________________
ષપદપ્રરૂપણા ગાથા-૪૩, ૪૪
ગાથા-૪૩
ઉપોદઘાત – પ્રસ્તુત ૪૩મી ગાથા સંપૂર્ણ આત્મસિદ્ધિ શાસ્ત્રનો પાયો છે. તેમાં સર્વ પ્રથમ આત્મતત્ત્વને સ્પર્શ કર્યો છે. ભારતીય સંસ્કૃતિમાં અથવા વિશ્વના સમસ્ત આસ્તિક દર્શનોમાં એ ધારણા છે કે વિશ્વમાં કોઈ આત્મા કે ઈશ્વરરૂપે સત્તા ધરાવનાર એક તત્ત્વ છે. ખાસ કરીને ભારતીય દર્શનોમાં વિશેષરૂપે આત્મવાદ, બ્રહ્મવાદ કે ઈશ્વરવાદને ખૂબ જ ઊંડાઈથી વાગોળ વામાં આવ્યો છે, આશ્ચર્ય થશે કે ઈશ્વરવાદ તે ભારતીય દર્શનધારામાં પાછળથી ઉદ્દભવ પામ્યો છે પરંતુ અતિ પ્રાચીન વૈદિક સાહિત્ય કે જૈનસાહિત્યમાં આત્મવાદ પ્રાચીન પરંપરાથી સ્થાપિત થયેલો છે. જૈનદર્શનની જેમ ઉત્તરમીમાંસા પણ આત્મવાદ પર આધારિત છે. અસ્તુ.
આટલી પૃષ્ટભૂમિ પછી વિશ્વના આ અગમ્ય ચૈતન્યતત્વને જૈનદર્શનમાં મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. સમગ્ર જૈન આરાધના આત્મલક્ષ્મી છે અને ધારણા એવી છે કે વર્તમાનમાં જીવ વાસના સાથે સંકળાયેલો છે. વાસનાથી મુકત થાય, તો શુદ્ધ તત્ત્વને સમ્ય રીતે સમજીને તેમાં વિરામ પામે છે અને જો મુકત ન થાય, તો જન્મ-મૃત્યુનું ચક્ર ચાલુ રહે છે. શંકરાચાર્યજી પણ કહે છે કે જીવ જો મુકિત ન પામે તો પુનરપિ નનને પુનરપિ મ ચાલુ જ રહે છે.
- હવે આપણા સિદ્ધિકાર ૪૩મી ગાથાનો સ્પર્શ કરતાં મૂળભૂત આત્મા એટલે ચૈતન્યતત્ત્વની સ્થાપના કરે છે. જો કે આત્માને અનુલક્ષીને છ બોલ પ્રગટ કર્યા છે, જે ધર્મના કેન્દ્રબિંદુ જેવા છે પરંતુ હકીકતમાં તેનો પ્રથમ બોલ જ પ્રમુખ સ્થાન ધરાવે છે. બાકીના પાંચ પદ તે પણ આત્મલક્ષી જ છે. આત્માનું અસ્તિત્વ સ્થાપિત થાય, તો જ આગળના બોલનું મૂલ્યાંકન થઈ શકે. આટલો ઉપોદ્ઘાત કર્યા પછી આપણે હવે ગાથામાં પ્રવેશ કરીએ....
આત્મા છે તે નિત્ય છેછે કત િનિજકમી
'છે ભોક્તા, વળી 'મોક્ષ છે 'મોક્ષ ઉપાય સુધમી I ૪૩ I આત્મા એક પરોક્ષ સત્તા છે. વર્તમાન અદ્રશ્ય સત્તા છે. પ્રત્યક્ષમાં જીવનું અસ્તિત્વ દેખાય છે. પ્રાણીમાત્ર જે સુખ–દુઃખ ભોગવે છે, તે બધા દેહધારી આત્માઓ જ છે. જીવના ક્રિયાકલાપથી તથા બૌદ્ધિક પ્રદર્શનથી પ્રત્યક્ષ રૂપે માની શકાય છે કે આ ગાય, ભેંસ, બળદ કે મનુષ્ય એ બધા જીવો આત્મા છે અને ટેબલ, ખુરશી, વાસણ ઈત્યાદિ જડપદાર્થો અજીવ છે. અર્થાત્ તે આત્મા નથી. બધો પ્રત્યક્ષ વ્યવહાર હોવા છતાં મૂળભૂત ચૈતન્ય આત્મસત્તા કે બ્રહ્મસત્તા તે અદ્રુશ્ય છે, પરોક્ષ છે. તેની અથવા તેના શુદ્ધ સ્વરૂપની મનમાં સ્થાપના થાય અને તેનો સ્વીકાર થાય, ત્યારે જીવને કે જીવાત્માને સાંગોપાંગ સમજી શકાય. જીવાત્માની શાશ્વત સત્તા જો માનવામાં આવે, તો