________________
છે પૂર્વ સંસ્કારના કારણે જે ભાવો દૃશ્યમાન થાય છે, તે ભાવોની અને વર્તમાન જીવનની તુલના કરવાથી સ્પષ્ટ થાય છે કે જીવન અને જીવાત્મા બંને નિરાળા છે. જીવન દેહાદિનું છે, જયારે જીવાત્મા ભાવોથી ભરપૂર છે.
આ ગાથામાં શાસ્ત્રકારે જીવની નિત્યતાનું પુનઃ ઉચ્ચારણ કરીને નિત્યતા ઉપર જોર આપ્યું છે. જો કે પૂર્વની ગાથાઓમાં પણ જીવની નિત્યતાને પ્રામાણિક સિદ્ધ કરી છે છતાં પણ આ ગાથામાં પણ બીજો નવો તર્ક આપીને પુનઃ જીવની નિત્યતાને દૃષ્ટિગત કરી છે.
આધ્યાત્મિક સંપૂટ : સંપૂર્ણ ગાથા આધ્યાત્મિક ભાવથી ભરપૂર છે. તેનો સાર એ છે કે અનિત્ય ઉપરથી વૃષ્ટિ હટાવી નિત્ય ઉપર દૃષ્ટિ સ્થિર કરવાની છે. બધા નિત્યભાવો માયાવી છે અને નિત્યભાવો મુકતદશાના પરિચાયક છે. અનિત્યના અનુભવ અને તેનાથી ઉપજતું દુઃખ, તે પણ અનિત્ય છે. સુખ અને દુઃખ બંનેથી પર થવા માટે નિત્ય ભાવોનો સાક્ષાત્કાર પરમ આવશ્યક છે. નિત્યનો નિર્ણય થાય, ત્યારે જીવાત્મા બેફિકર બની શકે છે. જેમ પેલો મસ્ત સાધુ કહે છે કે, ફિકરકી ફાકી કરી, પામ્યો સુખ અનંત.” હકીકતમાં નિત્ય ભાવોનો સ્પર્શ થાય, પછી બધી ચિંતાઓ સ્વયં ખરી પડે છે. ચિંતાની સ્થિતિ જ્યાં સુધી હોય, ત્યાં સુધી યોગોમાં તેની અશાંત ક્રિયા ચાલુ રહે છે પરંતુ જે જીવે નિત્ય ભાવો વાગોળ્યા છે, તે આ બધી ક્ષણિક ક્રિયાઓના પણ વૃષ્ટા બની રહે છે.
નિત્ય અને અનિત્ય વિશ્વના બે ભાવો છે. તે જ્ઞાનવૃષ્ટિએ પારખી લેવાના છે. અનિત્યભાવો જીવની સાથે ઠગાઈ કરી અનિત્ય ભાવોના અંધારા કૂવામાં ઘસડી જાય છે. જયારે આ ગાથામાં વસ્તુતઃ “જીવ નિત્યતા ત્યાંય” લખ્યું છે. ‘ત્યાંય’ એટલે આત્મપ્રદેશોમાં, આધ્યાત્મિક ક્ષેત્રોમાં આ નિત્યતા સ્પર્શી જાય, ત્યારે ગાથામાં મૂકેલો 'ત્યાંય' સ્પષ્ટ સાર્થક બને છે. આ નિત્ય દર્શનની ગાથાનું સાંગોપાંગ વિવેચન કર્યા પછી અને તેના આધ્યાત્મિક ભાવોને સ્પષ્ટ કર્યા પછી તેનો ઉપસંહાર કરીને વિરમશું.
ઉપસંહાર : વિભાવોની તારતમ્યતા અર્થાત્ તરતમભાવોને દ્રષ્ટિમાં રાખીને સિદ્ધિકારે જીવની નિત્યતા સિદ્ધ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. સર્પનો તો એક માત્ર ઉલ્લેખ છે. હકીકતમાં અહીં સર્પનું કોઈ પ્રયોજન નથી. સર્પ જેવા ક્રોધપ્રધાન પ્રાણીઓના પ્રતિનિધિ તરીકે સર્પનો ઉલ્લેખ કર્યો છે અને ત્યાં “સર્પાદિક' એમ કહીને સ્પષ્ટ પણ કર્યું છે. વિભાવો તે પરંપરાગત કોઈ નિત્ય તત્ત્વ સાથે જોડાયેલા છે, નાશવાન દેહ સાથે નહીં. આ નિત્ય તત્ત્વ તે જીવાત્મા છે. જીવાત્મા અજીવ વચ્ચે પણ પોતાની સંપત્તિને અખંડ રાખીને રમે છે. તે વસ્તુ આ ગાથામાં સ્પષ્ટ કરી છે. ગાથાનો સાર જીવની નિત્યતા સાબિત કરવાનો છે. સાથે સાથે એ પણ કથન આવી ગયું છે કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના કોઈ પણ જીવો હોય, તેના શરીરોમાં અર્થાત્ તેની દેહરૂપ પર્યાયમાં વિવિધતા છે. પરંતુ આ બધા શરીરોમાં આત્મા સમાન રૂપે છે. આત્મવૃષ્ટિ કેળવવી, તે સમ્યગદર્શનનું લક્ષણ છે. ગુરુ ભગવંતે સ્વયં કહ્યું છે કે “સર્વાત્મમાં સમદષ્ટિ ધો” આ વચનથી પણ આ ગાથાની પુષ્ટિ થાય છે. સાર રૂપ આપેલું નવનીત તારવ્યા પછી આપણે હવે આગળની ગાથામાં ડૂબકી મારશુ.
(૧૯૪) પપપપપપપપપપપપsi s