________________
પરંતુ તેની પાછળ કોઈ ચેતનની પ્રેરણા હોવી જોઈએ. તેથી સૈદ્ધાંતિક રીતે અને દાર્શનિક ભાવે અહીં કહ્યું છે કે જડના સ્વભાવમાં પ્રેરણા નથી. જડમાં પ્રેરણા દેખાય તો તે ઉપરછલ્લી છે. જડના સ્વભાવથી નિષ્પન્ન થયેલી નથી કારણ કે જડના સ્વભાવમાં પ્રેરણા નથી. કોઈ માણસ તલવારથી કોઈનું માથું કાપે છે તો તલવાર માથું કાપે છે પણ તલવારમાં માથું કાપવાનો સ્વભાવ નથી અથવા તલવારના સ્વભાવમાં માથું કાપવાની વૃત્તિ નથી કે પ્રેરણા નથી. તલવાર માત્ર એક ઉપકરણ છે. ઉપકરણને પોતાનો એક અલગ સ્વભાવ છે પરંતુ તેના સ્વભાવમાં કોઈ પ્રેરણા નથી. આ રીતે શાસ્ત્રકાર સ્પષ્ટ કરવા માંગે છે કે જડતત્ત્વ ક્રિયાત્મક હોય તો પણ તેના સ્વભાવમાં કોઈ પ્રેરણા નથી. આ રીતે શાસ્ત્રકાર સ્પષ્ટ કરવા માંગે છે કે પ્રેરણા તે ચેતનનો ગુણ છે. ચેતનના ગુણના આધારે જ વિશેષ કર્મો નિર્માણ થાય છે અને તેમાં શુભાશુભત્ત્વ આવે છે. નદીનું પાણી વહે છે. પાણી પ્રવહણનું કર્મ કરે છે પરંતુ તેમાં શુભાશુભત્ત્વ નથી કારણકે પાણીનું કર્મ ફક્ત ક્રિયાત્મક છે, કર્મસંજ્ઞાને પ્રાપ્ત થતું નથી. આ બધા ઊંડા ભાવોની નાડી તપાસીને આપણા કૃપાળુ ગુરુદેવે અહીં સચોટ સિદ્ધાંતની સ્થાપના કરી કે ચેતનની પ્રેરણા વિના કર્મ કોણ ગ્રહણ કરે ? કોઈપણ પ્રેરણા ગ્રહણ કરી શકે, તેવો જડનો સ્વભાવ નથી. આમ શાસ્ત્રકારે સિધ્ધાંતનું વિધેયાત્મક અને નિષેધાત્મક રૂપે પ્રગટ કર્યું છે. પ્રથમ બે પદમાં વિધિરૂપ છે, જ્યારે ત્રીજા પદમાં નિષેધરૂપ છે.
હવે ચોથા પદમાં તેઓ આ સિદ્ધાંતને વિચારવા માટે અવકાશ આપે છે. સિદ્ધાંતને વાગોળવાની ભલામણ કરે છે અને કહે છે કે બધા પદાર્થોના ધર્મ એટલે તેના સ્વભાવનો વિચાર કરો. સ્વયં પોતાની બુદ્ધિથી વિચારો કે કર્મ કોણ ગ્રહી શકે? કઈ વસ્તુનો કેવો ધર્મ છે? તેનું કેવું ક્રિયાત્મક રૂપ છે ? તે સ્વયં વિચારી જુઓ. વિચારવાની શક્તિ, તે મનુષ્યને મળેલી પ્રકૃતિ જગતની અનુપમ ભેટ છે. આત્માની અલૌકિક શક્તિ છે. વિચારવાની શક્તિ તે વિશ્વને સમજવાનો અને તત્ત્વનો નિર્ણય કરવાનો પ્રબળ પાયો છે. પદાર્થ પદાર્થની જગ્યાએ છે પણ જો વિચારવાની શક્તિ ન હોય, તો જીવ તેના ગુણધર્મોથી વંચિત રહે છે. વિચારવાની શક્તિ શું છે? આવા વિચાર સ્વયં શું છે ? તે ઉપર આપણે થોડો પ્રકાશ નાંખશું.
વિચારશક્તિ ઃ જૈનદર્શન અનુસાર જ્ઞાનાત્મક પર્યાય મનોયોગ સુધી આવે છે, ત્યારે વિચારશક્તિ જાગૃત થાય છે. શાસ્ત્રમાં શબ્દ મળે છે કે સબ્સલ્વિા, વિંતિ, પત્થા, નવ મોપ અર્થાત્ અધ્યાત્મ ક્ષેત્રમાં જે અધ્યવ્યવસાય ઉત્પન્ન થયા છે, તે અધ્યવ્યસાય ચિંતન અને ઈચ્છાના ક્ષેત્રને પાર કરીને મનોગત અર્થાત્ મનોયોગ સુધી પહોંચે છે. મનોયોગ તે માનસિક ચિંતનનું સૂમ સાધન છે. જેમ કોઈ બેન સોયની અણીથી મોતી પરોવે છે, તો મોતી પરોવવાની ક્રિયામાં સોયની જે સૂક્ષ્મ અણી છે, તે ઉપકરણ છે, તે જ રીતે અધ્યવસાયને કે ઈચ્છાને પ્રવાહિત કરવા માટે, વિચારના ક્ષેત્રમાં મૂકવા માટે મનોયોગ તે સૂક્ષ્મ ઉપકરણ છે. અહીં બે ભાવોનું મિલન છે. વિચાર તે ક્ષયોપશમ ભાવ છે અને મનોયોગ તે ઉદયભાવ છે. ઉદયભાવના કારણથી જે સાધન મળ્યું છે, જીવ તે સાધનનો પોતાના ક્ષયોપશમ દ્વારા પ્રયોગ કરે છે, આ છે માનસિક ક્રિયા, જેને આપણે વિચારશક્તિ તરીકે ઓળખીએ છીએ. વિચાર તે એકલી જ્ઞાનાત્મક ક્રિયા નથી પરંતુ
SSSSSSSSSSSSSS
ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܐܐܫܕܥܠܠܠܠܠܠܠܠܠܠܠ