________________
જીવને તેમાં વચમાં લાવવાની જરૂર નથી. જીવ તો બાપડો એક કીડી જેવો છે. તે આવું વિરાટ કામ કયાંથી કરી શકે ? જે થાય છે તે ઈશ્વરની પ્રેરણાથી થાય છે.
ઈશ્વર પ્રેરણા એટલે શું ? : ભારતમાં જેટલા ઈશ્વરવાદી દર્શનો છે, તે દર્શનોએ ભિન્ન-ભિન્ન રૂપે ઈશ્વરની સ્થાપના કરી છે. ઈશ્વર વિષે થોડું સમજી લેવાથી કે તેનો ઈતિહાસ જાણી લેવાથી ઈશ્વરની પ્રેરણા પણ સમજી શકાશે.
ભારતના મૂળભૂત પ્રાચીન ગ્રંથો વેદમાં કે અન્યત્ર કયાંય પણ ઈશ્વરનો ઉલ્લેખ નથી. બધા વેદગ્રંથો, મંત્રશકિત અને કર્મશકિત તથા પદાર્થની શકિતને માનીને અદ્ગશ્ય એવી દિવ્યશકિતનો આભાસ આપે છે પરંતુ વેદકાળ પછીના ગ્રંથોમાં ઈશ્વરનો ઉદ્ભવ થયો છે અને સર્વમાન્ય મહાશકિત રૂપે મહાત્માઓએ ઈશ્વરનું સ્વરૂપ નિશ્ચિત કરી, ઈશ્વરની સ્થાપના કરી, વિશ્વતંત્રના સંચાલક તરીકે અનાદિ અનંત એવા બ્રહ્મ સ્વરૂપ વિશ્વપૂજય ઈશ્વરને માન્યા છે, તેમજ તેની ભકિત કરીને જીવ મુકત થઈ શકે છે, એવો સિદ્ધાંત અભિવ્યકત કર્યો છે. - તત્ત્વદર્શનમાં ઈશ્વરની મીમાસાં કરતાં કેટલાક ઈશ્વરવાદી દર્શન ભગવાનને નિમિત્ત કારણ માને છે, જ્યારે બીજા કેટલાક દર્શનો ઈશ્વરને વિશ્વનું ઉપાદાન કારણ માને છે અને બીજી વ્યાખ્યા પ્રમાણે કણકણમાં અણુ અણુમાં ઈશ્વર બિરાજમાન છે, તે રીતે ઈશ્વરદર્શન કરે છે. પરંતુ મહાશકિત રૂપે જે કેન્દ્રમાંથી ઈશ્વરની ઈચ્છા પ્રવાહિત થાય છે, તદ્ અનુસાર વિશ્વનું પરિવર્તન થતું રહે છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ ત્રણેય મહાક્રિયાઓ ઈશ્વરની પ્રેરણાથી ચાલતી રહે છે. ઈશ્વરપ્રેરણા એટલે જ્ઞાનાત્મક સંકલ્પ. જે પ્રચંડ અને અડોલ એવો સંકલ્પ છે, તે ઈશ્વરપ્રેરણા છે. ઈશ્વર જેટલા મહાન છે, તેટલી જ તેની પ્રેરણા પ્રબળ છે. સૂર્ય જેમ તેજસ્વી છે, તેમ તેના કિરણો પણ તેટલા જ તેજસ્વી છે. એક રીતે ઈશ્વર પ્રેરણા રૂપે સમસ્ત વિશ્વનો સ્પર્શ કરે છે. મનુષ્યના મનને પણ ઉત્કાંતિ તરફ લઈ જનાર આ ઈશ્વર પ્રેરણા જ છે. જેટલા મોટા શકિતશાળી ગ્રહ કે કેન્દ્રો છે, તે પણ ઈશ્વર પ્રેરણાના મોટા ધામ છે. તેમાં સૂર્યને પણ ઈશ્વરનો પ્રતિનિધિ માનવામાં આવે છે અને તે પોતાના કિરણો રૂપ પ્રેરણાથી જગતને જગાડે છે, સપ્રેરિત કરે છે. પ્રાચીન ગાયત્રી મંત્રમાં પણ આ ભાવ સ્પષ્ટ રૂપે પ્રગટ કર્યો છે.. અસ્તુ.
ઉપરના વિવરણથી સમજી શકાય કે ઈશ્વર પ્રેરણા શું છે? સિદ્ધિકારે પ્રકૃતિને જવાબદાર માની અથવા ઈશ્વર પ્રેરણાને જવાબદાર માની, બંને રીતે શંકાનો ઉદ્ભવ કર્યો છે અને શંકાકારની શંકાને સ્પષ્ટ કરી છે. આ પદ પણ નાનું સૂનું નથી. ઈશ્વર પ્રેરણા શબ્દ દાર્શનિક જગતના ઊંડા સાગરમાં ડૂબકી મારવાની પ્રેરણા આપે છે. આ રીતે શંકાકારનો આ ત્રીજો ખંડ પણ શંકાની દ્રષ્ટિએ ઘણો જ મહત્ત્વનો બની રહે છે. શંકાકાર અહીં ઈશ્વરનો આધાર લઈ પુનઃ જીવને સાચી કિર્તવ્ય પ્રણાલીથી મુકત રાખવાની વકીલાત કરે છે. શંકાકારે જે કાંઈ શંકાઓ કરી છે અને ઉપર પ્રમાણે જે તર્ક આપ્યો છે, તે તર્કના આધારે એમ કહે છે કે જીવ તો સર્વથા અબંધ છે, જીવનું અબંધકત્વ તે જ શંકાકારનું મુખ્ય લક્ષ છે. આ અબંધ ભાવને સિદ્ધ કરવા માટે જ બધા તર્કો આપ્યા હતા. જીવને અબંધ માનવાનું ધ્યેય એ છે કે જીવ જો અબંધ હોય, તો તેને પાપ- પુણ્ય કે બીજા કોઈ પણ સારા-નરસા કર્મો સાથે શું લેવા દેવા છે ? જે કાંઈ થાય છે, તે પાણીમાં પરપોટા
LLLLSLLLLLS(૨૩૦) પપપપપપપપપ
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSS