________________
મોક્ષના ઉપાયનો પરિહાર કરે છે અને મોક્ષના ઉપાય બધા અનાવશ્યક છે, તેમાં પ્રથમ પદમાં ઘોષણા કરે છે, એ જ રીતે બીજા પદમાં એ જ વાતની પૂર્તિ કરી છે અથતું ઉપાયના પણ કારણોની જરૂર નથી. ગાથામાં હેતુ' શબ્દ મૂકયો છે. હેતુ એટલે સાધન અને હેતુ એટલે કારણ. આમ “હેતુ” શબ્દ કારણવાચી પણ છે અને સાધનવાચી પણ છે. અનુમાન પ્રમાણમાં હેતુ’ તે અનુમાનનું મુખ્ય અંગ છે. આ પદમાં હેતુ શબ્દ સામાન્યભાવે વપરાયો છે, માટે મોક્ષના જે ઉપાય છે, તે ઉપાય પણ કોઈ લક્ષવેધી હોવા જોઈએ. એક તરફ મોક્ષ છે અને બીજી તરફ તેના સાધન રૂપ ઉપાય છે. આ ઉપાય અને ઉપાદેય બંનેની વચ્ચે વ્યકિતનું કોઈ પ્રયોજન હોય છે, જો મુકિત સુખરૂપ છે, તે તે માટે પ્રયત્ન કરવો, તે પણ એટલો જ જરૂરી છે. મોક્ષમાં જે સુખપ્રાપ્તિ છે, તે જ મુખ્ય હેતુ છે.
- સુખપ્રાપ્તિ માટે સુખપ્રાપ્તિ રૂપ હેતુથી અર્થાત્ પ્રયોજનથી જીવ ઉપાય કરવા માટે પ્રેરિત થાય છે. મોક્ષ અને તેના ઉપાય, બંનેની વચ્ચે હેતુ મુખ્ય છે. જેમ ભોજન અને ભોજન કર્તાની વચ્ચે ભૂખની ઉપશાંતિ તે મુખ્ય હેતુ છે. જો ભૂખની ઉપશાંતિ ન હોય અથવા ભોજનથી તે ઉપશાંતિ થતી ન હોય, તો ભોજન રૂપ ઉપાય વ્યર્થ છે. ટૂંકમાં આ સાધારણ ઉદાહરણથી એ સમજી શકાય છે કે હેતુ એટલે શું? અહીં હેતુ એટલે સુખપ્રાપ્તિનું લક્ષ. જો મોક્ષ નથી, તો તેના ઉપાય કરવાનો કોઈ હેતુ નથી અર્થાત્ તેનું કોઈ પ્રયોજન નથી. તેમાં કોઈ સ્વાર્થ નથી, શાંતિ મળવાનો કોઈ અવકાશ નથી અને હેતુ સિદ્ધ ન થાય, તો મોક્ષ અને હેતુ, બંને વ્યર્થ છે. - આ બંને પદમાં મોક્ષ, ઉપાય અને હેતુ, તેની ત્રિવેણીનો સંગમ દ્રષ્ટિગોચર થાય છે. મોક્ષ છે, તો ઉપાય છે અને ઉપાય છે તો તેનો હેતુ સિદ્ધ થાય છે. મોક્ષ નથી, તો તેના ઉપાય પણ વ્યર્થ છે અને તે ઉપાયથી કોઈ હેતુ પણ સરતો નથી. આમ અનુકળ અને પ્રતિકૂળ, સકારાત્મક અને નકારાત્મક, આ ત્રિવેણીનું અહીં દર્શન કરાવ્યું છે. પ્રતિપક્ષી નકારાત્મક ત્રિવેણીનો સ્વીકાર કરી સીધો પ્રહાર કરે છે કે આ ઉપાય વ્યર્થ છે, તો કર્મનું કર્તાપણું પણ સ્વીકારવા યોગ્ય નથી, અને કર્મનું કર્તાપણું કેમ ન જાય? “કાં નહીં જાય' એ ગુજરાતી ભાષાનો પ્રયોગ છે. ગાથાનો ઝૂકાવ કર્મ અને કર્તાની કડી તોડવાનો છે. પ્રતિપક્ષી ચાહે છે કે કર્તા-કર્મની કડી તૂટે, તો મોલ અને તેના ઉપાયની બધી પ્રપંચજાળ અનાવશ્યક બની જાય. મોક્ષના ઉપાય માટે કોઈ સચોટ હેતુ પણ જણાતો નથી. મૂળમાં આધ્યાત્મિક શાસ્ત્રો જીવાત્માને કર્મથી છૂટા પાડવાની વાત કરે છે. સરવાળે તો જીવ કર્મનો કર્તા ન બને અને કર્મ કરવાનું બંધ થાય, કર્મથી વિખૂટો થાય, ત્યારે જ તે મુકિતના માર્ગે જઈ શકે છે.
અહીં ખાસ સમજવાની વાત એ છે કે જીવ કર્મનો કર્તા ન બને, તે જ સાધનાનું લક્ષ છે. પરંતુ જો જીવ કર્મનો કર્તા હોય, તો જ કર્મથી વિખૂટા પડવાનો પુસ્વાર્થ રહે. જયારે પ્રતિપક્ષીઓ એમ કહે કે જીવ કર્મનો કર્તા જ નથી. તે કર્મથી વિખૂટો જ છે, તો હવે કર્મથી છૂટા પડવાનો કોઈ પણ પુસ્નાર્થ બિનજરૂરી છે. રસપ્રદ વાત તો એ છે કે આપણું પણ લક્ષ તો એ જ છે કે જીવ કર્મનો કર્તા ન બને, જયારે પ્રતિપક્ષી એમ કહે છે કે જીવ તો છૂટો જ છે, માટે આ તમારું લક્ષ તો સ્વયં સિદ્ધ છે. કેવી મજાની વાત છે? જે આપણે ઈચ્છીએ છીએ, તેનું ગણિત પ્રતિપક્ષીએ
(૨૩૫) INS
SSSSSSSSSSS
SSSSSSSS