________________
વિજ્ઞાનવાદ ફકત અર્થજ્ઞાનના આધારે જ નિષ્પન્ન થાય છે, તે જ રીતે ભૂતકાળમાં પણ અર્થવાદી દર્શનો હતાં. જે અક્રિયાવાદ જેવા ભાવોથી ભરપૂર હતાં, જયારે આ ગાથામાં કર્મવાદની સ્થાપના કરવામાં આવી છે અને કર્મનો ક્રિયાપક્ષ સ્વીકારી લેવામાં આવ્યો છે તથા ભોગપક્ષ માટે ગંભીર ચર્ચા કરી છે. આખી ગાથા કર્મવાદ ઉપર પ્રકાશ નાંખે છે અને કર્મવાદના બીજા પક્ષને પણ નિહાળવા માટે પ્રેરણા આપે છે. કર્મનો ભોગ નથી એમ કહીને પણ શંકાકાર ભોગવાદનું દર્શન કરાવે છે. સાથે સાથે છેલ્લા પદમાં તો ઘણાં ગંભીર ભાવો વ્યકત કર્યા છે. અર્થાત્ સમગ્ર સંસાર પોતાની મેળે પરિણામ કરે છે તેવો વિજ્ઞાનવાદનો ઉલ્લેખ કર્યો છે આખી ગાથાનો સાર સંક્ષેપમાં તર્કનું જાગરણ કરવા માટે ફરજ પાડે છે અને કાર્ય કારણના અજ્ઞાનને દૂર કરવા માટે પ્રેરિત કરે છે. જેમ કોઈ કહે કે તમે કહો છો તે પ્રમાણે ઈશ્વરને કેમ માની શકાય ? તો આ વાકયથી એમ ફલિત થાય છે કે પ્રશ્નકર્તા ઈશ્વરને માનવા માંગે છે. ઈશ્વર વિષે સમજવા માંગે છે. તેમ આપણી ૭૯મી ગાથા પણ આવા જ અધ્યાર્થ ભાવવાળી છે. આ ગાથા કર્મફળ વિષે પ્રશ્ન કરીને આપણને વધારે સમજવા માટે પ્રેરણા આપે છે. આ દૃષ્ટિએ આ ગાથા ઘણી જ સાર્થક છે. તેમાં સ્પષ્ટ નિષેધ ન કરતાં પ્રશ્નભાવ રાખ્યો છે. શંકાભાવની પરંપરા આગળની ગાથામાં પણ ચાલુ રાખી છે. તો હવે આપણે તે ગાથાનું ઉદ્ઘાટન કરીશું.
©©
૨૭૮