________________
કર્મને જીવનો ધર્મ માની લે, તો તેનો પણ પ્રતિકાર થઈ રહ્યો છે. અર્થાત્ કર્મનો પણ સહજ સ્વભાવ નથી. અને કર્મ થવા, તે પણ જીવનો સ્વભાવ કે ધર્મ નથી. આ રીતે બંને શંકાનું નિવારણ કરવા માટે આ બંને પદની અભિવ્યક્તિ થઈ છે.
હવે ધ્યાનથી જુઓ : એક તરફ એમ કહેવામાં આવ્યું છે કે ચેતનક્રિયા કરે છે, ત્યારે જ કર્મ થાય છે અને પુનઃ એમ કહેવામાં આવ્યું છે કે કર્મ કરવા, તે જીવનો સ્વભાવ નથી. આ બંને વાત પરસ્પર વિરોધી લાગે છે. આપણે અહીં પૂર્વપક્ષ તરીકે તર્ક કરીએ છીએ. શાસ્ત્રકારે પરસ્પર વિરોધી વાત કેમ લખી છે ? ચેતન ક્રિયા કરે છે અને કર્મ કરવાનો જીવનો સ્વભાવ નથી. આ વાત બંધબેસતી નથી. રામલાલ ભોજન કરે છે પણ તેને ભોજનની ઈચ્છા નથી. ચોર ચોરી કરે છે પણ તેને ચોરી કરવાનો ભાવ નથી. જેમ આ સામાન્ય વાતો પરસ્પર વિરોધી લાગે છે, તેમ આ પ્રથમ પદ અને ચોથું પદ પરસ્પર વિરોધી વાત રજૂ કરે છે. જીવનો કર્મ કરવાનો સ્વભાવ નથી તો જીવરૂપ ચેતન ક્રિયા શા માટે કરે? અને જો ચેતન ક્રિયા કરે છે તો તેનો સ્વભાવ માનવો રહ્યો. અહીં સ્વભાવ તે ઈચ્છાસૂચક છે, માટે આપણે ઉત્તરપક્ષમાં થોડી ઊંડાઈથી ડૂબકી મારી શાસ્ત્રકારે આ ચોથું પદ શા માટે સ્થાપિત કર્યું અથવા તેનો શા માટે ઉલ્લેખ કર્યો તે વાતને સમજવા કોશિષ કરીએ.
શાસ્ત્રકારે કર્મના સહજ સ્વભાવને તો ટાળ્યો અને એ રીતે જીવનો કર્મ કરવાનો ધર્મ નથી. તેમ કહીને જીવના કર્મ કરવાના સ્વભાવનો પણ પ્રતિકાર કર્યો છે, તેથી અહીં સ્પષ્ટ થાય છે કે ચેતન જે કાંઈ ક્રિયા કરે છે તે ચેતનની ક્ષણિક ક્રિયા છે, તાત્કાલિક ક્રિયા છે, ઉદયભાવી ક્રિયા છે, દ્વૈતભાવનાના આધારે સર્જાયેલી ક્રિયા છે પરંતુ તે જીવનો ધર્મ નથી, તેવો તેનો સ્વભાવ નથી. આ રીતે શાસ્ત્રકારે અતિસૂક્ષ્મ ક્રિયાત્મક ભાવની ભેદરેખાનું અંકન કર્યું છે. ટૂંકમાં સાર આ થયો કે ચેતન જે કાંઈ ઈચ્છા કરે છે, તે કર્માધીન અવસ્થામાં કરે છે પરંતુ જીવનો કર્મ કરવાનો સ્વભાવ નથી. કૂતરો કોઈ નિમિત્ત જોઈને ભસે છે પરંતુ નિરંતર ભસવાનો તેનો સ્વભાવ નથી, તેનો સ્વભાવ શાંત રહેવાનો છે. તેમ જીવનો પણ શાંત રહેવાનો અને કર્મ ન કરવાનો સ્વભાવ છે. તે કોઈ નિમિત્તભાવે કર્મ કરે છે. કોઈ વિભાવો કે વિકારોના આશ્રયે કર્મ કરે છે પરંતુ કર્મ કરવાનો તેનો ધર્મ નથી. કર્મહીન અવસ્થા અથવા કર્મ ન કરવાનો તેનો ધર્મ છે. જો જીવને કર્મ કરવાના સ્વભાવવાળો માની લઈએ, તો જીવ ક્યારેય કર્મથી વિમુક્ત ન થઈ શકે. આ દોષને લક્ષમાં રાખીને શાસ્ત્રકારે ચેતન કર્મ કરે છે, એમ કહ્યા પછી તુરંત જ તેનો સૈકાલિક સ્વભાવ નથી અને કર્મ કરવાનો સ્વભાવ નથી તેમ સિદ્ધ કર્યું છેઃ આ છે ચોથા પદનું રહસ્ય. વિભેદની સૂક્ષ્મરેખા સ્પષ્ટ થયા પછી આ ગાથાના અપૂર્વભાવે ઉચ્ચારેલા ચારે પદો મોતીની જેમ ચમકવા લાગે છે. આપણા શાસ્ત્રકાર મહાકવિ છે, એટલે નિષેધ કાર્યથી વિધિનું સુંદર પ્રતિપાદન કર્યું છે અને મૂળ ભૂત દર્શનશાસ્ત્રની નિષેધાત્મક કથન કરવાની પ્રણાલીને જાળવી રાખી છે. આખી ગાથામાં ચાર નકાર છે. બે વખત “નથી', “નથી અને બે વખત “નહિ', “નહિ” છે. આપણે ચારે નકારનું મહત્ત્વ સમજશું. આ ચારેય નિષેધભાવો હકીકતમાં વિધિની અભિવ્યક્તિ કરે છે. તે આ પ્રમાણે છે(૧) ચેતનની ક્રિયા નથી. (૨) કર્મ બનતા નથી. (૩) કર્મનો પોતાની મેળે થવાનો
AS....(૨૫૧) SSSSSSSS