________________
ગાથા-૦૦
ઉપોદ્ઘાત – પૂર્વની ગાથામાં ક્ષણિક ભાવો અને અનિત્ય ભાવોની ચર્ચા કર્યા પછી હવે સિદ્ધિકાર શાશ્વત અને અવિનાશી ભાવો તરફ લક્ષ આપી રહ્યા છે. પૂર્વમાં પણ આપણે કહી ગયા છીએ કે આવિર્ભાવ અને તિરોભાવના સિદ્ધાંત અનુસાર કોઈ પણ વસ્તુનો નાશ થતો નથી પરંતુ પદાર્થ તિરોહિત થઈ જાય છે અર્થાત્ દ્રષ્ટિથી અદ્ગશ્ય થઈ જાય છે. આ તિરોહિત ભાવનો સિદ્ધાંત ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત બંનેમાં સુપ્રસિદ્ધ છે. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે ચાત્ અવ્યવન્તિ જે પ્રગટ છે તે પુનઃ અદ્ગશ્ય થઈ જાય છે. વૈજ્ઞાનિક જગતમાં પણ લગભગ આવો જ સિદ્ધાંત વ્યાપક છે, જયારે જૈનદર્શનમાં દ્રવ્યવૃષ્ટિએ કોઈ પણ પદાર્થનો કયારેય નાશ થતો નથી. આપણા સિદ્ધિકાર આ ગાથામાં આ અવિનાશ ભાવની ભૂમિકા ઉપર મંતવ્ય રજૂ કરી રહ્યા છે. નિત્યને જાણવું અથવા નિત્ય ઉપર શ્રદ્ધા કરવી, તે જ જ્ઞાનનું મુખ્ય લક્ષ્ય છે. આપણે આ ઉપોદ્ઘાત કર્યા પછી ગાથાના મૂળ શબ્દોને ગ્રહણ કરીએ.
કયારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ |
ચેતન પામે નાશ તો, જેમાં ભળે તપાસ II ૦૦ RT પદાર્થનું નિરૂપણ કરવામાં ક્ષેત્ર અને કાળની ભૂમિકા મુખ્ય ભાગ ભજવતી હોય છે. જૈનદર્શનમાં તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચારેય અંશ કોઈ પણ પદાર્થના નિરૂપણમાં મુખ્ય રૂપે ભૂમિકા અદા કરે છે. આ ગાથામાં પણ બે અંશનો સ્પર્શ કયો છે. કયારેય તે સમયવાચી છે અને ‘વસ્તુ' તે દ્રવ્યવાચી છે. આમ દ્રવ્ય અને સમયને સ્પર્શ કરીને વસ્તુ નાશ પામતી નથી, તેવું પદાર્થનું અવિનાશીપણું પ્રગટ કર્યું છે. કોઈ વસ્તુ અર્થાત્ કોઈ પણ દ્રવ્ય દ્રવ્યભાવે નાશ પામતા નથી, તો કોઈ કાળમાં પણ નાશ પામતા નથી. આ રીતે સમય દ્વારા અવિનાશી ભાવ પ્રગટ કરવામાં આવે છે. જે વસ્તુ અંત સુધી નાશ ન પામતી હોય અથવા કોઈ પણ સમય એવો ન આવતો હોય, જયારે વસ્તુનો નાશ થાય અને વસ્તુ સ્વયં પોતાના ગુણધર્મોને જાળવી રાખી, કાળથી અપ્રભાવિત રહે, ત્યારે તેને વિનાશ સ્પર્શી શકતો નથી.
ગાથામાં ત્રણ આલંબન છે. (૧) કાળ–સમય (૨) વસ્તુ અને (૩) અવિનાશ. શાસ્ત્રકારે આ ત્રણ તત્ત્વના આધારે નિર્ણય પ્રદર્શિત કર્યો છે અને ત્રણેય આલંબનને એક સૂત્રમાં અર્થાતુ એક માળામાં પરોવ્યા છે. વસ્તુ એવી પ્રબળ છે કે જેને કાળનો કે વિનાશનો સ્પર્શ થતો નથી કારણકે કોઈપણ વસ્તુના વિનાશમાં કાળ એ પ્રધાન તત્ત્વ છે. કાળે કરીને જ વસ્તુનો નાશ થાય છે. જો તેને કાળનો સ્પર્શ ન થાય, તો જ તે વસ્તુ વિનાશથી અસ્પૃશ્ય રહી શકે છે. આ ગાથાની આગળ ના બન્ને પદોમાં આ સિદ્ધાંતને બેધડક પ્રગટ કર્યો છે.
કેવળ હોય ન નાશ : જે વસ્તુનો નાશ થાય છે, તેની અહીં ચર્ચા નથી. હકીકતમાં કવિરાજ કોઈપણ વસ્તુ' એમ કહીને બધી વસ્તુને દ્રવ્યભાવે અવિનાશી બતાવી છે કારણ કે સંસારમાં વિનાશની લીલા તો પ્રત્યક્ષપણે પ્રગટ રૂપે જોઈ શકાય છે, એટલે એકાએક એમ કહેવું કે કોઈ
\\\\\\\\(૨૧૨)SSS