________________
ફળવાળી લતાઓ પણ ઉત્પન્ન કરે છે. કર્મના શુભાશુભ ભાવ પ્રમાણે આ બધી પર્યાયોનો એક ગણિત કરેલો હિસાબ ક્રમબદ્ધ પ્રગટ થાય છે. પર્યાયના મૂળમાં ખાસ કરીને જીવની પર્યાયના મૂળ માં કર્મસત્તા કારણભૂત છે.
જેમ બાહ્ય અવસ્થાઓમાં ક્રમ ગોઠવાયેલો છે, તેમ કર્મવિપાકમાં પણ એક સળંગ ક્રમ નિશ્ચિત થયેલો છે, તે કર્મસત્તાનું પોતાનું પરિબળ છે. અર્થાત્ કર્મનો આશ્રવ, કર્મની સત્તા, કર્મનો અબાધાકાળ, કર્મના વિપાકનો પરિપાક અને કર્મના ઉદયભાવો, એમ કર્મસત્તા ઘણા રૂપોમાં કર્મકલેવરને વિકસાવીને જીવની અવસ્થાઓમાં કારણભૂત બને છે. શરીરના જે કાંઈ રૂપાંતર, ભાવોના રૂપાંતર, સુખ દુઃખની અવસ્થાઓ, સંયોગ, વિયોગના વિચિત્ર પલટાઓ, વગેરે આખું જીવન નાટક ઊભું થાય છે. તેના મૂળમાં આ કર્મસત્તા કારણભૂત છે. કર્મસતાનો મૂળ આધાર જીવાત્મામાં રહેલા આદિકાળના વિભાવરૂપ પરિણામો કારણભૂત બને છે. આમ વિભાવથી લઈ કર્મસત્તારૂપી બીજમાંથી અનેક પ્રકારની પર્યાયોની નિષ્પત્તિ થયા પછી તેના પરિણામ સ્વરૂપે જીવના અને તેની અવસ્થાઓના બધા પલટાઓ પર્યાય રૂપે દ્રષ્ટિગોચર થાય છે. સિદ્ધિકારે એક જ શબ્દમાં કહ્યું છે કે પર્યાયે પલટાય’.
જો પર્યાયનો આખો ક્રમ સૂક્ષ્મ દ્રષ્ટિથી નિહાળવામાં આવે તો બધા દાર્શનિક સિદ્ધાંતોનો સાર અને અધ્યાત્મશાસ્ત્રનું જે કાંઈ નવનીત છે, તે પ્રગટ થઈ ઠોસ સમ્યગદર્શનને જન્મ આપે છે. જયાં સુધી શાશ્વત ભાવવાળી દ્રવ્યદ્રષ્ટિ અને અનિત્ય ભાવવાળી પર્યાય વૃષ્ટિ, બંને દ્રષ્ટિઓનો સ્પષ્ટ વિવેક થતો નથી, ત્યાં સુધી સમ્યગદર્શનનો સંભવ નથી. સમ્યગ્દર્શનને ધર્મને પાયો માન્યો છે. તેનું કારણ એ જ છે કે એમાં દ્રવ્ય અને પર્યાયના શાશ્વત નિર્ણયો થયા પછી ખંડ અને અખંડનું ભાન થયા પછી, દ્રવ્ય દૃષ્ટિએ આત્મા નિત્ય છે અને પર્યાયની દૃષ્ટિએ પલટાય છે, તે ભાવોને વાગોળ્યા પછી જ આત્મા આત્મામાં જ સ્થિર થવા પુસ્વાર્થશીલ બને છે. જેમ હજારો માઈલની યાત્રા કર્યા પછી ઊડી ઊડીને થાકેલું પક્ષી કોઈ સ્થિર ડાળ ઉપર સ્થિર ભાવે બેસીને પોતાના થાકનો અંત કરીને, આનંદનો અનુભવ કરે છે, તેમ અનિત્ય ભાવોમાં હજારો જન્મ સુધી રખડપાટ કરી આત્મારૂપી શાશ્વત ડાળ ઉપર આ જ્ઞાનોપયોગ રૂપી પક્ષી જયારે સ્થિર બેસે છે, સ્થિર થઈ જાય છે, ત્યારે કરોડો જન્મોનો થાક ઉતર્યો હોય, તેમ તે પરમાનંદને અનુભવે છે.
સિદ્ધિકારે અહીં દ્રવ્યદ્રષ્ટિ અને પર્યાયવ્રુષ્ટિની અભિવ્યકિત કરીને જ્ઞાતાને આ બધી અવસ્થાઓથી છૂટો પાડી એક સાક્ષી ભાવે પોતે કેવળજ્ઞાન સ્વરૂપ છે, તેમ આગળના પદોમાં સુંદર અભિવ્યકિત કરી છે. અહીં આપણે એ કહેવા માંગીએ છીએ કે દ્રવ્યદ્રષ્ટિ અને પર્યાવદ્રષ્ટિ સામાન્યષ્ટિ કે વિશેષતૃષ્ટિ, સંગ્રહનય કે વિભાજિત નય, ખંડભાવ અને અખંડભાવ, એ બંને દર્શનશાસ્ત્રની તથા અધ્યાત્મશાસ્ત્રની ઉપાસનાની બે પ્રબળ ધારા છે. આ ધારાઓના અભ્યાસથી સમગ્ર વિશ્વદર્શન પ્રગટ થાય છે, માટે આપણે પર્યાયની વાત કરી રહ્યા છીએ અથવા પર્યાયે પલટાય' તે સૂત્રના ગહનભાવોમાં ડૂબકી મારી ખારા સમુદ્રમાંથી રત્ન મેળવી શકાય, તેમ આ બંને પદો અત્યંત મૂલ્યવાન છે.
SSSSSSSSSSSSSSSSSSSSS(૧૮
SSSSSSSSSSSSSSSSSSSSSSS