________________
અહીં પ્રેરણા અને અપ્રેરણા બંને વચ્ચેનો સૂમ ભેદ જાણવો જરૂરી છે. અપ્રેરણા તે જ્ઞાનાત્મક સ્કૂરણનો શાંતભાવ છે અર્થાત્ શાંત અવસ્થા છે. જ્યારે પ્રેરણા તે જીવની પ્રાથમિક ચંચળતા ઉત્પન્ન કરનારી ક્રિયા છે. આ ક્રિયા માટે કર્મના અન્ય ઉદયભાવ પણ જોડાય છે. દિવાસળી બાળ્યા પછી તેને કેરોસીન કે એવી કોઈ પણ સહયોગી સામગ્રી ન મળે, તો દિવાસળી પોતે સળગીને ત્યાં જ ઠરી જાય છે અથવા પોતાની મર્યાદામાં સીમિત રહે છે પરંતુ
જ્યારે સયોગી સામગ્રી મળે, ત્યારે જ ભડકો થાય છે. આપણે અહીં કહ્યું કે જ્ઞાનાત્મક સ્કૂરણની સાથે અન્ય ઉદયભાવી સામગ્રી સહયોગી બને, ત્યારે તે સ્કૂરણ પ્રેરણાનું રૂપ ધારણ કરે છે. આ છે જીવની આંતરિક ચેતનપ્રેરણા. . હવે આગળ વધીએ, જ્યારે પ્રાથમિક પ્રેરણાનું સૂક્ષ્મ રૂપ તૈયાર થાય, ત્યારે વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી શક્તિ પ્રેરણાને વધારે પ્રજ્વલિત કરવા નિમિત્ત બને છે અને તેના કારણે યોગોમાં સંચાલન થાય છે. આને આપણે યોગજનિત પ્રેરણા કહીશું. હકીકતમાં તો આંતરિક પ્રેરણા જ યોગોને સંચાલિત કરે છે. આંતરિક પ્રેરણા યોગોમાં ઉતરી આવી છે, તેથી યોગની જ સંપત્તિ બની જાય છે અર્થાત્ યોગ સાથે પ્રેરણા જોડાય છે અને પ્રેરણા સાથે યોગ જોડાય છે. '- 1 : : : : : : : - જે જીવો મનોયોગેવાળા છે તેમાં માનસિક પ્રેરણા ઉભવે છે. જે જીવો મનયોગવાળા નથી, વચનયોગવાળા છે, તેનાં વચનમાં પણ વચનયોગની પ્રેરણા આકાર પામે છે અને જે જીવો માત્ર કાયયોગવાળા છે, તેવા એકેન્દ્રિય જીવોની કાયામાં તે પ્રેરણા આકાર પામે છે. સંક્ષેપમાં એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના, જીવો છે, તેની કાયામાં રહેલી ઈન્દ્રિયો, પોતાના વિષયને અનુકૂળ પ્રેરણા ઉત્પન્ન કરે છે અર્થાત્ ઈન્દ્રિયો વિષય પ્રતિ પ્રેરાય છે અને ચેતનથી કે ચેતનની પ્રેરણાથી વિષયને ગ્રહણ કરે છે
' , ' . ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે “ધષ્ઠાય નચાવે વિષયાનુપસેવત્તે ' અર્થાત્ યોગોનું અવલંબન લઈને ઈન્દ્રિયોરૂપી ઉપકરણથી પ્રેરિત થયેલો જીવ વિષયોને ગ્રહણ કરે છે. આ રીતે જ્ઞાનચેતનાથી આરંભ થયેલી પ્રેરણા કર્મચેતનામાં વ્યાપ્ત થાય છે. આ પ્રેરણા બે પ્રકારની છે. (૧) સામાન્ય જીવને કર્મના ઉદયભાવને આધારિત થતી પ્રેરણા અને (૨) અન્ય વ્યક્તિના ઉપદેશથી કે આદેશથી અથવા કોઈ નિમિત્ત કારણથી થતી પ્રેરણા, તે પરપ્રેરિત છે, બહારનાં કારણોથી ઉદ્ભવેલી જે પ્રેરણા છે, તેને વ્યાકરણમાં કારક ક્રિયા કહેવાય છે. કોઈ માણસ ક્રિયા કરાવવા માટે પ્રેરણા આપે છે અને જીવાત્મા જ્યારે તેની આજ્ઞાને અવગ્રહે છે, ત્યારે તે આજ્ઞાને પોતાની પ્રેરણારૂપે પ્રગટ કરે છે. અને ' ; ; ;
" પ્રેરણાના બે પ્રકાર : આટલા ઊંડા વિચરણ પછી સમજાય છે કે ચેતન પ્રેરણા શું છે? જૈન પરિભાષામાં તેના સીધા બે ભેદ થાય છે. (૧) ભાવપ્રેરણા (ર) દ્રવ્યપ્રેરણા. અર્થાત્ સૂમપ્રેરણા અને શૂલપ્રેરણા. સૂમભાવ અને બાદરભાવ. જૈનપરિભાષામાં સ્થૂલભાવોને બાદરભાવ કહેવામાં આવે છે. તે રીતે પ્રેરણાના બંને સ્વરૂપ આપણે સ્વીકાર્યા. હવે જુઓ ! કર્મ
NB(૨૪૦SSSSSS