ભાવને પ્રાપ્ત કરે છે અર્થાત્ ઈશ્વરરૂપે પ્રગટ થાય છે. મૂળભૂત સિદ્ધાંતમાં ફરક એ છે કે ઈશ્વરવાદી દર્શન ઈશ્વરનો અવતાર માને છે. ઈશ્વર સ્વયં લીલા કરે છે અને “તું મળતુમ અન્યથાર્ટુન નો સમસ્ત પાવર જેના હાથમાં છે, તે ઈશ્વરપદને શોભાવે છે. આ ઈશ્વર જગત નિયંતા તરીકે સમગ્ર સાધનાનું કેન્દ્ર છે અને સુખ દુઃખનાં જે કાંઈ પરિણામો છે, તે ઈશ્વરની અનુગ્રહલીલા છે. જયારે જૈનદર્શન અવતારવાદને જીવનો વિકાસ ગણે છે અને જે આત્મા મહાપુરુષ તરીકે વિશેષ પુણ્ય સાથે જન્મ ધારણ કરે છે તે અવતારી પુરુષ તરીકે પૂજાય છે પરંતુ જે જીવ માયાથી નિર્લિપ્ત બની પરમાત્મપદને પ્રાપ્ત થયા છે, તે પરમાત્મા પોતે પોતાના સ્વભાવમાં સ્થિર હોવાથી અન્ય બીજા જીવના પ્રપંચમાં ભાગ લેતા નથી, તેમ જ લઈ શકતા નથી અને કોઈ જીવને સુખ દુઃખ આપવામાં કારણભૂત બનતા નથી. ભગવાન તો સ્વયં નિજાનંદમાં બિરાજમાન છે. જે કાંઈ ભોગવાય છે, તે જીવના પોતાનાં કર્મનાં ફળ છે. તેમાં ઈશ્વર વચ્ચે આડા આવતા નથી.
ઈશ્વર જયારે અરિહંત રૂપે હોય છે, ત્યારે સિદ્ધાંતની સ્થાપના કરે છે કે જીવને પોતાના પાપ-પુણ્ય ભોગવવા પડશે અને જો શુદ્ધ ધર્મનો આધાર લેશે, તો પાપ પુણ્યથી મુકત થઈ શકશે. મહાન દાર્શનિક જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યજીએ પરોક્ષભાવે અરિહંત ભગવાનને વિશ્વના નિયામક માન્યા છે. જે અરિહંત ભગવાનની આજ્ઞા ન માને, તે દુગર્તિ પામે છે અને જે તેમની આજ્ઞા માને, તે સદ્ગતિ પામે છે અને મુકિત પણ મેળવે છે. જ્ઞાનાત્મક દ્રષ્ટિએ અરિહંત ભગવાન પણ જીવના સુખ દુઃખના અધિષ્ઠાતા બની જાય છે. આ છે જ્ઞાનાત્મક ભાવ. સાક્ષાત્ દ્રષ્ટિએ ઈશ્વર સ્વયં કર્મ કરાવતા પણ નથી અને ફળદાતા બનતા નથી. જીવ પોતે જ પોતાના કર્મ અને કર્મફળનો જવાબદાર છે. આ સિદ્ધાંતને તર્ક દ્રષ્ટિએ સિદ્ધ કરવા માટે પૂર્વપક્ષ રૂપે આ શંકાઓ રજૂ કરી છે કે કર્મફળમાં ઈશ્વર શું કામ આવે? ઈશ્વરપણું તે વિરાટ અગમ્ય શકિત છે અને તે કર્માનુસારી ફળ ન આપે, તો ઈશ્વર ન્યાયયુકત કેમ કહી શકાય? ઈશ્વરના ઘરે તો ન્યાય જ છે. ઈશ્વર કર્મ અને કર્મફળના જ્ઞાતા છે, ઉપદેષ્ટા છે, સ્વયં કર્મ અને કર્મફળથી મુકત થયેલા છે. તો જે સિદ્ધાંત તેમણે અનુભવ્યા છે, તે સિદ્ધાંત અનુસાર જીવ પોતાના કર્મફળ ભોગવે છે માટે વચમાં ઈશ્વરને કારણભૂત માનવાથી ન્યાયનું ત્રાજવું શુદ્ધ ન્યાય આપી ન શકે... અસ્તુ.
ગાથાના બીજા પદમાં “ભોકતાપણું સધાય તેમ કહ્યું છે, તો શંકાકાર ભોગને સિદ્ધ કરવા માંગે છે. ભોકતૃત્વભાવ અસ્તિત્વમાં છે, તેમ શંકાકાર પ્રગટ પણ કરે છે અને ભોકતૃત્વને સિદ્ધ કરવાની ચેષ્ટા પણ કરે છે પરંતુ ભોકતૃત્વ ભાવને જીવ કે ઈશ્વર સાથે સંકલિત કરવામાં તેને આપત્તિ દેખાય છે, ઈશ્વર નિયંતામાં પણ ઈશ્વરનું ઈશ્વરપણું રહેતું નથી તેથી પણ તેવી શંકા
SSSSSSSSSS
(૨૮૧) N