________________
ફળ પરિણામી હોય ઃ આ પદનો બંને પ્રકારે અર્થ થઈ શકે છે. (૧) ફળ સ્વતઃ પરિણામ પામે છે અર્થાત્ પોતાની મેળે ભોગવાય છે. (૨) તેનાથી વિપરીત અર્થ એ છે કે જડ કર્મ કશું સમજતું નથી કે તે ફળરૂપ પરિણામ આપી શકે. અર્થાત્ ફળરૂપે પરિણમતું નથી. આશ્ચર્ય ભાવે જો અર્થ કરીએ તો નિષેધભાવ પ્રગટ થાય છે અને શકિતભાવે જો અર્થ કરીએ તો સીધો વિધિભાવ પ્રગટ થાય છે, આશ્ચર્યભાવનો અર્થ એ છે કે ભોગરૂપ જે ફળ છે તે કોઈ કર્મની ઈચ્છા પ્રમાણે પિરણામ પામતું નથી અર્થાત્ કર્માનુસારી પિરણામ નથી. જયારે શકિતભાવે અર્થ કરીએ, તો ફળ સ્વતઃ પરિણામ પામે છે તેવો બોધ થાય છે.
બંને ભાવમાં શાસ્ત્રકારનું મંતવ્ય એ છે કે (શંકા પક્ષમાં) કર્મ અને તેનાં ફળની કોઈ નિશ્ચિત કાર્ય–કારણની રેખા નથી. એ જ રીતે શંકાકાર કર્તૃત્વનો સ્વીકાર કરીને ભોકતા ભાવનો નિષધ કરે છે અને કહે છે કે જીવ ભોજન કરવાનો અધિકારી છે. ભૂખ શાંત થવી તે ભોજન કરવાની ક્રિયાનું પરિણામ નથી પરંતુ કોઈ સંયોગથી ભૂખ શાંત થતી હશે, કેવી છે વિચિત્ર વાત !!! કોઈ માણસ તરવાનું જાણતો નથી અને ઊંડા પાણીમાં છલાંગ મારે, તો ડૂબી જાય છે. ત્યાં શંકાકાર કહે છે કે તેને છલાંગ મારવાની ક્રિયાના કર્તા કહો પણ ડૂબાડનાર બીજો કોઈ છે. અજ્ઞાન ભરેલી છલાંગ તેના ડૂબવાનું કારણ નથી. ડૂબવારૂપી ભોગ તેના કર્તૃત્વ સાથે સંબંધ રાખતું નથી. આ વાત એટલી વિચિત્ર છે કે જીવને કર્તા કહો, કર્મ કરનાર કહો પરંતુ તે કર્મના ફળ ભોગવતો નથી. કર્મ કરે અને ફળ ન ભોગવે. અગ્નિમાં હાથ નાંખે અને દાઝે નહીં, તેવી તર્કહીન શંકા આ પદમાં ઉપસ્થિત કરવામાં આવી છે.
આધ્યાત્મિક સંપૂટ ઃ આ ગાથાને આત્મજ્ઞાન કે આત્મચિંતન સાથે શું સંબંધ છે, તે વિચારીએ. આત્મજ્ઞાનનો અર્થ એ છે કે આત્મદર્શન, આંતરિકદર્શન, આત્યંતર દર્શન, બહિરાત્મા મટીને અંતરાત્મામાં પ્રવેશ કરવો. જીવ જો આત્મદર્શન કરે, તો જ બધી ચિંતાઓથી મુકત થઈ શકે. કર્તવ્ય બજાવતો રહે અને છતાં નિરાળો રહે, સ્વભાવનો આનંદ લેતો રહે, આ છે અધ્યાત્મની ભૂમિકા. અહીં જો જીવાત્મા કર્મ અને કર્મનાં ફળ, એ બંને કાર્ય કારણની કડીને આત્માથી છૂટી પાડે, ફકત આત્મા તેનું અધિષ્ઠાન માત્ર છે. અર્થાત્ આત્મદ્રવ્યના આધારે કર્મ નિષ્પન્ન થાય છે અને કર્મ ફળનો ભોગવટો પણ કર્માનુસાર સ્વયં થતો રહે છે. કર્તૃત્વ અને ભોકતૃત્વ બંને શુદ્ધ આત્મક્ષેત્રથી નિરાળા છે. કતૃત્વ અને ભોકતૃત્વ પોતાની જગ્યાએ છે. ભલે શંકા રૂપે આ ગાથા મૂકી છે પરંતુ આ શંકાના શબ્દોથી ચિંતન કરવામાં આવે તો શંકા શંકાની જગ્યાએ છે અને નિશંક એવો આત્મા પણ પોતાની જગ્યાએ બરાબર છે. જેમ નદી કિનારે ઊભેલો માણસ નદીના પ્રવાહને જુએ છે અને નદીમાં જે કાંઈ પાણીનો આરોહ—અવરોહ થાય છે તે પાણીની અંદર થતી પ્રવાહજન્ય ક્રિયા છે, તેને પણ જુએ છે. તે રીતે આ દૃષ્ટા કર્મપ્રવાહનું નિરીક્ષણ કરે તો તેમાં કાંઈ કતૃત્વ ભોકતૃત્વના ભાવો છે અથવા જે કાંઈ સુખ દુઃખના ભાવો છે. તે કર્મરૂપ નદીના આરોહ-અવરોહ છે. પોતે દૃષ્ટા બનીને નિરાળો રહી શકે છે. તેમ આ શંકારૂપી ગાથામાં પણ આત્મજ્ઞાનની ઝલક છે.
ઉપસંહાર : સામાન્ય વિજ્ઞાનવાદમાં કર્મ કે પાપ પુણ્ય જેવો કોઈ શબ્દ નથી. વર્તમાન (૨૭૭