________________
તેમાં કર્તૃત્વનો કેવો અહંકાર છે, તેનો બોધ કરે છે. સાધક આખી કર્મની સાંકળને નિહાળીને કર્મથી નિરાળો બની અકર્મભાવની અવસ્થાને પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરે છે. આ ગાથા પરોક્ષભાવે અધ્યાત્મક્ષેત્રમાં પ્રવેશ કરવાની ઉત્તમ અભિવ્યક્તિ કરી રહી છે.
ઉપસંહાર : પૂર્વની શંકાના સમાધાન રૂપે સિદ્ધિકાર સ્વયં એક પછી એક શંકાઓના સમાધાન કરીને સચોટ તર્ક પ્રગટ કરી રહ્યા છે. તેમ આ ગાથામાં પણ સૈદ્ધાંતિક તર્ક આપ્યો છે કે જીવની વ્યવહારદશા શું છે અને કર્મનું જે બંધન થાય છે, અથવા કર્મની જે રચના થાય છે, તેના જે શુભાશુભ ભાવ ખીલે છે, તેના મૂળમાં ચેતન સ્વયં ક્રિયાત્મક છે તે વાત સ્પષ્ટ કરવામાં આવી છે અને પોતાનો તર્ક અન્ય તર્કથી ખંડિત થાય, તો તેનો પણ સચોટ ઉત્તર આપ્યો છે કે જીવાત્મા પોતે મૂળમાં કર્મ કરવાના સ્વભાવવાળો નથી. છતાં પણ પોતાની વિકૃત ક્રિયાઓથી કર્મબંધન કરે છે. ટૂંકમાં આખી ગાથાનો સાર એ છે કે વિભાવદશામાં જીવ કર્મનો કર્તા છે. કર્મ સ્વયં બંધાતા નથી. માટે કર્મ બાંધવાની જવાબદારી જીવની જ છે. આમ જીવને જો કર્મના જવાબદાર માને, તો જે તેમાંથી મુક્ત થવાનો માર્ગ શોધવો જરૂરી બને... અસ્તુ.
આટલો ઉપસંહાર કર્યા પછી આપણે સિદ્ધિકારે પૂર્વની શંકાના બીજા કેટલાક ઉત્તમ સમાધાન આપ્યાં છે તેનો આગળની ગાથામાં વિચાર કરશું.
પપપપપપપપપપપપપપપપપપપપપપપપપપપપપપ(૨૫૩) S