________________
૩) અકર્તા અને કર્મ ? જીવ જ્યારે મોહાદિ ભાવોનો અકર્તા હોય, ત્યારે ઘાતિકર્મનો બંધ થતો નથી પરંતુ અઘાતિ કર્મનો બંધ થાય છે, તેથી અકર્તા-કર્મ નામનો ત્રીજો ભંગ ઘટિત થાય
૪) કર્તા અને અકર્મ : આ ભંગ ઘટિત થઈ શકતો નથી. જીવ જ્યાં સુધી કર્તુત્વભાવથી ઘેરાયેલો છે, ત્યાં સુધી તે અકર્મની સ્થિતિને પ્રાપ્ત કરી શકતો નથી. . . આ સિદ્ધિકારે આ ગાથામાં જે સિધ્ધાંતની સ્થાપના કરી છે, તે ભાવ આશ્રવના આધારે, સૂમ મોહાદિક પરિણામોને દ્રષ્ટિગત રાખીને કરવામાં આવ્યા છે. સ્વભાવ પરિણતિ થતાં કર્મબંધ થતો અટકી જાય છે અથવા જે કાંઈ થોડો-ઘણો કર્મબંધ થાય છે, તે ભૂતકાલીન કર્મોના પ્રભાવે થાય છે પરંતુ શાસ્ત્રના કથન અનુસાર જીવ જ્યારે નિજ ભાનમાં હોય, ત્યારે તે સ્વભાવનો કર્તા બને છે. તે ઉપરાંત જે કાંઈ કર્મો ભોગવવાના શેષ છે તે અને યોગોનું જે કાંઈ સંચાલન થાય છે, તેના આધારે જીવાત્મા કર્મનો કર્તા બની રહે છે. આ એક અતિ સૂક્ષ્મ કેન્દ્રબિંદુ છે. જ્યાં મૂળમાં કર્મબંધનને રોકવાની પ્રક્રિયા શરૂ થાય છે. તે બિંદુ પર પ્રકાશ નાંખ્યો છે. એક ઉપમાથી આ હકીકતને આપણે સમજીએ. - કોઈ વિધુત અથવા વીજળીના કરંટથી મોટું ચક્ર ચાલે છે પરંતુ કરંટ બંધ થયા પછી પણ થોડીવાર માટે ચક્ર પોતાની ગતિશીલતાના સંસ્કારથી ચાલતું રહે છે. આ રીતે ચક્રની બે પ્રકારની ગતિ થાય છે.
(૧) વીજળીના પ્રભાવથી થતી ગતિ અને (૨) ગતિના સંસ્કારથી થતી ગતિ.
આ બંને ગતિ સમજી શકાય તેવી ગતિ છે. તે જ રીતે અધ્યાત્મશાસ્ત્ર કહે છે કે જ્યારે જીવાત્મા જ્ઞાનરૂપ સ્વભાવમાં રમણ કરે છે, ત્યારે પરપદાર્થ સાથે તેનું માહાત્મક આકર્ષણ અટકી જાય છે. તે અટકવાથી જીવ હવે કર્મના કર્તા મટીને સ્વભાવનો કર્તા બને છે પરંતુ જ્યાં સુધી ઉદયમાન યોગો છે અને બીજા ઉદયમાન કર્મો છે, ત્યાં સુધી કર્મ સંસ્કારોના કારણે કર્મ થતાં રહે છે. જીવ તેમાં હવે ભળેલો નથી, એટલે કર્મની સ્થિતિ પાકી જતાં પોતાની મેળે તે ખરી જાય છે.
કર્તા આપ સ્વભાવ આ ગાથામાં શાસ્ત્રકારે બહુ જ ચીવટ રાખીને આ વસ્તુને ઉજાગર કરી છે. સહેજે કોઈનું ધ્યાન ન જાય તેવો ભાવ પ્રદર્શિત કર્યો છે. જુઓ ! શાસ્ત્રકાર કહે છે કે કત આપ સ્વભાવ' અર્થાત્ આત્મભાન થતાં જીવ સ્વભાવનો કર્તા છે, એમ કહીને કવિશ્રી અટકી ગયા છે અને બાકીની વાત અધ્યાર્થ રાખી છે અર્થાત્ સ્વભાવમાં રમણ કર્યા પછી પણ અમુક સમય સુધી જીવનું બાહ્ય સ્વરૂપનું કર્તાપણું બની રહે છે. ત્યારબાદ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જુઓ ! આત્મજ્ઞાનનો આશ્રય ન કર્યો હોય, તો કર્મનો પ્રભાવ ચાલુ રહે છે અર્થાત્ કર્મ બાંધવાની ક્રિયા અટકતી નથી. આ અધ્યાત્મસારનું મૂળબિંદુ છે. સ્વભાવમાં રમણ અને આત્મજ્ઞાનથી ફક્ત જ્ઞાન પર્યાયનો કર્તા બની રહેવું, આ બિંદુ ઉપર આ ગાથાએ ગૂઢભાવે પ્રકાશ કર્યો છે.
કર્તા આપ સ્વભાવ એટલે શું ? શું સ્વભાવમાં પણ કાંઈ કરવાપણું છે ? વળી કોઈ સ્વભાવનો કર્તા બની શકે છે? “કર્તા આપ સ્વભાવમાં કર્તા કોણ છે? ‘આપ’ શબ્દ કોના માટે
NSSSSSS(૨૬૯)