________________
પ્રથમથી જ પ્રગટ કર્યું છે અને જીવને અબંધ માની, કર્મનો કર્તા ન માની, કર્તૃત્વનો સર્વથા અભાવ છે, એમ બતાવીને કહે છે કે આ બધુ અગાઉથી તૈયાર જ છે તો મોક્ષના ઉપાય કરવાની શી જરૂર છે ? મોક્ષનો ઉપાય તો ત્યારે ઘટે છે કે જીવ જો કર્મથી બંધાયેલો હોય અને કર્મનો કર્તા હોય, તો જ મુકિતની વાત છે. જેના લગ્ન થયા નથી, તેના છૂટાછેડા કરવાની વાત અસ્થાને છે. આત્મા કર્મથી નિરાળો છે, તો મોક્ષના ઉપાય શા માટે ?
એટલે અહીં અંતિમ પદમાં સિદ્ધિકાર સ્વયં પ્રતિપક્ષના અભિપ્રાયને વ્યકત કરતાં કહે છે કે કર્મતણું કર્તાપણું અર્થાત્ કર્મનું કર્તૃત્વ લુપ્ત થઈ જાય છે. કર્મ સ્વતંત્ર છે અને કર્તા પણ સ્વતંત્ર છે. જેમ નદી કિનારે ઊભેલો માણસ એમ કહે કે હું પાણી વહાવી રહ્યો છું, તો તે મિથ્યાવાદ છે. પાણી પોતાની મેળે વહી રહ્યું છે. જોનારો સ્વતંત્ર છે. પાણીના પ્રવાહની ક્રિયા સાથે આ માણસને કાંઈ લેવા દેવા નથી. મિથ્યાભાવે તે કર્તા બને છે, તે જ રીતે અહીં પ્રતિપક્ષી કહે છે કે કર્મનો પ્રવાહ સ્વયં પ્રવાહિત છે, જીવને તેની સાથે કોઈ સંબંધ નથી, છતાં પરાણે તે કર્તા કેમ બની શકે? અસ્તુ.
આખી ગાથા ઉપર આપણે એક સળંગ દૃષ્ટિપાત કરીએ. ગાથામાં પાંચ અવલંબન અભિવ્યકત કર્યા છે. - (૧) મોક્ષ (૨) મોક્ષના ઉપાય (૩) તેના હેતુ (૪) કર્મ (૫) કર્તુત્વ
હકીકતમાં આ પાંચે અવલંબન આદરણીય છે. તેની એક માળા છે. આખી આ માળા અધ્યાત્મ સાધનાનો આધાર છે. જયારે તેના ઉપર શંકા કરી પ્રતિપક્ષ ઊભો કરી તર્કવિતર્ક કરી આ માળાને જો ખંડિત કરવામાં આવે, વ્યર્થ સાબિત કરવામાં આવે, તો મોક્ષમાર્ગના સોપાનની વિમાર્ગણાનો કશો અર્થ ન રહે.
આપણે ત્યાં મોક્ષની જે સ્થાપના થઈ છે, તે જીવની કર્મ અવસ્થાને લક્ષમાં રાખીને તથા તેના શુભાશુભ પરિણામોને જોઈ અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી છે. જો કે સિદ્ધિકાર સ્વયં આ વસ્તુને સ્પષ્ટ કરશે પરંતુ અત્યારે આ ગાથામાં મોક્ષ સાધનાના આધારભૂત કર્મનું જે કર્તુત્વ છે, તેનો શંકા રૂપે વિરોધી સૂર પ્રગટ કર્યો છે. જુઓ, હવે આ માળા આ રીતે તૂટે છે. કર્તુત્વ-ક્રિયાશકિત એ જીવનો પોતાનો ગુણ છે. કર્મનું કર્તુત્વ જીવમાં નથી. જીવ જો કર્મનો કર્તા નથી તો કર્મ પણ જીવના નથી. અર્થાત્ કર્મ હોય તો ભલે હોય પણ તે જીવની સંપતિ નથી અને જીવ જો કર્મનો કર્તા ન હોય, તો જીવને અલગ કરવાનો કોઈ હેતુ નથી. અર્થાત્ તેનાથી કોઈ ફળ મળે તેમ નથી અને જો હેતુ નથી, તો ઉપાય શા માટે ? કોઈ કલાકારને કાષ્ટમાંથી ગણેશજીની મૂર્તિ કરવી હોય, તો ગણેશજીને બનાવવાનો તેનો હેતુ હોય, તો જ તે કલાકાર ઉપાય કરે, કારગિરી કરે, હથિયારનો પ્રયોગ કરે, પરંતુ જો તેને મૂર્તિ ન જ કરવી હોય, તો તે ઉપાય શા માટે કરે ? તેમ જીવને મોક્ષ મળવાનો નથી, તેનાથી સુખ મળવાનો કોઈ હેતુ નથી, તો ઉપાય શા કરે ? અને જીવ સ્વયં અબંધ છે, તો મોક્ષ ક્યાંથી થાય ? આમ આ આખી માળા ધર્મની આવશ્યકતા નથી, તે ભીત્તિ પર અંકિત કરવામાં આવી છે અને સિદ્ધિકાર કહે છે કે ઉપરના કોઈ તત્ત્વો ન હોય, તો કર્મનું પણ કર્તાપણું ટકે જ ક્યાંથી ? “કાં નહીં જાય, કાં નહીં જાય ?” એમ બે વખત કહ્યું છે.
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\૨૨૬)SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS