________________
5
પણ વસ્તુનો કયારેય પણ નાશ થતો નથી, તે સાહસ ભરેલું કથન છે પરંતુ આપણા સિદ્ધિકાર તો જાગૃત આત્મા છે, એટલે તેઓએ પદમાં કેવળ' શબ્દ મૂકીને એમ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ વસ્તુનો સમૂળો એકાંત નાશ થતો નથી. આ કેવળ' શબ્દ મૂકીને અનેકાંતવાદનો આશ્રય લઈ પદાર્થની નિત્યતાનું કથન કર્યું છે. કેવળ' અર્થાત્ પૂરેપૂરો નાશ થતો નથી, તેનો અર્થ એ છે કે નાશ તો થાય જ છે પરંતુ પૂરો નાશ થતો નથી. પર્યાયનો નાશ થાય છે. કૂતરાનો આત્મા શાશ્વત છે, એ જ રીતે તેના દેહના પુગલ પરમાણુ પણ શાશ્વત છે. એટલે કેવળ કૂતરાનો નાશ થયો નથી, પૂરેપૂરો નાશ થયો નથી. નાશની સાથે અવિનાશ જોડાયેલો છે. આ છે અનેકાંતવાદનું રહસ્ય !
ચાલુ ભજનોમાં પણ ભાઈઓ બહેનો ગાય છે કે “રજકણ તારા રખડશે, જેમ રખડતી રેત’ અર્થાત્ મનુષ્યના મૃત્યુ પછી પણ તેના શરીરના પુદ્ગલો રજકણ રૂપે અસ્તિત્વ ધરાવે છે, તેનો સર્વથા નાશ થતો નથી.
* “કેવળ હોય ન નાશ' તેનો બીજો એ પણ ભાવ છે કે સંસારમાં કેવળ નાશ ન થવાની જ ક્રિયા નથી, નાશ પણ થાય છે અર્થાત્ નાશ એકલો નથી. નાશ અને અવિનાશ એ બંનેની જોડી છે. દ્રવ્ય અને પર્યાય એક સાથે જોડાયેલા છે, માટે કવિરાજ કહે છે કે કેવળ હોય ન નાશ’ નાશની સાથે અખંડતા જોડાયેલી છે અને બાહાભાવે નાશની કિયા પણ પ્રવાહિત હોય છે. આ નિત્યપણું અને અનિત્યપણું એક અલૌકિક ઢંગથી જોડાયેલા છે. વિનાશની લીલા સાથે અવિનાશી દ્રવ્યો શાશ્વત સ્થિતિમાં ટકી રહે છે. ઘડો ફૂટે છે, એટલે ઠીકરા બની રહે છે. ઠીકરા તૂટી જાય, તો માટી બની રહે છે અને છેવટે આ પરમાણુઓ સ્વરૂપે અનંતકાળ સુધી ટકી રહે, તેવી ક્ષમતા ધરાવે છે. અનાદિકાળથી બધા પરમાણુઓ અસ્તિત્વમાં હતા. વર્તમાનકાળે નાના મોટા રૂપો ધારણ કરી પ્રગટ થયા, એક રીતે આ માયાવી રૂપ છે, પુનઃ ભવિષ્યકાળમાં પણ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાના છે, માટે માથામાં કહ્યું છે કે “કેવળ હોય ન નાશ' ફકત નાશ જ થતો નથી પરંતુ વસ્તુના આકાર કે રૂપ રંગનો કે કોઈ વર્તમાન પર્યાયનો પલટો થાય છે, પદાર્થ પોતાનું અખંડ સ્વરૂપ જાળવી રાખે છે. આ સિદ્ધાંત કોઈ એક જ વસ્તુ માટે નથી પરંતુ સકળ દ્રવ્યોમાં લાગુ પડે છે, પછી તે જડ હોય કે ચેતન, રૂપી હોય કે અરૂપી, એક હોય કે અસંખ્ય હોય, આ સામાન્ય નિયમ એ શાશ્વત નિયમ છે.
પ્રશ્ન એ છે કે અરૂપનો નાશ કેવી રીતે થાય ? આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ દ્રવ્યો શાશ્વત, નિત્ય છે, એક રૂપ છે, અચલિત છે, અપરિવર્તનશીલ છે, તો આ અરૂપી દ્રવ્યમાં નાશની લીલા શું ઘટિત થાય છે? અહીં શાસ્ત્રકારો અપેક્ષાકૃત પર્યાય પરિવર્તનનો ઉલ્લેખ કરે છે. કારણ કે તે ચલાયમાન, ગતિશીલ રૂપી પુદ્ગલ દ્રવ્ય અને આત્મદ્રવ્ય સાથે સંબંધ ધરાવે છે. આ બધા દ્રવ્યોની ક્રિયાશીલતામાં કાળ નિમિત્ત રૂપ છે. કાળ પલટાતો જાય છે, તેમ આ બધા અરૂપી દ્રવ્યો સાથે સંયોગમાં રહેલા રૂપી દ્રવ્યો પણ સંયોગ વિયોગની ક્રિયા ઉત્પન્ન કરે છે અર્થાત્ કોઈ એક પરમાણુ એક આકાશ પ્રદેશમાં સંયુકત થાય છે અને પુનઃ ત્યાંથી વિયુકત થાય છે. ચેતનદ્રવ્ય પણ આકાશ દ્રવ્યના અલગ અલગ પ્રદેશોનો સ્પર્શ કરે છે, પુનઃ સ્પર્શનો લોપ પણ
\\\\\\\LCS(૨૦૧૩)