________________
(૩) પદાર્થ ક્ષણિક અને જ્ઞાન અક્ષણિક (૪) પદાર્થ અક્ષણિક અને જ્ઞાન ક્ષણિક
જ્ઞાતા અને શેયની એક જોડી છે. તેના ઉપર વિચાર કરતા પહેલા બીજા કેટલાક દર્શનશાસ્ત્રોનો અભિપ્રાય પ્રગટ કરીએ.
(૧) પદાર્થ ક્ષણિક અને જ્ઞાન ક્ષણિક – કોઈ દર્શનનો એવો અભિપ્રાય છે કે જ્ઞાન થાય છે, તે સ્વપ્નવત્ માયાવી મિથ્યાજ્ઞાન હોય છે. બાહ્ય જગતનું જે જ્ઞાન છે, તે અનર્થનું મૂળ છે. હકીકતમાં પદાર્થનું અસ્તિત્વ નથી પરંતુ વ્યકિતનું જ્ઞાન વિકાર પામે છે અને જ્ઞાનમાં સમગ્ર માયાવી જગત પ્રતિભાસિત થાય છે અર્થાત્ પદાર્થ છે કે નહિ, તેનું કોઈ પ્રમાણ નથી પરંતુ પદાર્થ વિષેનું જે જ્ઞાન છે, તે ક્ષણિક અને માયાવી છે. આમ ક્ષણિક જ્ઞાનમાં મિથ્યા જોય સમાયેલું છે જેથી તેઓ પદાર્થનો લોપ કરીને ફકત ક્ષણિક જ્ઞાનની સ્થાપના કરે છે.
જયારે ક્ષણિકવાદી દર્શન પદાર્થને પણ ક્ષણિક માને છે અને જ્ઞાનને પણ ક્ષણિક માને છે. જ્ઞાનનો સ્વામી જ્ઞાતા ફકત જ્ઞાન સ્વરૂપ છે અને જો જ્ઞાતાને માને, તો તે પણ ક્ષણિક છે કારણકે જ્ઞાન જ જ્ઞાતા છે અને જ્ઞાન ક્ષણિક છે તો જ્ઞાતા પણ ક્ષણિક છે. અર્થાત્ “સર્વેક્ષણમ્ અક્ષણિક કશું જ નથી.
(૨) પદાર્થ અક્ષણિક – જ્ઞાન અક્ષણિક – જયારે નિત્યવાદી દર્શન એમ કહે છે કે જ્ઞાન અખંડ અને અક્ષણિક છે. જ્ઞાન સ્વયં આત્મસ્વરૂપ છે, તેથી અખંડ જ્ઞાનનું ભાન થાય તો, વિશ્વ પણ અક્ષણિક રૂપે વૃષ્ટિગત થાય છે. ક્ષણિક કશું નથી. બાહ્ય જગત પણ અક્ષણિક છે, જ્ઞાન પણ અક્ષણિક છે અને જ્ઞાનનો જ્ઞાતા એવો પરમાત્મા પણ અક્ષણિક છે.
(૩) પદાર્થ ક્ષણિક – જ્ઞાન અક્ષણિક – હવે જો જ્ઞાનને ગુણ રૂપે ગ્રહણ કરી જ્ઞાનનો અક્ષણિક ભાવ દૃષ્ટિમાં રાખો અને પદાર્થની પર્યાયનો ક્ષણિક ભાવ દૃષ્ટિગત રાખો તો જ્ઞાન અક્ષણિક અને શેય પદાર્થ ક્ષણિક. આ ભંગ થાય છે.
(૪) પદાર્થ અક્ષણિક – જ્ઞાન ક્ષણિક – દ્રવ્યનું નિત્ય સ્વરૂપ ખ્યાલમાં રાખ્યા પછી નિત્ય સ્વરૂપનું જ્ઞાન જાણી શકતું નથી. જ્ઞાનની પર્યાય માત્ર પોતે ક્ષણિકભાવે પદાર્થના સૈકાલિક રૂપનો સ્વીકાર કરે છે. આ ભંગ લગભગ નાસ્તિકવાદની અપેક્ષાએ અસ્તિત્વ ધરાવે છે અર્થાત વિશ્વના બધા જડ પદાર્થો છે પણ તેનું જ્ઞાન કરનાર કોઈ જ્ઞાતા કે તેનું જ્ઞાન નિત્ય નથી. આ રીતે નાસ્તિકવાદ પદાર્થને અસીમિત માની જ્ઞાનનો અસ્વીકાર કરે છે અથવા ક્ષણિક માને છે. આ રીતે આપણે ઉપર વર્ણવેલી ચભંગીના એક એક ભંગાનું અવલંબન કરી એક એક વિરાટ દર્શન ઊભા છે.
જૈનદર્શન આત્મતત્વના અવિભાજય ગુણરૂપ જ્ઞાનનો સ્વીકાર કરે છે. જ્ઞાન ક્ષણિક દ્રવ્યોનું ભાન કરે છે અને શ્રદ્ધાથી અક્ષણિક દ્રવ્યોને પણ સ્વીકારે છે. ક્ષણિક પદાર્થનું જે જ્ઞાન થાય છે, તે જ્ઞાનની એક માત્ર પર્યાય હોવાથી તે જ્ઞાન પણ ક્ષણિક છે. જ્ઞાન ગુણ ક્ષણિક નથી. જ્ઞાન ગુણની પર્યાય ક્ષણિક છે અર્થાત્ જે પદાર્થ ક્ષણિક છે, તેને જાણનારી જ્ઞાન પર્યાય પણ ક્ષણિક છે.
\\\\\\\\\\\\\\\\\\(૨૦૬)\\\\\\S