________________
ગાથા-૮૦
ઉપોદ્ઘાત આગળની ગાથામાં કોઈ એક વ્યકિતએ કરેલા કર્મનાં ફળ તે વ્યક્તિ જ ભોગવે છે, વાત બરાબર નથી તેવી શંકા મૂકી છે પરંતુ જે ભોગવાય છે, તે પ્રત્યક્ષ છે તે સવાલ તો શંકાકારની સામે પણ ઊભો છે. એટલે નવા તર્કથી પુનઃ તેનો જવાબ આપે છે કે જીવ ભલે ભોકતા ન હોય, તો ભોકતાનું કારણ ઈશ્વરને માની લ્યો અને ઈશ્વર જીવને કર્મ ભોગવવાની ફરજ પાડે છે. આમ આ ગાથામાં આડકતરી રીતે ઈશ્વરવાદનો ઉલ્લેખ છે. ગાથાનો આરંભ ફળદાતા રૂપે ઈશ્વરને સંબોધીને શરૂ કરવામાં આવ્યો છે. ભોગાત્મક ક્રિયા તે કર્મનું ફળ નથી, તો પ્રત્યક્ષ જે ભોગ દેખાય છે, તેનો આધાર કોણ છે ? શંકાકારે એક સમાધાન આપ્યું છે કે ફળદાતા ઈશ્વર છે. આ રીતે શંકાકારે ઈશ્વરવાદનો આશ્રય લીધો છે. હવે કોઈ અહીં એમ કહે કે જો ઈશ્વરને આવા પ્રપંચના કર્તા માનીએ, ઈશ્વર સ્વયં કર્મનું ફળ ભોગવાવે છે તેમ માનીએ, તો ઈશ્વરનું ઐશ્વર્ય ખંડિત થાય છે. માટે ઈશ્વરને ભોકતાનો આધાર કેમ માની શકાય ? શંકાકાર આ તર્કનો પણ સ્વીકાર કરતો નથી. અહીં જણાવવાનું છે કે ૮૦ અને ૮૧ બંને ગાથાઓ સળંગ ભાવે કહેવામાં આવી છે, તેથી તેનું વિવેચન એ રીતે કરવામાં આવશે અને ગાથામાં ઈશ્વરની જે ચર્ચા છે, તેનું સાંગોપાંગ વિવેચન કરવાની પણ આવશ્યકતા છે. ગાથા શંકાકારના પક્ષમાં ઈશ્વરવાદની સ્થાપના કરે છે. જેનું અનુસંધાન ૮૧ મી ગાથામાં પણ મળે છે, આ અટપટી ગાથાઓનો ભાવાર્થ આપણે વાગોળીએ.
ફળાતા
ઈશ્ર્વર ગણ્યે, ભોકતાપણું સધાય; એમ કહે ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય ॥ ૮૦ ॥
ફળદાતા ઈશ્વર ગણે... : ગાથાના આરંભમાં ફળદાતા તરીકે ઈશ્વરનો ઉલ્લેખ કર્યો છે. જો કે જગત પ્રસિદ્ધ ઈશ્વરવાદમાં ઈશ્વરના અસંખ્ય ગુણો માનવામાં આવ્યા છે. જેમકે ઈશ્વર જનક છે, સૃષ્ટિના કર્તા છે, લયકર્તા પણ છે, લીલા કરનાર પણ છે અને બધું કરવા છતાં તે માયાથી પર છે. આ જાતનો વિશાળ ઈશ્વરવાદ વ્યાપ્ત થયેલો છે.
આ માન્યતાના આધારે જો ઈશ્વરને ફળદાતા ગણીએ તો ભોકતાપણું સિદ્ધ થઈ જાય છે. અર્થાત્ જીવ કર્મનો ભોકતા નથી, પણ ઈશ્વરની શકિતથી તે કર્મ ભોગવે છે. કર્મનું ફળ કર્મ આપતા નથી પરંતુ ઈશ્વર ફળ આપે છે. આમ જો ઈશ્વરવાદનો આધાર લેવામાં આવે, તો ભોકતાપણું સિદ્ધ થાય છે. જીવ જે કાંઈ સુખ દુઃખ ભોગવે છે, તે સમસ્ત ભોગાત્મક ક્રિયારૂપ કર્મફળ ઈશ્વર આપે છે. ગાથામાં સ્પષ્ટ છે કે જો ફળ દેનાર ઈશ્વરને ગણીએ, તો જીવનું ભોગપણું છૂટી જાય છે. જીવ કર્મનો ભોકતા નથી. જીવ ઈશ્વરની શકિતથી કર્મ ભોગવે છે ઈત્યાદિ. કોઈ એમ કહે કે આ માન્યતાને જો પ્રમાણિત માનીએ, તો આ માન્યતામાં ઈશ્વરનું ઐશ્વર્ય ખંડિત થાય છે અર્થાત્ ગાથામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ માન્યતા પણ બરાબર નથી. ઈશ્વર તો નિરાળી શકિત છે. ઈશ્વરને આવા ફળદાતા બનવું પડે અને કર્માનુસાર જો ફળ
(૨૭૯).