________________
મનુષ્યને પોતાના કર્મો માટે બોધ આપી શકાય, તેથી આત્માની સ્થાપના કરવી, તે બહુ જરૂરી છે. સિદ્ધિકારે આ ગાથાના પ્રથમ ચરણના પ્રથમ શબ્દમાં જ “આત્મા” નો ઉલ્લેખ કર્યો છે અને “આત્મા નથી કે તેવું કોઈ “જીવ તત્ત્વ નથી' તેવી માન્યતાવાળા નાસ્તિકવાદનો પરિહાર કર્યો છે. આત્મા છે' એમ કહીને આસ્તિકવાદનો શુભારંભ કર્યો છે. જો કે આત્મા છે કે નહીં ? તે પ્રશ્નને સ્વયં ગુરુ-શિષ્યના સંવાદ રૂપે આગળ સિદ્ધિકાર સ્વયં સ્પષ્ટ કરશે. આ ગાથામાં તે અસ્તિ-નાસ્તિના વિવાદવાળું તત્ત્વ અર્થાત્ આત્મા, તે મુખ્ય હોવાથી પ્રથમ પદમાં અભિવ્યકત કરવામાં આવ્યું છે.
આપણે સહુ પ્રથમ મૂળભૂત આત્મા વિષે ચિંતન કરશું. આત્મા છે કે નહીં, તે વિવેચ્ય વિષય છે પરંતુ આપણે તેનાથી દૂર રહી આત્મા શું છે, તે નિર્વિવાદભાવે સમજવું ઘટે છે.
આત્મદ્રવ્ય – વિશ્વના જે વિવિધ ક્રિયાકલાપો દેખાય છે, તે બધા ક્રિયાકલાપો ગમે ત્યાં, ગમે તે રીતે થતાં હોય, પરંતુ તેનું પ્રત્યક્ષ ભાન કરનાર અથવા તેનું ગણિત કરનાર કોઈ જ્ઞાનતત્ત્વ અવશ્ય હાજર છે. પદાર્થ પોતાના સ્વરૂપમાં સંનિષ્ઠ છે પરંતુ પદાર્થને સ્વયં કોઈ જ્ઞાન નથી, તેના સ્વરૂપને જાણનાર, સમજનાર કોઈ તત્ત્વ પ્રાણીના શરીરમાં અવસ્થાન કરે છે. આ તત્ત્વ તે જ વિશ્વનું મૂળાધાર તત્ત્વ છે અને તે પોતાના જ્ઞાનબળે શકિતબળને પણ પ્રાપ્ત કરે છે. તે પદાર્થની શકિતનો સંચાર કરવામાં નિમિત્ત બને છે, તેથી સ્પષ્ટ થાય છે કે આ જ્ઞાનાત્મક શકિતશાળી તત્ત્વ તે કોઈ અલૌકિક દિવ્યતત્ત્વ છે, શું મહર્ષિઓએ આને જ આત્મા કહ્યો નથી ને ? આ આત્મા શું વિશ્વાત્મા નથી ? આટલા નાના તર્કથી સ્પષ્ટ થાય છે કે આત્મા તે જ્ઞાન સ્વરૂપ એક દિવ્ય તત્ત્વ છે. જ્ઞાનમ્ પવિત્રતમહં વિદ્યતે | આ લોકમાં જો કોઈ પ્રાણરૂપ પવિત્ર તત્ત્વ હોય, તો તે જ્ઞાન જ છે. જ્ઞાનથી વિશેષ આત્માની બીજી કોઈ વ્યાખ્યા થઈ શકે તેમ નથી પરંતુ સમજવું ઘટે છે કે આત્મા જ્ઞાન પૂરતો જ સીમિત નથી. જ્ઞાનલક્ષણથી તે પક્કડમાં આવે છે પરંતુ જ્ઞાન સિવાય બીજા ગૂઢ ગુણો પણ આ તત્ત્વમાં સંકળાયેલા છે. જેમાંથી કેટલાક ગુણો આત્મા સાથે શાશ્વત સંબંધ ધરાવે છે. તે જ રીતે કેટલાક ગુણો અનંતકાળથી આત્મા સાથે રહેવા છતાં અને આત્મરૂપે અનુભવમાં આવ્યા પછી પણ કોઈ પરમ અવસ્થામાં છૂટા પડી જાય છે પરંતુ વર્તમાનકાળે આત્મદ્રવ્ય શું છે, તે સમજવામાં આ બધા ગુણો આધારભૂત છે. જેમ કે સંવેદન ફકત જ્ઞાનરૂપ છે. જ્ઞાનની સાથે જીવમાં વેદન કે સંવેદન જોડાયેલું છે. આ વેદન તે પણ આત્મા જ છે. વેદનના આધારે જ શાસ્ત્રકારોએ પુણ્ય-પાપની વ્યાખ્યા કરી છે.
વેદન સિવાય બીજા કેટલાક પ્રભાવક ગુણો પણ જોવામાં આવે છે, તે ગુણોથી વ્યકિત અભૂત પ્રભાવ પ્રગટ કરી બીજા દ્રવ્યોને પ્રભાવિત કરે છે. આ રીતે એક પછી એક ઘણા સૂક્ષ્મ ગુણો જ્યાં પિંડીભૂત થયેલા છે, તે આત્મદ્રવ્ય છે. જ્ઞાન સિવાયની બીજી જે પ્રચંડ શકિત છે, તે કર્મશક્તિ છે. કર્મ કરવાની શકિત પણ વિશ્વના વિવિધ પ્રાણીઓમાં દેખાય છે. તેવા અસંખ્ય રૂપોને જન્મ આપનાર કર્મશકિત છે અને કર્મની સામે અકર્મ અવસ્થા છે. તે પણ આત્મદ્રવ્યની એક નિરાળી શકિત છે. કર્મ, અકર્મ અને નિષ્કર્મ, આવા ઘણા ભેદોથી કર્મની વ્યાખ્યા કરવામાં આવી છે. આ બધા ગુણોથી એક નિરાળો ગુણ, તે પ્રેમશકિત છે. પ્રેમને નીચલી કક્ષામાં રાગ અને ઊંચી
\\\(૨) .