________________
અખંડ અભિન્ન એવો આત્મા પરમાત્મા રૂપે પ્રકાશિત થાય છે. બધા દ્રવ્યો પર્યાય કરે છે, તે તેની પ્રાકૃતિક સત્તા છે અને પર્યાયનું આધારભૂત દ્રવ્ય તે શાશ્વત સત્તા છે. જીવ જ્યારે પર્યાય ઉપરથી વૃષ્ટિ હટાવીને દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરે છે, ત્યારે દ્રવ્ય અને પર્યાયને જાણનાર જ્ઞાતા સ્વયં એક પ્રકારની આનંદાનુભૂતિ કરે છે. ભલે ને ! દ્રવ્ય પર્યાય કરતું હોય, ભલે પર્યાયોમાં દ્રવ્ય આધારભૂત હોય પરંતુ આ બંનેનો અર્થાત એક એકનો અને ઉભયનો જ્ઞાતા એવો ચેતનપુરુષ સૂત્ર રૂપે ત્રણે ભંગોની વચ્ચે એકનો એક છે. ખૂબીની વાત તો એ છે કે જેમ તે દ્રવ્ય-પર્યાયને જાણે છે, તેમ જાણનારને પણ જાણે છે. તે જાણનાર બીજો કોઈ નહીં પરંતુ તે સ્વયં સત્તારૂપ પરમ આત્મા જ
શું નથી લાગતું કે દ્રવ્ય-પર્યાયની ભંગાળ, તે જ સંસારચક્રની અવિરત ગતિ છે પરંતુ જાણકાર તેનાથી નિરાળો છે. સંસારચક્રથી વિમુકત થઈ જ્ઞાતામાં સમાવિષ્ટ થઈ જવું, તે આ ગાથાનો મર્મ છે. તે જ છે આ ગાથાનો આધ્યાત્મિક મુકતહાર. - ઉપસંહાર : આ ગાથા સંપૂર્ણ આત્મસિદ્ધિમાં ધ્રુવપદ સમાન છે. તેમાં વર્ણવેલી દ્રવ્ય પર્યાયવ્રુષ્ટિનું વધારે વિવેચન કરતા તો આખો ગ્રંથ લખવો પડે છતાં પણ અહીં શકય એટલું વિવેચન કરી વધારે વિવેચન માટે સંકોચ કર્યો છે અને તેમાં તેટલા જ આધ્યત્મિક ભાવો પણ ભારોભાર ભર્યા છે. ટૂંકમાં સંપૂર્ણ ગાથા નિત્યતા અને અનિત્યતાનું જે નાટક ચાલે છે, તેના ઉપર સર્ચલાઈટ જેવું પ્રકાશ કિરણ ફેંકી રહી છે અને દ્રવ્યાનુયોગની દ્રષ્ટિએ કેટલાક જ્ઞાન બિંદુઓ ઉપર સ્થિર કરી સમ્યગ્દર્શનનો માર્ગ ઉદ્ઘાટિત કરે છે. આ ઉપસંહારને વ્યકત કરી આગળ સિદ્ધિકારના અભિવ્યકત થયેલા ઉત્તમ ભાવોને જાણવા નવાધિક ષષ્ઠી અર્થાત્ સાઠ ઉપર નવ તેવા અંકવાળી ગાથાને ગૂંથીને પુનઃ ક્ષણિકવાદ અને નિત્યવાદના પ્રવાહમાં સ્નાન કરીએ. '
OU )
Assississsssssssssssssssssssssb\\\\\\\(૨૦૩)NICS