________________
અહીં એક બીજો ગહનભાવ પ્રગટ થાય છે, જે ખૂબ જ જાણવા જેવો છે. તેની આપણે અભિવ્યકિત કરશું તે છે પર્યાયઓની પરસ્પર જોવામાં આવતી સદૃશતા અને વિસ‰શતા. તે અત્યંત ચિંતનશીલ છે 'પર્યાયે પલટાય' જે કહ્યું છે, તો ખરેખર કોણ પલટાય છે ? તેનો સાચો તાગ મેળવવાનો છે. આત્મા નિત્ય છે અને પર્યાય પલટાય છે. જે પલટાય છે તે કોણ છે ? દ્રવ્યદૃષ્ટિમાં આત્મા નિત્ય છે તેમ જાણી શકયા. પર્યાયમાં અનિત્ય કોણ છે ? તે અઘ્યાર્થ રહી જાય છે. શું પર્યાય પોતે જ અનિત્ય છે, એટલું જ કહેવાનું તાત્પર્ય છે કે પર્યાય દ્વારા કોઈ અનિત્ય ભાવો તરફ ઈશારો કરવામાં આવ્યો છે ? આ વાતને સમજવા માટે પર્યાયની સત્કૃશતા–વિસદૃશતાનો સિદ્ધાંત નિશ્ચિત કરવો જરૂરી છે, જેનો વિચાર કરીએ.
પર્યાયની સદૃશતા કે વિસ‰શતા દરેક પર્યાય ક્રમશઃ ઉત્પન્ન થઈને વિલય પામે છે. પરંતુ આ પર્યાયનું સ્વરૂપ સમજવા જેવું છે. પર્યાય બે પ્રકારે રૂપાંતર કરે છે. શુદ્ધ ગુણ કે ભાવની પર્યાય એક સરખી પરસ્પર સદૃશ હોય છે. જયારે ઉદયભાવથી રંગાયેલી પર્યાય અથવા નિમિત્ત કારણોથી પ્રભાવિત થયેલી પર્યાય રૂપાંતર પામી અન્યરૂપે કે વિરૂપે કે વિસદૃશરૂપે પ્રગટ થાય છે. ઉદાહરણ રૂપે શુદ્ધ દૂધની વર્ણ, ગંધની પર્યાય શુદ્ધ ભાવે પ્રગટ થાય છે. જ્યાં સુધી દૂધ ઉપર નિમિત્ત કારણનો પ્રભાવ ન પડે, ત્યાં સુધી તે શુદ્ધ પર્યાય સ્વસ્વરૂપે કે સમાન રૂપે પ્રગટ થતી રહે છે પરંતુ જયારે તેના ઉપર નિમિત્ત કારણનો પ્રભાવ પડે છે, ત્યારે આ પર્યાય સ્વયં પલટો ખાય છે અને વિરૂપે પ્રગટ થાય છે. તેના વર્ણ, ગંધ, રસ બદલાય જાય છે. તે જ રીતે આત્મગુણની શુદ્ધ પર્યાય સમાન ભાવે પ્રગટ થતી રહે છે. તેમાં વિકૃતિ આવતી નથી પરંતુ કર્મનો ઉદયભાવ પર્યાયની સાથે જોડાય, ત્યારે આવી ઉદયભાવી પર્યાય વિકૃત થઈ જાય છે અને વિભાવ રૂપે પ્રગટ થાય છે. પર્યાયના સ્વભાવમાં રૂપાંતર થઈ જાય છે. પર્યાયની આ બે ધારા લગભગ ચિંતન ક્ષેત્રમાં પ્રસિદ્ધ થઈ નથી, જેથી સામાન્ય ચિંતક પર્યાય કહીને અટકી જાય છે પરંતુ પર્યાયના પણ પોતાના સ્વતંત્ર ગુણધર્મ હોય છે, તે વાત લક્ષમાં આવતી નથી. શુદ્ધ આત્મા પણ પર્યાયથી વિમુકત નથી. એ જ રીતે પદાર્થ પણ પર્યાય રહિત હોતો નથી. શુદ્ધ પર્યાયની ધારામાં શુદ્ધ પદાર્થનું પ્રતિબિંબ હોય છે અને વિકારી પર્યાયમાં વિકારી ભાવોનું પ્રતિબિંબ પડે છે. પર્યાય સંબંધનું આ ગૂઢ ચિંતન તે આધ્યાત્મિક ક્ષેત્રના એક વિશેષ સોપાન જેવું છે. આ સોપાનનો સ્પર્શ કરીને સાધક પર્યાયના સ્વરૂપને પારખી શકે છે.
-
જે પર્યાય ઉત્પન્ન થાય છે, તે પ્રવાહ રૂપે ઉત્પન્ન થાય છે. જેમ નદીનો પ્રવાહ વિવિધ પ્રકારના આકાર વિકારને ભજવા છતાં શુદ્ધ પાણી રૂપે વહ્યા કરે છે પરંતુ તે પાણીમાં બહારથી કોઈ પદાર્થ નાંખવામાં આવે, પછી તે સુગંધી પદાર્થ હોય કે દુર્ગંધી પદાર્થ હોય, તે પાણીની સાથે ભળી જવાથી પાણીનું સ્વરૂપ બદલે છે. વરના શુદ્ધ પાણી શુદ્ધ ભાવે વહેતું રહે છે, તેમ જો શુદ્ધ દ્રવ્ય હોય, તો તેમાંથી શુદ્ધ પર્યાયનો પ્રવાહ વહેતો રહે છે. જેમ સિદ્ધ ભગવાનનું કેવળજ્ઞાન સર્વથા શુદ્ધ હોવાથી કેવળજ્ઞાનની પર્યાયો સમાનરૂપે પ્રવાહિત થતી રહે છે. એ જ રીતે કોઈ પણ શુદ્ધ આત્માની કે ચારિત્રની શ્રેણીએ ચઢેલા અપ્રમત્તદશાવાળા સાધકની પર્યાય પણ ચારિત્ર ભાવને ભજતી રહે છે. જેમાં કર્મના ઉદયના પ્રભાવની સંભાવના હોય, તે પર્યાયના સ્વરૂપને બદલવાની
૧૯૯