________________
NSSSSSSSSSS
સિધ્ધિકાર કહે છે કે “હોય ન ચેતન પ્રેરણા પ્રેરણા એક સ્વયં ભાવકર્મ છે અને ભાવ કર્મની ઉત્પત્તિ થતાં જ કર્મની આગળની અવસ્થાઓ શરૂ થાય છે. જેમ બાળકની સામે મીઠાઈ રાખી છે. બાળક મીઠાઈ જુએ છે, ખાવા માટે લલચાય છે અને ત્યારબાદ મીઠાઈને ગ્રહણ કરે છે. જો બાળકમાં પ્રેરણા જ ન હોય, ખાવાની ઈચ્છા જ ન હોય, તો મીઠાઈને કોણ ગ્રહે ? અર્થાત્ કોઈ ગ્રહી શકે જ નહીં. આ સ્થૂલ ઉદાહરણમાં સમજાય છે કે પ્રેરણા પછી જ ગ્રહણની ક્રિયા શરૂ થાય છે. માંડવામાં બેઠેલા વરરાજામાં સાંસારિક ભાવના હોય, ત્યારે જ કન્યાનો હાથ ગ્રહણ કરે છે. ગ્રહણની ક્રિયા પણ એક કર્મ છે. પ્રેરણા અને ગ્રહણ બંને કર્મનું રૂપ છે, માટે સિદ્ધિકાર પૂછે છે કે ચેતનની પ્રેરણા ન હોય, તો કર્મ કોણ ગ્રહણ કરે ? અર્થાત્ કર્યગ્રહણ જ ન કરે અને આ કર્યગ્રહણ કરવાની પ્રેરણા ફક્ત ચેતનમાં જ છે કારણકે ચેતન તે જ્ઞાનાત્મક તત્ત્વ છે. જ્ઞાન પદાર્થને જાણે છે, જુએ છે, તેના ગુણધર્મને વિચારે છે, તેમાં સુખદુઃખની કલ્પના કરે છે. આ બધા ભાવોના કારણે ચેતનના આંતરિક જગતમાં શુભાશુભ ભાવનું સંચાલન થાય છે. બધા મશીનો અને ભૌતિક સાધનો હાજર છે પરંતુ વીજળી ન હોય તો આ મશીનો ચાલતા નથી. વિધુતનો પ્રવાહ પંખાને સંચાલિત કરે છે, તે જ રીતે ચેતન જ્ઞાન અને શક્તિના આધારે સ્કૂરાયમાન પ્રેરણાને કે ઈચ્છાને પ્રવાહિત કરે છે અને કર્મનું યંત્ર ચાલુ થાય છે. મૂળમાં જો જીવની ચેતના ન હોય અથવા ચેતનની ક્રિયાશીલતા ન હોય, તો કર્મ થતાં નથી, માટે સિદ્ધિકાર, તર્ક આપે છે કે ચેતનની પ્રેરણા વિના કર્મ કોણ ગ્રહે ?
અહીં ગ્રાહ્ય, ગ્રાહક અને ગ્રહણ આ ત્રણ ભાવોની ઉપસ્થિતિ છે. ગ્રાહક ચેતન છે. ગ્રાહ્ય તે કર્મ છે અને ગ્રહણ તે ક્રિયા છે. આ ત્રણેય તત્ત્વોમાં ચેતનની સૂક્ષ્મ ક્રિયા કારણભૂત છે, તેને જ કવિરાજ પ્રેરણા કહે છે.
એક વિપરીત પ્રશ્ન : શું ચેતનની ગેરહાજરી હોય, ત્યાં આવો ગ્રાહક ગ્રાહ્ય ભાવ હોતો નથી ? ના, તેમ એકાંત નથી. લોહચુંબક જડ છે છતાં લોખંડને ગ્રહણ કરે છે. જડ પદાર્થો પણ પોતાને અનુકૂળ એવા બીજા પદાર્થોને ગ્રહણ કરે છે. પુદગલ જગતમાં પણ પોતાને અનુકૂળ એવા બીજા પદાર્થોનું ગ્રહણ થાય છે. પુદગલ જગતમાં પણ જ્યાં ચેતનની હાજરી નથી, ત્યાં પણ સૂક્ષ્મ સ્કંધો પરસ્પર એકબીજાને ગ્રહણ કરે છે. આ રીતે જોતાં જડ જગતમાં પણ ગ્રાહ્ય ગ્રાહકની વિશાળ ક્રિયા વૃષ્ટિગોચર થાય છે અને તે પણ વિશ્વનું કે પ્રકૃતિનું કર્મ છે, કાર્ય છે, તો અહીં ચેતન ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરે? તે સિદ્ધાંતને એકાંતે સ્વીકારી શકાય તેમ નથી, તેથી તેને ઊંડાણથી સમજવો રહ્યો.
યોગ્ય ઉત્તર : ઉપરમાં જે પ્રશ્ન ઉઠયો છે તે બરાબર છે અને જડ જગતમાં ક્રિયાત્મક કાર્ય સ્વતઃ થઈ રહ્યું છે, તે પણ હકીકત છે પરંતુ તે કાર્યોને કર્મસંજ્ઞા આપી શકાય તેમ નથી. કર્મનો અર્થ ફક્ત ક્રિયા જ નથી. કર્મમાં ફળ દેવાની શક્તિ છે અથવા કર્મમાં જે શુભાશુભ તત્ત્વની સ્થાપના થાય છે, તે જીવનાં પરિણામના આધારે થાય છે. જડ પદાર્થની થતી ક્રિયાઓ કે કર્મનો કોઈ નિશ્ચિત સૈદ્ધાંતિક વાહક નથી. તેમાં કડવાં મીઠાં ફળ દેવાની યોગ્યતા નથી. તેમજ તે કર્મનો કરનાર કોઈ ભાવપૂર્ણ ચેતન તત્વ ન હોવાથી તે કર્મ ખાલી ડબ્બા જેવું છે. તેમાં ભાવનો કોઈ રસ
AN(૨૪૨)ITICS
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS