________________
કુઠારાઘાત કરવા જેવું છે. અહીં શંકાકારના પક્ષમાં સિદ્ધિકારે જે “અસંગ' શબ્દ મૂકયો છે, તે આ રીતે મૂક્યો છે અથવા “અસંગ' નો મિથ્યા અર્થ પ્રગટ કરનારી આ શંકા છે.
કરે પ્રકૃતિ બંધ : શંકાકાર સામે પુનઃ પ્રશ્ન ઊભો જ છે કે જો જીવ અસંગ છે અને કર્મનો કર્તા નથી અથવા બંધનો કર્તા નથી, તો કર્મબંધ કરનાર કોણ છે ? ત્યારે શંકાકાર બીજા સ્ટેજમાં પોતાની શંકાને મજબૂત કરતા એમ કહે છે કે જે કાંઈ બંધ થાય છે કે ક્રિયા થાય છે, કર્મ થાય છે, તેનો આધાર પ્રકૃતિ છે. પ્રકૃતિનો અર્થ સ્વભાવ પણ છે અને નેચર એટલે કુદરત પણ છે. વિશ્વમાં ફેલાયેલા દ્રવ્યોનો કે પદાર્થોનો સમૂહ છે, તે પણ પ્રકૃતિ ગણાય છે અને દરેક પદાર્થમાં જે કાંઈ ગુણધર્મ છે, તે પણ પદાર્થની પ્રકૃતિ ગણાય છે. આમ પ્રકૃતિ શબ્દ પણ વ્યાપક અર્થનો ધોતક છે. પ્રકૃતિ સર્વત્ર વ્યાપક છે. શંકાકાર એમ કહેવા માગે છે કે કર્મ બંધાવા કે બંધ થવો, તે તેની પ્રકૃતિ છે અથવા પ્રાકૃતિક રીતે સ્વતઃ બંધ થયા કરે છે. જેમ જમીનમાં સ્વતઃ ઘાસ ઉગ્યા કરે છે. આકાશમાં વાદળો ઘેરાયા કરે છે, મરેલા જાનવરોના કલેવરો સ્વયં સડવા લાગે છે, આ બધી પ્રાકૃતિક ક્રિયાઓ છે, તે જ રીતે કેટલીક ઉજળી ક્રિયાઓ પણ પ્રાકૃતિક ઢંગથી થતી હોય છે. ફળોમાં મીઠાસ થાય છે, ફૂલોમાં સુગંધ થાય છે, અગ્નિ સ્વયં ઉષ્ણતા આપે છે, તે જ રીતે કર્મબંધ પણ સ્વતઃ પ્રાકૃતિક રૂપે થયા કરે છે. એટલે બીજી શંકામાં કહ્યું છે કે “કરે પ્રકૃતિ બંધ', બંધ થવામાં જીવને કાંઈ લેવા-દેવા નથી. કર્મબંધમાં જીવને વચ્ચે લાવવાની જરૂર નથી. પ્રાકૃતિક રીતે કર્મશ્રેણી બંધાય છે અને વિખાય છે. તેમાં જીવ શું કરી શકે ? શંકાકાર જીવને સર્વથા પાપ-પુણ્યની ક્રિયાથી મુકત રાખી જાણે ધર્મ ઉપાસનાનો લોપ કરી રહ્યા છે. સિદ્ધિકારે બહુ થોડા શબ્દોમાં શંકા રૂપે એક વિશાળ દાર્શનિક સિદ્ધાંતને પ્રગટ કર્યો છે. “કરે પ્રકૃતિ બંધએ નાનું સુનું વાકય નથી. તેનું પૂર્ણ વિવેચન કરીએ, તો આખો ગ્રંથ રચાય પરંતુ અહીં સંક્ષેપમાં આ વાકયની અભિવ્યકિતનો આભાસ આપ્યો છે અને શંકાકાર શા માટે પ્રકૃતિને કર્તા માને છે તેના આંતરિક કારણોનો પણ ઉલ્લેખ કર્યો છે.
માનો કે કોઈ મન ભાવે શંકાકારની આ શંકા સ્વીકારવા તૈયાર નથી તેમજ શંકા સાંભળનારને જાણે સમાધાન મળ્યું નથી, તે રીતે તે શ્રોતા નિરૂત્તર રહેવાથી શંકાકાર હજી આગળ વધીને પુનઃ એ જ વાતને અન્યથા ઘટિત કરવા માંગે છે. શંકાકારની સામે મૌન પ્રશ્ન એ છે કે પ્રાકૃતિક રીતે આવો બંધ શામાટે થાય? કર્તાની ઈચ્છા વિના બધા કાર્યો સંપન્ન થતા નથી. આખું વિશ્વ ક્રિયમાણ કોઈ એક મહાસત્તાને આધીન છે અને તેની ઈચ્છા વગર કે તેના હસ્તક્ષેપ વિના પ્રકૃતિ પણ બંધ કરી ન શકે, તો “કરે પ્રકૃતિ બંધ” એ શંકા વ્યર્થ છે. સ્વતઃ શંકાકારે જાણે આ પ્રશ્નોનો અનુભવ કરે છે, તે રીતે પુનઃ ત્રીજા પદમાં એમ કહેવા માંગે છે કે પ્રકૃતિ બંધ ન કરે તો ન કરે પરંતુ તે માટે જીવને જવાબદાર ગણવો નહીં પરંતુ આ બધી ક્રિયા ઈશ્વર કરે છે, તેમ માનવું, જે મહાશકિત છે, તે ઈશ્વર છે. બધુ ઈશ્વરની ઈચ્છાને આધીન છે, એટલે અહીં સિદ્ધિકારે આ શંકાને ત્રીજી ભૂમિકામાં વ્યકત કરી છે કે 'અથવા ઈશ્વર પ્રેરણા' અર્થાત્ ઈશ્વરની પ્રેરણાથી, ઈશ્વરથી ઈચ્છાથી બધી ક્રિયાઓ થાય છે. તેમ કર્મબંધ પણ ઈશ્વરની ઈચ્છાથી થાય છે. જ્યાં સુધી ઈશ્વર છે, ત્યાં સુધી સદાને માટે ઈશ્વર પ્રેરણાથી આ કર્મલીલા ચાલતી રહેવાની છે, માટે
NSS(૨૨૯)\\