________________
હથોડી મારો તો વાસણ ઉપર ઘોબા પડે છે. માણસ રેતીમાં ચાલે, તો તેમાં પગલા પડે છે. આ જગતમાં જે કાંઈ ક્રિયા છે, તેની પ્રતિક્રિયા રૂપે સરલ ભાષામાં કહીએ, તો કોઈ ને કોઈ નિશાન અથવા સૂક્ષ્મ ભાષામાં કહીએ તો તેના સંસ્કાર થાય છે. ભાવથી પ્રતિભાવ અંકિત થાય છે. આથી આપણા પ્રશ્નનો જવાબ આવી જાય છે કે કર્મ અને સંસ્કાર બંને એક હોવા છતા બંને વચ્ચે મૂળ અને ફળનું અંતર છે. અર્થાત્ એક ભાવો કર્મને જન્મ આપે છે અને કર્મ સંસ્કારને જન્મ આપે છે.
પૂર્વ સંસ્કાર એટલે પૂર્વમાં જે કાઈ કર્મો કર્યા છે, તે કર્મોના આધારે જીવમાં સંસ્કાર પડે છે અને જયારે કર્મના આધારે જીવ બીજી યોનિમાં જઈને કર્મ ભોગવે છે, ત્યારે તે પૂર્વજન્મના સંસ્કારો પણ સાથે સાથે જાગૃત થાય છે, માટે અહીં તેને પૂર્વસંસ્કાર કહ્યા છે. પૂર્વસંસ્કાર અપૂર્વ કાર્ય કરતા હોય છે. હકીકતમાં અપૂર્વસંસ્કારનો અર્થ વર્તમાન જીવનમાં નિષ્પન્ન થતાં સંસ્કાર કે એવા કોઈ પણ સંસ્કાર, જેનો ભૂતકાળના કર્મો સાથે વિશેષ સબંધ નથી. તેવા બોલતા ચાલતા સંસ્કારો. અપૂર્વનો અર્થ આશ્ચર્યજનક નહિ પણ પૂર્વમાં નથી, તે અપૂર્વ. આવા અપૂર્વ સંસ્કાર પણ જીવમાં હોય છે પરંતુ સિદ્ધિકારે જે પૂર્વ સંસ્કાર કહ્યા છે. તે કર્મજન્ય સંસ્કાર છે. આ સંસ્કારોમાં પ્રબળતા હોય છે. વર્તમાનકાળના સંસ્કારોને જલ્દી ભૂંસી શકાય છે, બદલી શકાય છે અથવા સંસ્કારનો વિલય પણ કરી શકાય છે પરંતુ પૂર્વના સંસ્કાર ઘણા જ પ્રબળ હોય છે, જેથી તેને જલ્દી બદલી શકાતા નથી. આવા સંસ્કારને પર્વ સંસ્કારો કહ્યા છે. વચમાં ઉત્તર સંસ્કાર એવો પ્રશ્ન પૂછયો છે. વસ્તુતઃ જે સંસ્કારો છે, તે પૂર્વમાંથી ચાલ્યા આવે છે, તેમ તેને જો તપોબળથી કે કાઈ સાધનાથી ખારીજ કર્યા ન હોય, તેમાં પરિવર્તન કર્યું ન હોય, તો તે સંસ્કારો આગળની યોનિમાં જીવ જ્યાં જન્મ ધારણ કરે, ત્યાં પણ સાથે જવાના છે. આવા સાથે જનાર સંસ્કાર ઉત્તરસંસ્કાર કહી શકાય. પૂર્વસંસ્કાર તે ભૂતકાળની હકીકત છે જ્યારે ઉત્તરસંસ્કાર તે ભવિષ્યકાળ સાથે સંબંધ ધરાવે છે. પૂર્વસંસ્કાર અને ઉત્તરસંસ્કાર, બંનેમાં ઘણી વધઘટ થઈ શકે છે. તેના તારતમ્યભાવોથી તેનું પ્રમાણ પણ પરિવર્તિત થાય છે. સંસ્કારોના સ્વભાવમાં પણ રૂપાંતર થવાની શકયતા છે. આ રીતે પૂર્વસંસ્કાર, ઉત્તરસંસ્કાર રૂપે ગતિ કરે, તો પણ તેમાં ઘણી વિશેષતા આવતી હોય છે. છતાં મૂળભૂત સંસ્કારમાં સામ્યભાવ હોય, ત્યારે સંસ્કારોને ઉત્તરસંસ્કાર કહી શકાય છે. આ છે સંસ્કારની લીલા. સંક્ષેપમાં સંસ્કારનો અર્થ છે સ્થાયી પ્રતિક્રિયા. કોઈપણ ક્રિયા ક્ષણિક હોય છે પણ તેની પ્રતિક્રિયાનો પ્રભાવ લાંબી સ્થિતિનો હોય છે. આ પૃથ્વીના પથ્થરો ઉપર પણ કાલાંતરમાં પડેલા નિશાનો હજી પણ પોતાનું સ્વરૂપ પ્રગટ કરતા હોય છે. જેમ જીવમાં સંસ્કાર છે, તેમ જડ પદાર્થોમાં પણ સંસ્કારની ક્રિયા વિશ્વવ્યાપી છે. આથી આપણા સિદ્ધિકાર કહે છે કે પૂર્વ સંસ્કારના આધારે જે ભાવો પ્રગટ થાય છે, તે ભાવોનો આધારભૂત જીવાત્મા છે, તે એક સ્વતંત્ર તત્ત્વ છે. તે દેહાદિમાં સંસ્કારો પ્રગટ કરે છે. દેહનો વિલય થતાં પુનઃ એ સંસ્કાર અન્ય સ્થળે જાગૃત થાય છે. આ સંસ્કારનો સ્વામી એવો આત્મા જીવરૂપે હોવા છતાં તે શાશ્વત પરમાત્મા છે. સંસ્કારના પ્રભાવોથી પ્રાપ્ત થતાં ભાવોના આધારે જીવની નિત્યતા સ્પષ્ટ જોવામાં આવે છે. દેહના ગુણધર્મમાં આવા કોઈ ક્રોધાદિક ભાવો નથી. વિભાવોની જે તારતમ્યતા છે, તે દેહના આધારે નથી પરંતુ તે ભાવના અધિકરણ એવા આત્માના આધારે છે, માટે અહીં શાસ્ત્રકાર કહે છે કે “જીવ નિત્યતા ત્યાંય' એટલે કયાં ? આ સંસ્કાર પ્રવાહમાં જીવની નિત્યતા સ્વયં પ્રગટ
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS(૧૯૩)SSSSSSSSSSSSSSSSSSSS