________________
સ્વભાવ નથી. (૪) કર્મ બનવા તે જીવનો ધર્મ નથી. ' આ રીતે ચારેય નકારાત્મક ભાવો બોધાત્મક છે અને નિષેધ ભાવે ગુણોનું કથન કરે છે.
(૧) ચેતનમાં ક્રિયા છે. (૨) તેથી કર્મ પણ બને છે. (૩) કર્મનો પોતાનો નિરાળો સ્વભાવ છે. (૪) અને જીવનો પણ ધર્મ નિરાળો છે.
નિષેધ બે પ્રકારના છે. (૧) સર્વથા અભાવ (૨) સાપેક્ષ અભાવ. - આ ચારેય નકારમાં બધા નકાર સમાન નથી. તેમાંથી કેટલાક નિષેધ સાપેક્ષ અભાવવાળા છે. આમ તો સપ્તભંગીના ન્યાયે સ્યાદ્ અસ્તિ નાસ્તિ પરસ્પર જોડાયેલા છે. જેથી સાપેક્ષ નિષેધ જ વધારે વ્યાપક છે. જડમાં જ્ઞાન નથી, સિદ્ધ ભગવાનમાં કર્મ નથી, આકાશમાં રૂપ નથી વગેરે નિષેધભાવો સર્વથા અભાવસૂચક છે. જ્યારે બાકીના નિષેધ સાપેક્ષ નિષેધ છે. આ ગાથામાં લગભગ પ્રથમના બે નકાર સ્પષ્ટ સાપેક્ષ છે. જ્યારે બે નિષેધ સર્વથા અભાવની કક્ષાવાળા છે. પરંતુ સપ્તભંગીના ન્યાયે તેમાં વિધિનો પણ બોધ થાય છે. જેમકે કર્મનો આ સહજ સ્વભાવ નથી. તે સાપેક્ષ નિષેધ છે. જો કર્મમાં કોઈ જાતનો સ્વભાવ ન હોય, તો કર્મનું રૂપ ન બને. અહીં જે સ્વભાવ નથી, તેમ કહ્યું છે તે જીવની સાથે બંધાવાનો તેનો સ્વભાવ નથી પરંતુ અપેક્ષાકૃત કર્મનો અન્ય સહજ સ્વભાવ હોઈ શકે છે. એ રીતે જીવનો ધર્મ નથી, તે પણ સાપેક્ષ નિષેધ છે. જ્યાં સુધી જીવ મુક્ત થતો નથી ત્યાં સુધી તો કર્મ બાંધવાનો તેનો સ્વભાવ છે. આગળની ગાથામાં સ્વયં સિધ્ધિકાર પણ આ વાત કહેવાના છે. અસ્તુ.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે બધા નકારાત્મક ભાવોને સકારાત્મક ભાવે સમજવા ઘટે છે. દર્શનશાસ્ત્રમાં તેને નિષેધ વ્યાપ્તિ કહેવામાં આવે છે. અગ્નિ નથી તો ધૂમાડો નથી. અગ્નિનો પોતાની મેળે બળવાનો સ્વભાવ નથી. નિમિત્ત મળતાં તે બળે છે. તેમ ચૂલાનો પણ અગ્નિને ઉત્પન્ન કરવાનો ધર્મ નથી. આ આખી નિષેધ વ્યાપ્તિ ફક્ત અભાવની સ્થાપના કરે છે, તેવું નથી. પણ વિધિ વ્યાપ્તિનું ઉદબોધન કરે છે. ધૂમાડો છે, ત્યાં અગ્નિ છે અને અગ્નિ છે તો ત્યાં બળતણ છે. અગ્નિ અને બળતણ છે, ત્યાં તેને પ્રગટ કરનાર પણ કોઈક છે. આ રીતે આખી નિષેધ વ્યાપ્તિ વિધિભાવમાં પ્રગટ થાય છે.
- આધ્યાત્મિક સંપૂટ : જીવ સ્વયં જ્ઞાતા છે. જ્ઞાતૃભાવે તે નિરાળો બનીને સ્વયં પોતાની ક્રિયાઓનું નિરીક્ષણ કરી શકે છે. અહીં જીવ જ્ઞાતાભાવે સ્વયં ચેતનની ક્રિયાનું નિરીક્ષણ કરે, ત્યારે ચેતનના ગર્ભમાં શું શું ક્રિયા ચાલી રહી છે, તેનું તેને ભાન થાય છે. સ્વયં જ્ઞાતૃભાવે અકર્તા બનીને ચેતનની જે કાંઈ ક્રિયા છે અને ચેતનમાં જે કાંઈ કર્તુત્વ છે તેનો બોધ કરે છે. અધ્યાત્મ પ્રવેશની આ ઉત્તમ અવસ્થા છે. જેમ માણસ દર્પણમાં પોતાનું મુખ જોઈને મુખનું અધ્યયન કરે છે. પોતાનું જ પ્રતિબિંબ હોવા છતાં પ્રતિબિંબને નિરાળું રાખીને તેમાં શું ગુણદોષ છે, તે જૂએ છે. તે રીતે આધ્યાત્મિક વ્યક્તિ ચેતનરૂપી દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જૂએ છે અને તેમાં કઈ જાતની ક્રિયા ચાલે છે, તેમાં શું ગુણદોષ છે, તેનું નિરીક્ષણ કરે છે. પોતે અકર્તા હોવા છતાં કર્મના કરનારને કર્તારૂપે જોઈને હસે છે. સ્વયં વિભક્ત બનીને વિકારી ચેતન કર્મનો કર્તા કેવી રીતે બને છે અને \\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\(૨પ૨)\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\