________________
અભિવંદના
પરમ દાર્શનિક ગોંડલ ગચ્છ શિરોમણી પૂ. જયંતમુનિજી મ.સા. ની પાવન પ્રેરણાથી પૂજ્ય જગજીવનજી મહારાજ ચક્ષુ ચિકિત્સાલય, જ્યોતિ સરસ્વતી વિદ્યાલય ઉપરાંત ૨૮ જેટલા ધર્મસ્થાનકોનું નિર્માણ થયું. શૈક્ષણિક અને તબીબી વિગેરે જનહિતના વિવિધ વિભાગો પેટરબાર મધ્યે સુંદર રીતે ચાલી રહેલ છે.
સ્વ સાધનામાં રત રહેનાર પૂ. ગુરુદેવે આત્મસિદ્ધિ પર ચિંતનસભર વિવેચનો આપી શ્રુતજ્ઞાનની પાવનગંગા વહાવી છે.
પૂર્વ ભારતમાં વ્યાપક વિહાર દરમ્યાન બંગાળ બિહારના આદિવાસીઓની નિ:સહાયતા ઘણાં દારુણ દશ્યો જોયા. પેટરબારને કર્મભૂમિ બનાવી. પૂજ્ય જયંતમુનિએ જોયું કે કોઈને ચર્મ ચક્ષુનો અંધકાર પડી રહ્યો છે તો કોઈના આંતરચક્ષુ બીડાયેલા છે. પોતાના પ્રજ્ઞાચક્ષુથી, બુઝાયેલી કેટલીક જયોતને જ્ઞાનની દૃષ્ટિથી ઝગમગતી કરી પૂજ્ય જગજીવનજી મહારાજ આય હોસ્પીટલ દ્વારા ચર્મચક્ષુનો અંધકાર દૂર કરવાનો પુરુષાર્થ ઉપાડયો.
બોકારો અને પોતાની જન્મભૂમિ દલખાણિયામાં પણ અદ્યતન શાળાની સ્થાપના થઈ છે. વ્યસનમુકિત અને શાકાહાર દ્વારા તેમણે ગ્રામોત્થાનના કાર્યને આગળ ધપાવ્યું
છે.
પૂજ્યશ્રીએ નેત્ર જ્યોતિ પ્રદાતા અને પરમ દાર્શનિકના નામને ચરિતાર્થ કર્યું છે. શ્રી આત્મસિદ્ધિ મહાભાષ્યના પ્રકાશન સમયે અમારી ભાવપૂર્વક વંદના સાથે પ્રકાશક શાંતાબહેન ચીમનલાલ બાખડા પરિવારનો અમે આભાર માનીએ છીએ.
પૂજ્ય તપસ્વી શ્રીજગજીવનજી મહારાજ ચક્ષુચિકિત્સાલય – પેટરબાર ટ્રસ્ટી
શ્રીમતી પુષ્પાબેન જૈન શ્રીપ્રાણભાઈ મહેતા શ્રી અશોકભાઈ જૈન શ્રીપ્રવિણભાઈ પારેખ
શ્રી વિનુભાઈ શાહ
શ્રી શાંતિલાલભાઈ જૈન
શ્રીબીપીનભાઈ ભીમાણી
શ્રીદિલેશભાઈ ભાયાણી