________________
રેખાઓથી અંકિત કર્યો છે. આ બધી જ રેખાઓનું અધ્યયન કર્યા પછી તે રેખાઓ હીરાની ખાણ પ્રત્યે દિશાસૂચન કરે છે, જો તે લક્ષ ઉપર જવાય તો નકશો સાર્થક બને છે. તે જ રીતે અહીં શુધ્ધાત્માનો નિર્ણય કરવો, તે પરમ સત્ય છે, અંતિમ લક્ષ છે, એકમાત્ર સાધ્ય છે. બાકીના બધા શબ્દો સાધન માત્ર છે. આ ગાથામાં ઈશ્વર શધ્ધ સ્વભાવ” એ જે શબ્દ મૂક્યો છે, તે સારભૂત શબ્દ છે. ઈશ્વર શબ્દ છોડી દઈએ તો પણ શુધ્ધ સ્વભાવ એ સ્વયં પરમ લક્ષને ઈંગિત કરે છે.
પદાર્થના બે સ્વભાવ હોય છે. (૧) વિકારી અને (૨) અવિકારી.
જડ પદાર્થમાં પણ વિકૃત પર્યાય અને ગુણાત્મક પર્યાય જોવામાં આવે છે. જેમકે મધુર દૂધ અને બગડેલું દૂધ. સારું ફળ અને સડેલું ફળ. જેમ જડમાં વિકારી પર્યાયો છે, તે જ રીતે જીવાત્મા જો સાધનાહીન હોય, તો તેમાં પણ વિકારી પર્યાયો પ્રવેશ કરે છે. વિકારી પર્યાયો તે સ્વભાવ નથી. પણ એક પ્રકારનો અશુદ્ધ વિકાર છે. અહીં શુદ્ધ સ્વભાવ લખ્યું છે, તે સમજવા માટે છે. વરના સ્વભાવ શુદ્ધ જ હોય, વિભાવ અશુદ્ધ જ હોય પરંતુ સામાન્ય રીતે સ્વભાવ શબ્દનો અર્થ કોઈ સમજી ન શકે. માટે શુદ્ધ સ્વભાવ શબ્દનો પ્રયોગ કર્યો છે... અસ્તુ.
અધ્યાત્મસાર એ થયો કે શુદ્ધ સ્વભાવ તે પરમ આદરણીય છે અને ઈશ્વર જેમ શુદ્ધ સ્વભાવવાળા છે, તેમ જીવમાં પણ શુધ્ધ સ્વભાવનું અસ્તિત્વ છે અને તે જ સાધનાનું લક્ષ છે, સાધ્ય છે. તે જ અંતિમ કેન્દ્ર બિંદુ છે. આ છે ગાથાનો અધ્યાત્મ સંપૂટ. શબ્દોની પગદંડી છોડીને ચારે બાજુ જે ભાવો વિખરાયેલા છે, તેનું દર્શન કરતાં પગદંડી પર ચાલવું, તે ગતિનું વધારે સારું લક્ષણ છે. અસ્તુ.
આપણાં કૃપાળુ ગુરુદેવે પોતાની કાવ્ય સરિતામાં ચારે બાજુ સહજ ભાવે મોતી વેર્યા છે અને તે મોતી પણ ખોટા નથી પરંતુ સાચા છે. પારખવા માટે વૃષ્ટિની જરૂર છે.
ઉપસંહાર : આ ગાથામાં જીવની વ્યવહારિકદશાનું વર્ણન છે. આત્મા જ સ્વયં ઈશ્વર છે, છતાં જો ઈશ્વરને ન્યારા માને, તો તે પોતાના શુદ્ધ સ્વભાવમાં રમણ કરે છે, માટે જીવની જા જવાબદારી છે કે જીવ સ્વયં શુભાશુભ કર્મનો કર્તા છે. જો કે જીવ પણ ઈચ્છા પ્રમાણે બધા કર્મો કરી શકતો નથી પરંતુ જે કાંઈ કર્તુત્વ છે, તે જીવનું છે, માટે ઈશ્વરને વચમાં લાવવાથી દોષનો પ્રભાવ જણાય છે, ઈશ્વર દૂષિત થાય છે અથવા ઈશ્વર ઉપર દોષ મૂકવાથી જીવ દૂષિત થાય છે. ગાથાનું તાત્પર્ય એ જ છે કે જીવાત્મા પોતે પોતાના કર્મનો જનક છે ચાહે તે ભૂતકાળનાં કર્મો, હોય કે વર્તમાનકાળનાં કર્મો હોય, સત્તાનિષ્ઠ કર્મ હોય કે ઉદયમાન કર્મ હોય, સંક્ષેપમાં અહીં ઈશ્વરને દોષથી મુક્ત રાખી જીવની વ્યવહારદશાનું ભાન કરાવ્યું છે.
(૨૬૬)