________________
ઉદ્ભવે અને શમી જાય, તેમ આ બધા કર્મો પણ ઉદ્ભવીને શમી જાય છે. જીવ તેમાં કારણભૂત નથી અને જીવ જો કારણભૂત ન હોય, તો તેને સ્વર્ગ કે નરક જેવા સારા નરસા ફળ પણ મળતા નથી. જીવને સજા ભોગવવી પડતી નથી. આ રીતે અબંધભાવમાં પરોક્ષ રીતે નાસ્તિકભાવ સમાયેલો છે.
સિદ્ધિકાર સ્વયં અબંધભાવ માનવાના દુષ્ટ પરિણામોની વ્યાખ્યા ૭૩ મી ગાથામાં કરવાના છે. અસ્તુ. - અહીં આપણે એટલું જ કહેવાનું છે કે આ અબંધ ભાવ વ્યવહારદશામાં ઘટિત થતો નથી. પરંતુ સ્વાધ્યાયકર્તાએ ખાસ ધ્યાન રાખવાનું છે કે હકીકતમાં નિશ્ચયવૃષ્ટિએ જીવ અબંધક છે. જીવમાં કર્મબંધ કરવાનો કોઈ સ્વતંત્ર સૈકાલિક પોતાનો ગુણ નથી. જ્યારે કર્મદશા સમાપ્ત થશે, ત્યારે આત્મા સર્વ પ્રકારે અબંધ બની જશે. અબંધભાવ તે સાધનાનું મુખ્ય લક્ષ છે. અહીં સિદ્ધિકારે જે અબંધ ભાવનો નિષેધ કર્યો છે અને શંકાકારના મુખથી બંધભાવનો પરિહાર કર્યો છે, તે વ્યવહારદશાનું આખ્યાન છે. જીવ જ્યાં સુધી વ્યવહારમાં છે, ત્યાં સુધી તેને અબંધ માની ન શકાય. કર્મ બાંધ્યા છે, તો બધી શુભાશુભ લીલા ચાલુ છે. વ્યવહારદશામાં જીવ અબંધ હોય, તો બીજ વગરના રોપા કયાંથી ઉગે ? અને પાણી વગરનો બરફ શેનો બને ? વIRળ અનુપસ્થિતે તિ
થે વાર્થ સંમત : ? અર્થાત્ કારણની ગેરહાજરીમાં કાર્ય સંપાદન કેવી રીતે થઈ શકે ? લોટ વગર રોટલી ક્યાંથી બને ? તેમ જીવમાં જો કોઈ પ્રકારના બંધ ભાવ ન હોય અને કર્મના બીજ ન વાવ્યા હોય, તો આ શુભાશુભ લતાઓ કયાંથી પાંગરે? માટે વ્યવહારદશામાં જીવ અબંધ નથી, બંધયુક્ત છે, તેમ માનવું રહ્યું. શુદ્ધદશામાં જીવ અબંધ થશે. તેનું સ્વરૂપ અબંધ છે પરંતુ અત્યારે અબંધ નથી. (૧) જીવ આદિ કાળથી બંધયુકત છે. (૨) વર્તમાનકાળે જન્મ મૃત્યુ થતાં હોવાથી બંધયુકત છે. (૩) ભવિષ્યમાં કર્મ ક્ષય ન થાય, ત્યાં સુધી બંધ દશા રહેશે.
આ રીતે જીવ અબંધ દશા અર્થાત્ મુકતદશા પ્રગટ થઈ નથી, ત્યાં સુધી જીવ સૈકાલિક બંધયુકત છે. જ્યારે મુકતદશા પ્રગટ થશે, ત્યારે ભવિષ્યમાં અબંધદશા થશે. ભૂતકાળમાં બંધ રહિત ન હતો. વર્તમાન કાળે પણ બંધ રહિત નથી. ભવિષ્યકાળ પણ કર્મ ક્ષય થાય, ત્યારે જ અબંધ દશા પ્રગટ થશે, માટે આ ચોથા પદમાં શંકાકારે જીવને જે અબંધ ઠરાવ્યો છે તે અબંધ ભાવ સિદ્ધ થઈ શકે તેમ નથી પરંતુ શંકાકારે પ્રકૃતિ અથવા ઈશ્વરને કારણભૂત માની જીવને અબંધ કહયો છે. ચોથા પદનું તાત્પર્ય જ્ઞાનપૂર્વક સમજવું જરૂરી છે.
બંધની પ્રક્રિયા : બંધ શું છે? તેના ઉપર થોડો વિચાર કરીએ. બંધ એક પ્રકારનો અલૌકિક સબંધ છે. જે દ્રષ્ટિગત થઈ શકતો નથી. સ્થૂલ રીતે બંધ જોઈ શકાતો નથી. બંધ એક પ્રકારની પ્રક્રિયા છે. જેમ માટીમાં સોનું પ્રગટ થાય છે. અહીં પ્રશ્ન થશે કે માટી અને સોનાનો સંબંધ કયારે થયો? આનો ઉત્તર ઘણો સૂક્ષ્મ છે. જડ પદાર્થમાં પણ એક આવી સૂક્ષ્મ પ્રક્રિયા છે કે પરસ્પરના
\\\\\$\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\(૨૩૧)\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\