________________
આમ પર્યાયની અપેક્ષાએ જ્ઞાન–જ્ઞેય બંને એક કોટિમાં આવે પણ જ્ઞાન ગુણની અપેક્ષાએ પદાર્થ ક્ષણિક છે પરંતુ તેનું જ્ઞાન અક્ષણિક છે.
જો કે આ સિદ્ધાંત જ્ઞેયરૂપ પદાર્થમાં પણ લાગુ પડે છે, અર્થાત્ જે ક્ષણિકનું જ્ઞાન થાય છે તે દ્રવ્યની એક પર્યાય માત્ર છે, પદાર્થમાં પણ પર્યાયની અપેક્ષાએ ક્ષણિક જ્ઞાન–જ્ઞેયની જોડી પ્રત્યક્ષ થાય છે પરંતુ દ્રવ્યની અપેક્ષાએ અક્ષણિક જ્ઞાન–શેયની જોડી પણ અસ્તિત્વ ધરાવે છે.
જૈનદર્શનનો અભિપ્રાય આપણે વ્યકત કરી ગયા છીએ જેમાં સાપેક્ષ ભાવે ક્ષણિક અને અક્ષણિક બંને ભાવોની ચર્ચા છે. હવે અહીં સિદ્ધિકાર એમ કહે છે કે ‘અથવા જ્ઞાન ક્ષણિકનું' આ પદમાં તેઓએ દ્રવ્યની ક્ષણિક પર્યાયનો સ્વીકાર કરી તે પર્યાયને જાણનાર જ્ઞાન અક્ષણિક છે, તેવો અધ્યાહાર રાખ્યો છે. તે કથન સ્પષ્ટ કર્યું નથી કારણ કે અહીં સિદ્ધિકારની દૃષ્ટિ જ્ઞાતા ઉપર છે.... અસ્તુ.
ક્ષણિક પદાર્થનું જે જ્ઞાન છે, તે જ્ઞાનનું અવલંબન કરી અનુભવકર્તાને છૂટો પાડી ક્ષણિક પદાર્થને શેય રૂપે દર્શાવીને જ્ઞાતા સ્વયં એમ કહે છે કે બધું ક્ષણિક છે અને મને બધું ક્ષણિક સ્વરૂપ દેખાય છે. પોતાનો અનુભવ શબ્દમાં ઉતારે છે, એથી શાસ્ત્રકારે અહીં ‘વદનાર’ એવો શબ્દપ્રયોગ કર્યો છે. પૂર્વની ગાથાઓમાં જ્ઞાતા તરીકે આત્માની નિત્યતા પ્રગટ કરી છે. જયારે અહીં એક પગલું આગળ વધીને આ જ્ઞાતા પોતાનો અનુભવ બોલે છે. એટલે બોલનાર તરીકે આત્માની નિત્યતા પ્રગટ કરી છે. ‘જાણનાર’ અને ‘બોલનાર’ બંને એક અને અખંડ છે, તેવું આ બધી ગાથાઓમાં દર્શાવ્યું છે. અહીં એ પ્રશ્ન થશે કે આત્મા જ્ઞાતા છે તે બરાબર છે પરંતુ બોલનારો પણ શું આત્મા છે ? કારણ કે આત્મદ્રવ્યની અપેક્ષાએ આત્મા બોલતો નથી અને બોલે છે, તે આત્મા નથી. આમ જાણકાર અને વદનાર બંને એક કક્ષામાં કેવી રીતે આવી શકે ? આ પ્રશ્ન સમજવા માટે ઘણી જ ઊંડાઈમાં ડૂબકી મારવી પડશે.
શ્રુતજ્ઞાનના ભેદમાં અક્ષરશ્રુત, તે મુખ્ય ભંગ છે. આ અક્ષર ત્રણ પ્રકારના છે. યથા (૧) સંજ્ઞા કે સંકેત અક્ષર, (૨) વ્યંજનાક્ષર અને (૩) લબ્ધિ અક્ષર, આ ત્રણ પ્રકારના અક્ષરમાં બે અક્ષર અર્થાત્ વ્યંજનાક્ષર અને સંકેત અક્ષર, તે પુદ્ગલ સ્વરૂપ છે. જયારે લબ્ધિ અક્ષર, તે ચૈતન્ય સ્વરૂપ છે. આ રીતે ઈન્દ્રયોના વિભાગમાં પણ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય, તેવા બે ભાગ કર્યા છે. ત્યાં પણ દ્રવ્યેન્દ્રિય જડ સ્વરૂપ છે, પુદ્ગલ રૂપ છે, જયારે લબ્ધિ અને ઉપયોગ રૂપ ભાવેન્દ્રિય ચેતનરૂપ છે. આ રીતે ભાવેન્દ્રિય પણ આત્મસ્વરૂપ છે અને લબ્ધિ અક્ષર પણ આત્મસ્વરૂપ છે.
આની અંદર એક મહત્ત્વપૂર્ણ વાત એ છે કે સંજ્ઞા અક્ષર કે વ્યંજનાક્ષર, આ બંને અક્ષરો પુદ્ગલ રૂપ હોવાથી શાશ્વત નથી. જયારે લબ્ધિ અક્ષર શાશ્વત છે. જેમ ગુણ નિત્ય છે, તેમ આ અક્ષર પણ ગુણાત્મક હોવાથી નિત્ય રૂપે આત્માનું અંગ છે. આત્માથી અવિભાજય છે. ભગવદ્ગીતામાં પણ ક્ષર અને અક્ષરનું વિભાજન કરી "છુટથ્થો અક્ષર ઇન્વરતે' તેમ કહીને આ અક્ષરપુરુષને નિત્ય કહ્યો છે. વાણીના મૂળમાં આ લબ્ધિ અક્ષરો જ સૂક્ષ્મ અને પારમાર્થિક કારણ
(૨૦૭)