________________
તેવો બોધ થાય છે. અલંકાર જોઈને કોઈ કહી શકે છે કે આ કેવળ સોનું નથી, કેવળ સોનું નથી તેમ કહેવામાં બીજા દ્રવ્યનો મિશ્રણભાવ પ્રગટ થાય છે. આ કેવળ સોનું છે એમ કહેવામાં પૂર્ણ શુદ્ધભાવ પ્રગટ થાય છે. આથી સમજી શકાય છે કે કેવળ શબ્દ બધી રીતે અનેકાંતવાદી શબ્દ છે. કેવળ શબ્દમાં સ્યાદ્વાદનો સમાવેશ થાય છે. સંસારમાં કેવળ સુખ નથી તેનો અર્થ એ છે કે સંસાર સુખ દુઃખ રૂપ છે. કોઈપણ પદાર્થનાં સ્વરૂપની એક જ અવસ્થાનો નિષેધ કરવા માટે કેવળ શબ્દ સર્ચલાઈટ જેવો છે. એકાંતવાદનો નિષેધ, તે જૈનદર્શનનું જ્ઞાનનેત્ર છે. આ કેવળ શબ્દ પૂરી રીતે એકાંતવાદનો નિષેધ કરે છે. જો કે કેવળ શબ્દના પ્રયોગમાં પૂરો ઉપયોગ રાખવામાં ન આવે, તો કેવળ શબ્દનો અનર્થકારી પ્રયોગ પણ થઈ શકે. જેમકે કોઈ કહે કે ઘી તો કેવળ પુષ્ટિદાયક છે. અર્થાત્ ઘી શક્તિવર્ધક છે પણ કેવળ શક્તિવર્ધક છે, એમ માનીને ખાવા માંડે તો બિમાર જ પડે. અહીં કેવળનો અર્થ અધિક ભાવમાં છે. સાર એ થયો કે કેવળ શબ્દ ૧) પૂર્ણતાનો વાચક છે, ૨) શુદ્ધિનો બોધક છે, ૩) પર્યાપ્ત ભાવોને વ્યક્ત કરે છે, ૪) સ્યાદ્વાદનો પણ દ્યોતક છે અને વસ્તુની એકાંત અવસ્થાનો વિરોધ પણ કરે છે. આ રીતે કેવળ' શબ્દ બહુધા ભાવોનું પણ આખ્યાન કરે
. આપણા સિદ્ધિકારે બહુ સમજીને ગાથાના આરંભમાં કેવળ શબ્દ મૂક્યો છે અને પ્રશ્ન પૂછે છે કે જીવાત્મા “કેવળ અસંગ હોત તો;” અહીં કેવળ શબ્દ પૂર્ણતાનો બોધક છે. આ પ્રશ્નથી જીવ સર્વથા અસંગ નથી, તેવું સૂચન કર્યું છે. અહીં જીવની સંપૂર્ણ અસંગતાનો નિષેધ કરવા માટે કેવળ શબ્દનો પ્રયોગ કર્યો છે. આગળના પદોમાં લખે છે કે જીવ પરમાર્થથી અસંગ છે પરંતુ વર્તમાનકાળે અસંગ નથી. તે માટે કેવળ શબ્દનો પ્રયોગ કર્યો છે. પરમાર્થથી અસંગ છે પરંતુ તે સ્થિતિ સૈકાલિક નથી. પરમાર્થ પણ સાર્થક છે અર્થાત્ ભવિષ્યમાં તે સર્વથા અસંગ બની શકે છે. કારણકે મૂળમાં તેનો સ્વભાવ અસંગ છે પરંતુ સદાને માટે, ગમે તે સ્થિતિમાં, વર્તમાનકાળમાં તે અસંગ નથી અને વર્તમાનકાળે અસંગ હોય, તો અસંગભાવે તેનું દર્શન થવું જોઈએ. કેવળ અસંગ હોય તો અસંગભાવે પ્રત્યક્ષ થાય. પરંતુ અસંગ નથી, તેથી સસંગભાવે–સંગ સહિત જ પ્રત્યક્ષ થાય છે. કેવળ અસંગ નથી, તેનો અર્થ એ થાય છે કે જીવ અત્યારે સસંગ છે અને સત્સંગનો જ આભાસ થાય છે. આ ગાથામાં પણ શરતી નિષેધભાવનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને પૂછે છે કે “ભારત તને ન કેમ ?” અસંગભાવ દેખાતો નથી અને સસંગભાવ ભાસે છે.
અસંગભાવ છે તે શું છે ? જીવાત્મામાં અધ્યવસાયિક ક્ષેત્રમાં બે જાતના પ્રવાહ પ્રવાહિત હોય છે. (૧) શુદ્ધાત્માથી નીકળતા જ્ઞાનકણ (૨) કર્મના ઉદયભાવથી ઉત્પન્ન થતો ઉદયમાન કણ.
આ બંને કણ એક જ ક્ષણે સમ્મિલિત થવાથી જીવાત્મામાં સંગનો ઉદ્ભવ થાય છે. સંગ એટલે આસક્તિ. સંગ એટલે મોહ મિશ્રિત ભાવ, સંગ એટલે બાહ્ય પ્રભાવનું નિમિત્ત અને આગળ ચાલીને કહો, તો આ સંગ ક્રિયાત્મક રૂપ પણ ધારણ કરે છે પરંતુ શુભલક્ષણ એ છે કે આવો સંગ થવા છતાં જીવના મૂળભૂત સ્વરૂપનો નાશ થતો નથી. વિશ્વના પદાર્થોમાં બે જાતના પરિવર્તનો દ્રષ્ટિગોચર થાય છે. એક પરિવર્તન થયા પછી, એકબીજામાં ભળ્યા પછી પુનઃ મૂળ સ્થિતિમાં
ANSLLLSLLLL(૨પપ) SSS