________________
પર્યાય છે, તેનો જ કર્તા રહે છે. કર્તાપણું છે પરંતુ કર્મનું કર્તાપણું નથી, જ્ઞાનનું કર્તાપણું છે. આ રીતે પરિણામનું વિભાજન થવાથી અને તે વિભાજન પ્રત્યે પોતે શ્રદ્ધાયુક્ત બની સ્વપરિણામોને આદરણીય ગણે છે, ત્યારે તેનો શક્તિપ્રવાહ અર્થાત્ યોગોનો વીર્ધાત્મક પ્રવાહ સ્વમુખી બની જ્ઞાન પર્યાયનો કર્તા બની જાય છે. ત્યારપછી તે સ્થૂલ કર્મનો કર્તા રહેતો નથી. - ચેતન જો નિજભાનમાં : શાસ્ત્રકાર કહે છે કે “ચેતન જો નિજભાનમાં” અર્થાત્ ચેતન જ્યારે પોતાના સ્વમુખી પરિણામમાં સંકેલાયો હોય, બધા જ્ઞાનાત્મક પરિણામોને જ્ઞાનમાં સમાવી રાખ્યા હોય, ત્યારે તે જીવ પોતાના સ્વભાવનો અર્થાત્ જ્ઞાન પર્યાયનો જ કર્તા છે પરંતુ બીજો પ્રશ્ન એ હતો કે કર્મનો કર્તા ક્યારે બને છે? તો સાથોસાથ શાસ્ત્રકાર જવાબ આપે છે કે જો પોતાના સ્વભાવમાં વર્તે નહીં અર્થાત્ સ્વભાવ વિષે નિર્ણય કર્યા વિના જ્ઞાનને બેલગામ કરે, પરમુખી કરે અને સ્વભાવમાં ન વર્તે, અર્થાત્ વિભાવમાં વર્તે અને વિભાવને સ્વભાવ જેવો માની તેમાં મોહાત્મક પરિણામો કરે, તો તે ચેતન કર્મનો કર્તા બને છે. આમ પરિણતિનો બીજો ભાગ તે બાહ્ય કર્મનો કર્તા છે અને પ્રથમ ભાગ તે સ્વભાવનો કર્તા છે. બંને પરિણતિનું કાર્ય સ્પષ્ટ બતાવ્યું છે. શુધ્ધ પરિણતિ તે જ્ઞાન સ્વભાવનો કર્તા છે અને વિભાવ પરિણતિ તે બાહ્ય કર્મનો કર્તા છે. અર્થાત બંધનનું કારણ છે. આ રીતે શાસ્ત્રકારે આ ગાથામાં મૂળભૂત પ્રશ્નનો સુંદર પ્રત્યુત્તર આપ્યો છે. જો જીવ સ્વભાવમાં રમણ કરે અને સ્વ પરિણામનો કર્તા બને, તો તે કર્મનો કર્તા નથી. આ વાતનો સ્વીકાર કરવાથી સ્પષ્ટ થાય છે કે જીવ સદાને માટે કર્મનો કર્તા નથી અને તેથી જ કર્મનું કર્તાપણું ટળી શકે છે, તે વાત પણ સિદ્ધ થઈ જાય છે.
સાર એ થયો કે ચેતન સ્વભાવમાં હોય, ત્યારે જ્ઞાન-પર્યાયનો કર્તા છે. સદાને માટે તે કર્મનો કર્તા રહેતી નથી. સાબિત એ થયું કે કર્મનો કર્તાભાવ ટળી શકે છે. વિભાવમાં હોય ત્યારે કર્મનો કર્તા છે. આ રીતે ચેતનના કર્તૃત્વ અને અકર્તુત્વનો આ સૂક્ષ્મ નિર્ણય સ્પષ્ટ કરીને શાસ્ત્રકારે એક રેખા અંકિત કરી છે અને કર્મ તથા અકર્મ, બન્નેને કર્તા અને અકર્તા સાથે જોડ્યા છે. - (૧) જીવ જ્ઞાનનો કર્યા છે, ત્યારે કર્મનો અકર્તા બને છે. (૨) જીવ જ્ઞાનનો અકર્તા છે, ત્યારે કર્મનો કર્તા છે.
હવે એક ચૌભંગી સામે આવે છે. - (૧) અકર્તા અને અકર્મ (૨) કર્તા અને કર્મ (૩) અકર્તા અને કર્મ (૪) કર્તા અને અકર્મ - આ ગાથામાં પ્રથમ બે ભંગ ઉપર જ વિચાર કરવામાં આવ્યો છે. તે બંને ભંગ મોહાત્મક ભાવોના આધારે કથન કરવામાં આવ્યા છે. * ૧) અકર્તા અને અકર્મ : જીવ જ્યારે મોહાદિ ભાવોનો અકર્તા હોય, ત્યારે મોહાદિ ઘાતિ કર્મોનો બંધ થતો નથી. આ રીતે અકર્તા અને અકર્મ નામનો પ્રથમ ભંગ ઘટિત થાય છે.
(૨) કર્તા અને કર્મ ? જીવ જ્યારે મોહાદિ ભાવોનો કર્તા હોય, ત્યારે મોહાદિ ઘાતિ કર્મોનો કર્તા થાય છે