________________
છે. બાળપણની નાની અવસ્થામાં કેવળજ્ઞાન થતું હોય તેવું સાંભળવામાં આવતું નથી. અર્થાત્ અવસ્થાનો પરિપાક પણ પુષ્ટ થાય, ત્યારે જીવ પોતાની અવસ્થાનો સાક્ષી બને છે, એ જ રીતે અમુક વિકારો પણ મુખ્યપણે અવસ્થા સાથે સંબંધ ધરાવે છે. શરીરની આ બધી અવસ્થાઓ પ્રાકૃતિક ક્રિયાઓ છે. તેમાં જીવના કર્મો પણ કામ કરે છે પરંતુ આ બધુ નાટક હોવા છતાં જીવ તો તેનો એક સાક્ષી માત્ર છે. તેનો માત્ર અનુભવકર્તા છે. અનુભવ એ જ જીવની પૂંજી છે અને અનુભવના આધારે તે બધી અવસ્થાઓનો જ્ઞાતા છે. સિદ્ધિકારે બીજો તર્ક આપ્યો છે, તેમાં બહુ ખૂબીથી અનુભવકર્તાને નિરાળો કર્યો છે. અનુભવકર્તા નિરાળો પણ છે અને સ્થાયી પણ છે, તેમ સાબિત કર્યું છે. આત્માસિદ્ધિના આ અણમોલ કાવ્યની આવી ઘણી ઘણી ખૂબીઓ મનને મોહ ઉપજાવી આનંદ પમાડનારી છે અને સાથે સાથે તીવજ્ઞાન ચેતનાને પણ જાગૃત કરે છે. આપણી પાસે એવું શું છે કે આવા મહાન આત્મજ્ઞાની કાવ્યકારને અર્પણ કરીએ ? તેઓશ્રીને અભિનંદન સિવાય શું આપી શકીએ ? તેના માર્ગ પર કયા મોતી વિખેરી શકીએ ? વાંચતા અને વિવેચન કરતાં મન પ્રફુલ્લિત થાય છે.
ત્રણ અવસ્થા : પ્રશ્ન થાય કે સિદ્ધિકાર અવસ્થામાં ત્રણની સંખ્યાનો ઉલ્લેખ કેમ કર્યો છે? અવસ્થાઓ તો ઘણી હોય છે અને દાર્શનિક વૃષ્ટિએ વિચાર કરવામાં આવે, તો ક્ષણે ક્ષણે અવસ્થા બદલાય છે અને અસંખ્ય અવસ્થાનો પ્રવાહ ચાલતો હોય છે. અસંખ્ય પર્યાયોની માળા ગૂંથાતી હોય છે. સ્વયં સિદ્ધિકારે “બહુ પુણ્ય કેરા પુંજથી' પદમાં “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો'. અહીં સ્વયં ક્ષણિક અવસ્થાનો ઉલ્લેખ કર્યો છે, તો અહીં ત્રણ અવસ્થા કહીને અવસ્થાનો સંક્ષેપ શા માટે કર્યો છે ? અહીં સંક્ષેપમાં ત્રણના અંકને કેમ પ્રધાનતા મળી છે ?
ભારતીય સંસ્કૃતિમાં ત્રણ તત્ત્વ ઘણું મહત્ત્વ ધરાવે છે. ભૂત ભવિષ્ય અને વર્તમાન, એ કાળ ની ત્રણ અવસ્થા, ઊર્ધ્વ, અધો અને મધ્યમ, એમ લોકના ક્ષેત્રની ત્રણ સ્થિતિ; મન, વચન, અને કાયા, આ યોગ દ્રવ્યના ત્રણ વિભાગ; બાહ્ય, આત્યંતર અને ગર્ભગૃહ, મંદિરના ત્રણ કલેવર; બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, આ ચેતનાની ત્રણ અવસ્થા; સુખ દુઃખ અને તેનાથી પર–એવી ત્રણ અવસ્થાઓ; મૂઢદશા, જાગૃત દશા, અને પરમ સ્વરૂપ સિદ્ધદશા; આમ જીવાત્માની સાધનાના ત્રણ સોપાન; લાગે છે કે સમગ્ર દર્શન અને સંસ્કૃતિમાં ત્રણના અંકે પોતાની પ્રભુતા જાળવી રાખી છે. અહીં પણ આપણા સિદ્ધિકારે અવસ્થાઓને ત્રણ વિભાગમાં વિભકત કરવાનું યોગ્ય માન્યું છે. બાળ અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા, આ ત્રણ અવસ્થા કહેવાથી સમાધાન મળી જાય છે. અસ્તુ.
કવિરાજે આત્માની નિત્યતા સાબિત કરતાં કરતાં આ શરીરનો તું ફકત જાણકાર છે પણ શરીરની ગતિ તારા હાથમાં નથી તેનો પણ પરોક્ષ ઈશારો કરીને દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત', તે ભાવ લાવવા દ્રષ્ટિપાત કર્યો છે.
આધ્યાત્મિક સંપૂટ : અધ્યાત્મશાસ્ત્રોમાં શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો મહિમા ઘણો જ છે. શ્રીકુંદકુંદાચાર્ય જેવા મહાન તત્ત્વવેત્તાએ સમસ્ત ભેદજ્ઞાનને પાર કરી અભેદ, અખંડ, શુદ્ધ દ્રવ્યાર્થિકનયની સ્થાપના કરી છે. જ્ઞાન તો પર્યાયાત્મક રહેવાનું જ છે પરંતુ જ્ઞાનના વિષયભૂત
S(૨૦૨)
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
SSSSSSSSSSSSSSSSSSSSSSSS