________________
ગાથા-૦૬
ઉપોદ્દાત : આ ગાથાનો મુખ્ય વિષય જીવની અસંગદશા પ્રગટ કરવાનો છે. હકીકતમાં જીવ અસંગ છે અને સિધ્ધિકારે સ્વયં સ્વીકાર કર્યો છે કે પરમાર્થથી તે અસંગ છે. પરમાર્થથી અસંગ ભલે હોય પરંતુ વ્યવહારદશામાં તે અસંગ નથી, તેથી આ ગાથામાં બળપૂર્વક સ્થાપના કરી છે. કપડું સ્વભાવથી મેલું નથી પરંતુ અત્યારે મેલું છે, કારણ કે મેલું દેખાય છે, તેથી તેને મેલું માનવું રહ્યું. આમ રહસ્યાત્મક ભાવ અને યથાર્થભાવ બંનેનો સંઘર્ષ ચિંતનક્ષેત્રમાં ચાલ્યો જ આવે છે. જે યથાર્થવાદી નથી, ફક્ત જગતને કાલ્પનિક માને છે, તેના પ્રત્યુત્તર રૂપે આ પદમાં યથાર્થવાદની સ્થાપના કરી છે. યથાર્થવાદનો અર્થ છે હકીકતમાં સત્ય શું છે? અને વર્તમાનકાલીન સ્થિતિ શું છે? તે બંને સ્થિતિને જાણવી. જેમ આ સાપ છે, તે ઈશ્વરનું રૂપ છે, અરિહંતનો આત્મા છે, તે પરમાર્થિક સત્ય છે પરંતુ યથાર્થમાં તે સાપ છે. તેને સમજ્યા વગર જો સાપનો સ્પર્શ કરે, તો પરિણામ બિભત્સ આવે. યથાર્થવાદ તે વિશ્વની વાસ્તવિક સ્થિતિનો બોધ કરે છે. જૈનદર્શન પૂર્ણ રીતે યથાર્થવાદી છે.
કેટલાક દર્શન “બ્રહ્મ સત્ય જગતમિથ્યા' અર્થાત્ વિશ્વની બધી રચનાને કાલ્પનિક માને છે. હકીકતમાં કાંઈ જ નથી પણ ખાલી વિકારી ભાવ છે. તેના પ્રત્યુત્તરમાં જૈનદર્શન યથાર્થવાદની સ્થાપના કરે છે અને જે દેખાય છે, તે સત્ય પણ છે.
આપણા સિદ્ધિકારે આ ગાથામાં યથાર્થવાદની સ્થાપના કરીને જીવ સર્વથા અસંગ નથી, વર્તમાનકાળે જીવની જે સ્થિતિ છે, તે અસંગદશાનો બોધ કરાવતી નથી. પરમાર્થથી ભલે જીવ અસંગ હોય. આ વાતને ગાથામાં ગંભીરતાપૂર્વક પ્રતિભાસિત કરી છે, માટે આપણે આ ગાથાની ગંગામાં ડૂબકી મારીએ.
કેવળ હોત અસંગ છે, ભારત તને ન કેમ ?
અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાવે તેમાં કેવળ” શબ્દનું રહસ્ય : ગાથાનો આરંભ જ કેવળ શબ્દથી કર્યો છે. કેવળ શબ્દ વિવિધ અર્થમાં પ્રયકત થાય છે. જેમ કેવળ શબ્દ સંપૂર્ણતાનો પણ બોધ કરાવે છે અને કોઈ એક અપેક્ષાની રેખાને પણ અંકિત કરે છે. જૈનદર્શનમાં જ્ઞાન સાથે પણ કેવળ શબ્દ જોડાયેલો છે. અર્થાત્ કેવળજ્ઞાન શબ્દ બને છે. અહીં કેવળનો અર્થ પરિપૂર્ણજ્ઞાન અથવા શુધ્ધ જ્ઞાન છે. અંગ્રેજીમાં આ રીતે કહી શકાય Only Knowledge – ફક્ત જ્ઞાન અને Perfect knowledge પરિપૂર્ણ જ્ઞાન. ગુજરાતી ભાષામાં અને સંસ્કૃત સાહિત્યમાં કે દર્શનશાસ્ત્રમાં પણ કેવળ શબ્દ ઘણા અર્થમાં વપરાયો છે.
કેવળ શબ્દ અપેક્ષાવાદી છે. માણસ કેવળ મૂર્ખ હોત, તો પોતાનું હિત જરા પણ ન વિચારી શકત. અહીં કેવળનો અર્થ એ છે કે ઘણી માત્રામાં મૂર્ખતા છે પણ કેટલીક માત્રામાં મૂર્ખતા નથી