________________
બે વખત કહેવાનો ભાવ શું છે? પ્રથમ વાર પ્રયુકત “કાં નહીં જાય તેનો મતલબ છે કે જીવ અબંધ છે, તો મોક્ષ નથી. તો કર્તાપણું કેમ ન જાય? અને બીજી વખતે કાં ન જાય ? કહ્યું છે, તેનો અર્થ કર્તુત્વનો નિષેધ કરે છે. મોક્ષનો ઉપાય નથી, તેથી પણ કર્તુત્વ ટકી શકતું નથી અને કર્મ સ્વતંત્ર છે તેથી પણ કર્તુત્વ ટકી શકતું નથી માટે ભારપૂર્વક પ્રતિપક્ષીની શંકાને વ્યકત કરી છે. અસ્તુ.
“કાં નહીં જાય' એ એક પ્રકાર ગુજરાતી ભાષાનો ભંગ છે અર્થાત્ ભલેને કર્તાપણું ન જાય, તો પણ મોક્ષના ઉપાયની જરૂર નથી. ચાલુ ભાષામાં જૂની ઢબમાં બોલાતું કે “કાં નહીં જાય' તેનો અર્થ ભલે ને ન જાય પણ તેને કાંઈ મળવાનું નથી. આ રીતે વ્યંગભાવે વિધિ ક્રિયાને નકારાત્મક ભાવે બોલવાની પ્રથા છે.
અલગ અલગ દ્રષ્ટિએ આપણે આ ગાથાના બધા અવલંબનને તપાસ્યા. હવે એક જ વસ્તુને સ્પષ્ટ કરીને આ ગાથાનું સમાપન કરીશું.
સિદ્ધિકારે અહીં આ પ્રતિપક્ષ આખો શંકારૂપે વ્યકત કર્યો છે, તેનું મૂળ કારણ શું છે ? ખરેખર, શું કોઈ આવો પ્રતિપક્ષ અસ્તિત્વ ધરાવે છે ? શું આ જાતનો વિવાદ સાધનાના ક્ષેત્રમાં પ્રસિદ્ધ છે ? અથવા તેવી માન્યતાને આધારે બીજા કોઈ સંપ્રદાયો હકીકતમાં ઘટિત થયેલા છે ? અને ખરેખર જો કોઈ આવો વાદ-વિવાદ, સમાજ કે સંપ્રદાય અસ્તિત્વમાં છે કે હોય, તો તેના પણ શું કારણ છે ? કોઈ પણ જીવ વિવાદની આ ભૂમિકાનો કયારે સ્પર્શ કરે છે ? અને મોક્ષ અને મોક્ષના ઉપાયોથી કયારે દૂર ભાગે છે ? કે જેના આધારે આ ૭૩ મી ગાથાની શંકાઓ પ્રદર્શિત થઈ છે તેવા અનેક પ્રશ્નો થાય છે.
(૧) ક્ષણિકવાદ અથવા શૂન્યવાદ મોક્ષને માનતા નથી. મોક્ષને માને છે, તો આત્માનો સર્વથા નાશ થઈ જાય અને કાંઈપણ શેષ ન રહે, તેવો શૂન્યરૂપ મોક્ષ માને છે. મોક્ષનો પ્રતિપક્ષી ક્ષણિકવાદ અને તેનું દર્શન અસ્તિત્વ ધરાવે છે અને તેના આધારે સંપ્રદાય પણ ચાલે છે.
(૨) જે લોકો મોક્ષને માને છે, તો તેના ઉપાય પણ ઘણા હિંસક, પરિગ્રહયુક્ત, અનર્થકારી ઉપાય હોય છે. જેમ બલિદાન જેવી પ્રથાઓ પણ અસ્તિત્વ ધરાવે છે અને અજ્ઞાનયુક્ત ધૂળ ઉપાયોથી મોક્ષની સાધના ચાલતી હોય છે. ભારતમાં આવો ધૂમમાર્ગ અસ્તિત્વમાં છે, જેને અવધૂત માર્ગ પણ કહી શકાય છે. આ માર્ગની સાધનામાં ચારિત્રની હીનતાના જ ઉપાયો હોય છે. તે માર્ગમાં મધપાન અને કામવાસનાઓને ઉપાય તરીકે સ્વીકારેલી હોય છે.
(૩) મોક્ષના નામે, સાધનાના નામે મોટા મોટા પ્રલોભનો આપવામાં આવે છે. સંપત્તિ અને સત્તા પ્રગટ થાય, તેવા હેતુ પ્રગટ કરવામાં આવે છે. દુશ્મનોને નાશ કરવાના, તેને પરાસ્ત કરવાના હેતુઓ પ્રદર્શિત કર્યા હોય છે.
(૪) જીવ જે કાંઈ પાપ કર્મ કરે છે. તે કર્મનો કર્તા જીવ નથી. તેમ કહી તે અત્યાચાર ભરેલા કર્મોને જારી રાખવાની પ્રેરણા આપે છે. કર્મના શુભાશુભત્વનો કોઈ નિર્ણય નથી, આ રીતે
SINS.(૨૩૭) SS