________________
ગાથા-૯૮
ઉપોદ્ઘાત : ૭૭મી ગાથામાં જીવનું કર્તાપણું સ્થાપ્યા પછી પણ મૂળભૂત પ્રશ્ન ઊભો રહી જાય છે. આ મહાપ્રશ્ન એ છે કે, (૧) શું જીવ સદાને માટે કર્મનો કર્તા છે ? (૨) શું જીવનું કર્તાપણું ટળી શકે છે કે કેમ? (૩) જીવ જો કર્મનો કર્યા છે તો ક્યારે છે ? અને કર્મનો કર્તા નથી તો ક્યારે નથી? (૪) કર્તાપણાનું અને અકર્તાપણાનું વાસ્તવિક કારણ શું છે?
આ ચારેય ગૂઢ પ્રશ્નોનો પ્રત્યુત્તર આ ગાળામાં સમાયેલો છે. કવિરાજે બહુ જ થોડા શબ્દોમાં ગહન વિચાર અભિવ્યક્ત કર્યો છે.
જેનદર્શન દ્વૈતવાદી દર્શન છે. તે જડ અને ચેતન, આ બે દ્રવ્યોની વિશ્વના મૂળભૂત દ્રવ્યો તરીકે સ્થાપના કરીને ચિંતન કરે છે. જૈનદર્શનનાં તત્ત્વ વિભાજનમાં જીવતત્ત્વ અને અજીવતત્ત્વ એ બે મુખ્ય પ્રધાન તત્ત્વો છે. આ ગાથામાં પણ ચેતનદ્રવ્યનો સ્વીકાર કરીને આધ્યાત્મિક ચિંતન કરવામાં આવ્યું છે અને ચેતનના સ્વભાવ વિષે પ્રકાશ નાંખવામાં આવ્યો છે. હવે આપણે ઉપરના પ્રશ્નોનો પ્રત્યુત્તર ગાથાથી મેળવીએ.
ચેતન જો નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ; ||
વર્ત નહિ નિજભાનમાં, કત કમી પ્રભાવ I ૦૮ IT ચેતનનું પરિણમન : ગાથાના પ્રારંભમાં જ ચેતનની પરિણતિનું વિભાજન કરવામાં આવ્યું છે. ચેતનને નિત્ય તત્ત્વ માનીને પણ પરિણામી તત્ત્વ માનવામાં આવ્યું છે. તે સર્વથા નિષ્ક્રિય નથી, ક્રિયાશીલ છે. ચેતનના પરિણામનો સ્વીકાર કરીને જ તેના વિષે નિશ્ચિત અભિપ્રાય આપવામાં આવ્યો છે. પૂર્વમાં પણ કહેવાઈ ગયું છે કે ચેતન તે જ્ઞાનાત્મક તત્ત્વ છે. આવું જ્ઞાનાત્મક તત્ત્વ જ્ઞાનનું પરિણામ કરે છે. તે જ્ઞાનનો વિષય શું છે? જેનોનાં પ્રમાણશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે “á પર વ્યવસાયી ને પ્રHT | સ્વ અને પર બંનેનો નિર્ણય કરે, તે જ્ઞાન પ્રમાણભૂત મનાય છે. પ્રમાણશાસ્ત્રના આ નિર્ણયથી સમજી શકાય છે કે જ્ઞાન જેમ પર પદાર્થનો બોધ કરે છે તેમ પોતાનો, સ્વયંનો, ચેતનનો પણ બોધ કરે છે. જ્ઞાન ઉભય પરિણામી છે. પરને પણ જાણી શકે અને સ્વને પણ જાણી શકે છે. આવું આ વિશિષ્ટ ચેતન દ્રવ્ય સ્વ અને પર બંનેને જાણ્યા પછી પુનઃ સ્વ અને પરની ગુણધર્મિતાનો પણ નિર્ણય કરે છે અને ગુણધર્મિતાનો નિર્ણય કર્યા પછી ચેતનને સ્વયં સમજાય છે કે નિજભાનમાં રહેવું અર્થાત્ પોતાના જ્ઞાન સ્વભાવનો આશ્રય લઈને સ્વભાવમાં એક પ્રકારે સ્થિરતા કરવી. પર તે પર છે અને સ્વ તે સ્વ છે. પર દ્રવ્યો પોતાના ગુણધર્મોથી પરિપૂર્ણ છે અને ચેતન દ્રવ્ય પોતાના ગુણધર્મોથી પરિપૂર્ણ છે. આ બંનેનું નિશ્ચયાત્મક જ્ઞાન થવાથી રાગાત્મક અને મહાત્મક ભાવોનો લય થાય છે.
જ્યારે ચેતન પોતાના સ્વભાવમાં રમણ કરતો હોય અથવા સ્વયં નિશ્ચયાત્મક જ્ઞાનનો અનુભવ કરતો હોય, ત્યારે તે કર્મનો કર્તા મટી જાય છે. બાહ્ય કર્મને મૂકીને પોતાનો જે જ્ઞાનાત્મક