________________
નથી. તેમ તે કર્મની કોઈ નિશ્ચિત પ્રકૃતિ કે સ્થિતિ નથી. એ કર્મ સ્વયં ઉભવે છે અને વિલસે છે. જ્યારે શાસ્ત્રકારે જેને કર્મસંજ્ઞા આપી છે, તે કર્મ વિલક્ષણ છે. વિશ્વના પ્રકૃતિગત કર્મથી ન્યારું છે. જેમ પાણીમાં નાખેલું પતાસું, પાણીમાં ઓગળી જાય છે. એક રીતે પાણી પતાસાને ગળી જાય છે પરંતુ ગળનારને કોઈ આસ્વાદ નથી. તેમજ તેનું કોઈ વિશેષ પરિણામ નથી પરંતુ એ જ પતાસું કોઈ મનુષ્ય ભક્ષણ કરે છે, ત્યારે તેમાં રસાસ્વાદનો અનુભવ કરે છે એટલું નહીં તેમાં આસક્તિ કરે છે અને ભોજ્ય પદાર્થ સાથે તે નવો સંબંધ બાંધે છે. પતાસાનો રસાસ્વાદ તેના ભાવકર્મ સાથે જોડાયેલો છે. આ ઉદાહરણથી સમજી શકાય છે કે પતાસાનું જડ ભક્ષણ અને ચેતન ભક્ષણમાં સ્પષ્ટ અંતર દેખાય છે. જો ચેતન ન હોય, તો જેને અમે કર્મસંજ્ઞા આપી છે, તેવું કર્મ જડ પદાર્થ કરી શકતું નથી.
જડ સ્વભાવ નહીં પ્રેરણા : તેથી જ આગળ ચાલીને શાસ્ત્રકાર કહે છે કે જડનો આ સ્વભાવ પણ નથી અને જડમાં કોઈ પ્રેરણા પણ નથી, તેથી પ્રેરણા વિહીન જડ પદાર્થો આવા વિશિષ્ટ કર્મ ગ્રહણ ન કરી શકે. આ રીતે ચેતનની પ્રેરણા વિના કર્મ ન થાય, તે સિધ્ધાંત અખંડ રહે છે. ગાથામાં સ્પષ્ટ કરવા માંગે છે કે જીવ પણ છે, જડ પણ છે અને કર્મ છે પરંતુ ફક્ત જીવરૂપી ચેતન કર્મને ગ્રહણ કરી શકે છે. જડ પદાર્થ કર્મને ગ્રહણ કરતું નથી અને ગ્રહણ કરવામાં જીવની પ્રેરણા કારણભૂત છે, તેમજ ગ્રહણ ન કરવામાં પ્રેરણાનો અભાવ છે.
આપણે આ ત્રિકોણાત્મક વ્યવસ્થાનું કોષ્ટક કરીએ.
(૧) ચેતન અને પ્રેરણા (૨) ચેતન અને પ્રેરણાનો અભાવ (૩) પ્રેરણા અને કર્મ (૪) જડ અને પ્રેરણાનો અભાવ (૫) જડ અને કર્મનો અભાવ
આ ઉપરના ભાવોથી સ્પષ્ટ કરી શકાય છે કે ચેતન, પ્રેરણા અને કર્મ એક પંક્તિમાં છે. જ્યારે જડ, અપ્રેરણા અને અકર્મ તે બીજી પંક્તિમાં છે. જ્યાં ચેતન નથી, ત્યાં પ્રેરણા પણ નથી અને તેથી કર્મ પણ નથી. આખી ગાથામાં આ ત્રિકોણ સમજવાથી સિધ્ધાંતની સ્પષ્ટતા થઈ જાય છે. ચેતન છે અને પ્રેરણા ન કરે, તો પણ કર્મ ન થાય તે પણ ત્રિગુણાત્મક સ્થિતિ છે, પરંતુ આ ગાથામાં તેનું પ્રયોજન છે. જડ સ્વભાવ નહિ” જે વાક્ય છે તે જડનો પોતાનો એક સ્વતંત્ર સ્વભાવ છે, તેમ સૂચિત કરે છે. જડના સ્વભાવમાં પ્રેરણા નથી.
જડનો સ્વભાવ : જડનો સ્વભાવ શું છે તે આપણે જાણીએ. સિધ્ધિકારે જડતત્વનો સ્વીકાર કર્યો છે. તેના સ્વભાવનો પણ સ્વીકાર કર્યો છે અને જડના સ્વભાવમાં પ્રેરણા નથી તેમ જણાવ્યું છે. હકીકતમાં તો અસ્તિત્વ ધરાવનારા બધા પદાર્થોનો એક નિશ્ચિત સ્વભાવ હોય છે. સ્વભાવ રહિત પદાર્થ સંભવતો નથી. જો કે અહીં સિદ્ધિકાર એમ કહી શકતા હતા કે જડમાં પ્રેરણા હોતી નથી, તો પણ કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ થઈ શકતું હતું પરંતુ તેમ ન કહેતા જડ સ્વભાવમાં ક્યાંથી આવે ? એટલે સ્વભાવ શબ્દ ઉમેરવાની વિશેષ જરૂર છે કે જડમાં પણ ક્યારેક પ્રેરણા દેખાય છે અથવા દેહધારીનું શરીર જડ છે છતાં પણ તે દેહ દ્વારા બધી જ પ્રેરણાઓ પ્રગટ કરે છે. તે બધી જડની પ્રેરણા હોય તેવું લાગે છે, તેથી આ વાતને સ્પષ્ટ કરવામાં તેમની સ્વભાવજન્ય પ્રેરણા નથી
LLLLLLLLLLLLLLLLLS(૨૪૩) LLLLLLLLS
N