________________
ગાથા-૦૪
ઉપોદ્દાત : શાસ્ત્રકાર જે કથન કરવા માંગે છે, તેને અનુભવની દષ્ટિએ વિચારીને તત્ત્વનો નિર્ણય કરવાની વાત કરે છે. ગાથામાં “જુઓ વિચારી” એમ કહ્યું છે. કેટલાક ભાવો તર્ક સિધ્ધ હોય છે. જ્યારે કેટલુંક સત્ય વિચારપૂર્વક ધ્યાન આપવાથી સમજાય છે. વિચારીને નિર્ણય કરવો, તે જ્ઞાનવૃષ્ટિનું પરિચાયક છે. આ ગાથામાં જે કાંઈ નિર્ણય કરવાનો છે તે વિચારપૂર્વક શાનદૃષ્ટિથી કરવાનો છે. સર્વ પ્રથમ જીવાત્માનું અસ્તિત્વ માની લીધું છે, તો પ્રશ્ન ઊભો થાય છે કે જીવાત્માની જે ક્રિયા થાય છે, તેમાં શું જીવની કોઈ આંતરિક ગતિ-વિધિ હોય છે કે નહીં? શું કશું આંતરિક હલન ચલન ન હોય, તો શું જીવને લગતી ક્રિયા થવાનો સંભવ છે ? આ ગૂઢ પ્રશ્ન ઉપર જ આ ગાથાનું નિર્માણ છે અને તે બાબતમાં શાસ્ત્રકાર સ્વયં નિર્ણય કરનારને કહે છે કે તમારી બુદ્ધિને જ પૂછી જૂઓ કે આવી આંતરિક ક્રિયાશીલતા વિના કર્યગ્રહણની ક્રિયા શું થઈ શકે ? અને ઉત્તરમાં પૂછે છે કે શું વગર પ્રેરણાએ જડ પદાર્થ પોતાની મેળે હલનચલન કરી શકે? અથવા જીવને લગતી કોઈ ક્રિયા શું સ્વયં થાય? લેખક લેખનીથી લખી રહ્યો છે, તો શું જીવની કોઈપણ ક્રિયાશીલતા કે પ્રેરણા વિના લેખની પોતાની મેળે લખવા માંડે ? આ ગાથામાં આ બધા પ્રશ્નોના સમાધાન મેળવવા માટે સ્વયં નિર્ણય કરવાની સૂચના આપવામાં આવી છે અને જીવાત્મા સ્વયં કર્મને માટે જવાબદાર છે તેવું ઉન્બોધન કર્યું છે.
હોય ને ચેતન ધરણા કોણ રહે તો તે આ
જડવભાવ નહિ પરણા, જો વિચારી જમીકnી ગાથાના પ્રથમ પદમાં હોય ને ચેતન પ્રેરણા' લખ્યું છે, તો ચેતન પ્રેરણા શું છે તે સમજવા જેવું છે.
ચેતન પ્રેરણા : આ ચેતન પ્રેરણા શું છે ? શું એક શબ્દ કહેવા માત્રથી અથવા ચેતન પ્રેરણા કહેવા માત્રથી ચેતનની બાહ્ય-આત્યંતર બધી પ્રેરણાઓની અભિવ્યક્તિ થઈ જાય છે ? ચેતનપ્રેરણા તે ઘણો જ ગૂઢ પ્રશ્ન છે. ચેતન કહેતા જીવાત્મા. શરીરમાં નિવાસ કરતો એક જ્ઞાનાત્મક આત્મા છે. હવે જુઓ ! પ્રેરણા એટલે શું? જીવને આરંભથી લઈને અંત સુધી ઘણી જાતની ફૂરણાઓ થાય છે. જ્યારે જ્ઞાનનું ફૂરણ થાય, ત્યારે સાથે મોહાત્મક વાસનાનું પણ ફૂરણ થાય છે. સર્વ પ્રથમ જીવના આત્યંતર ક્ષેત્રમાં ઉદયમાન કર્મો ભિન્ન ભિન્ન પ્રકારના ભાવોનો સાથિયો પૂરે છે અને જ્ઞાનાત્મક સ્કૂરણાની સાથે અન્ય કર્મનો ઉદયભાવ જોડાય, ત્યારે તે પ્રેરણાનું રૂપ બને છે અર્થાત્ આત્મા પ્રેરિત થાય છે, જો બીજો ઉદયભાવ સાથે ન જોડાય તો . જ્ઞાનનું સ્કૂરણ નિર્મળ રહી જાય છે, પ્રેરણા બનતી નથી. પ્રેરણામાં આકાંક્ષા છે, ઈચ્છા છે કોઈ લિસા છે અને તેના આધારે જ જીવ પ્રેરિત થાય છે, માટે તેને ચેતન પ્રેરણા કહે છે. હકીકતમાં પ્રેરણાની સાથે અપ્રેરણા શું છે? તે ધ્યાનમાં રાખવાની જરૂર છે. જેમ ગાડીના ચાલકને એન્જિન સ્ટાર્ટ કરવાની જાણકારી જરૂરી છે, તેમ બ્રેકની પણ જાણકારી એટલી જ જરૂરી છે.
su\\(૨૩૯) MS