________________
S
સંસાર ભોગવે તો છે જ અને સુખદુઃખ પણ ભોગવે છે પણ તે કોઈ કર્મનું ફળ નથી. તે ભોગ જીવ કોઈ કર્મના આધારે ભોગવે છે તેવું નથી, એ સ્વતઃ ભોગવાય છે, તે રીતે સમાધાન મેળવે છે. આ થઈ આખી ગાથાની શાબ્દિક વ્યાખ્યા.
હવે આપણે વિચારીએ કે આખી શંકાના ઉભવનું મૂળ ક્યાં છે ? શું કોઈ એવો સંપ્રદાય છે કે કોઈ એવો મત પ્રસિદ્ધ છે કે જે કર્મસત્તાને માનતો ન હોય અથવા પાપનાં ફળ કડવાં છે અને પુણ્યનાં ફળ મીઠાં છે, આ સિદ્ધાંતને ન માનનાર કોઈ નાસ્તિક મત કે કોઈ એવું દર્શન શું છે ? જે કર્મને માને પણ તેના કડવાં મીઠાં ફળને ન માને અથવા કર્મના ભોગને ન માને. આ પ્રશ્નના જવાબમાં ઈતિહાસના પાના જોવાથી કે અન્ય કોઈ મતવાદનું અધ્યયન કરવાથી સમજાય છે કે ઘણી વિશાળ માત્રામાં આવો નાસ્તિક મત અસ્તિત્વ ધરાવતો હતો અને વર્તમાન કાળમાં પણ આવા સંપ્રદાયો લય પામ્યા નથી. જે પાપ-પુણ્યનો નિષેધ કરે છે. તેઓ ફક્ત કર્મ કરવાનું કહે છે, તેના શુભાશુભ પરિણામનો વિચાર કરતા નથી. આગળ ચાલીને એવા પણ કર્મકાંડ છે જે કહે છે કે કર્મ કરવાનો જ અધિકાર છે. તેનું ફળ કર્મ પ્રમાણે મળતું નથી. જીવ ભોક્તા બને છે પરંતુ તે કર્માનુસાર ભોક્તા નથી. ઈશ્વર અનુસાર ભોક્તા છે. આમ કર્મવાદના ક્રિયાપક્ષ અને ભોગપક્ષ, બન્નેને છૂટા પાડે છે. આ જ રીતે સંયોગવાદી દર્શન પણ છે, જેની ધારણા છે કે કર્મ, ક્રિયા, પાપ, પુણ્ય કશું નથી. બધું સંયોગથી થતું હોય છે. જેમ હવામાં ઉડતાં ઘાસના બે તણખાં સંયોગે ભેગા થાય અથવા સમુદ્રના પાણીમાં તણાતા લાકડાઓ પરસ્પર અથડાય, વીજળી પડે ને પહાડ તૂટી જાય. આ બધી સંયોગ ક્રિયા છે. એ રીતે જીવનાં સુખદુઃખ કે ભોગ પણ કોઈ કર્મનું ફળ નથી અને જીવની ઈચ્છા પ્રમાણે પણ નથી, તેમજ ધર્મ, કર્મ, ઈશ્વર કશું નથી. આખું વિશ્વ સંયોગે મળે છે, અને વિયોગે વિખરાય છે. ફક્ત સંયોગ-વિયોગની જ ક્રિયા છે. એ જ રીતે જૈનધર્મમાં ક્રિયાવાદ, અક્રિયાવાદ ઈત્યાદિ બતાવ્યા છે. તે પણ નિયમ અનુસાર જીવને ભોક્તા માનતા નથી. જીવ ભોગવે છે પરંતુ તે ખાસ કોઈ પુણ્ય–પાપનું ફળ છે તેવું નથી. આવા બધા મતવાદો આ શંકાનાં મૂળમાં છે અને ત્યાં ફક્ત તત્ત્વદર્શનનો અભાવ છે એવું નથી પરંતુ તર્ક દ્રુષ્ટિનો પણ અભાવ છે. કાર્યકારણની સાંકળને માન્યા વિના શંકાનો ઉદ્ભવ કરવામાં આવ્યો છે. જો કારણવાદને બરાબર સમજવામાં આવે, તો નિશ્ચિત ભોગના નિશ્ચિત કારણ હોવા જોઈએ અને કારણ કાર્ય એક જ અધિષ્ઠાનમાં હોવા જોઈએ.
' ' જેનું સમાધાન સ્વયં શાસ્ત્રકાર કરશે. આપણે તો અહીં એટલું જ કહીએ છીએ કે આ શંકામાં શુદ્ધ કારણવાદનો અભાવ અંતર્ગત રાખી શંકાનો ઉદ્ભવ કર્યો છે.
શું સમજે જડ કર્મ? : શંકાકાર કર્મસત્તાને સર્વથા જડ માનીને વિચાર કરે છે કે કર્મ તો જડ છે, અચેતન છે, તેમાં ફળ આપવાની કોઈ બુદ્ધિ નથી, વિચાર નથી; ઈચ્છા શકિત નથી, તો જડ કર્મ કેવી રીતે પોતાનું ફળ આપી શકે? શું સમજેનો અર્થ છે કર્મ કેવી રીતે સમર્થ થાય ? અર્થાત્ “શું સમજેનો અર્થ છે સમજતા નથી. કર્મ સમજી શકતા નથી કે મારે ફળ આપવાનું છે, માટે ભોગનો આધાર કર્મ નથી અને જે જીવ જે કર્મનો કર્યા છે, તે જે કર્મનો ભોકતા નથી. ફળ તો પોતાની મેળે પરિણામ પામે છે. is s uLLLLL(૨૭૬)માં...
.