________________
ગાથા-૬૮
ઉપોદ્યાત – સિદ્ધિકાર હવે સામાન્ય તર્કોની ચર્ચા કર્યા પછી જૈનદર્શનના મૂળ દાર્શનિક સિદ્ધાંતનો સ્પર્શ કરે છે. શ્વેતાંબર, દિગંબર બંને પરંપરાના ન્યાયના ગ્રંથોમાં આ સિદ્ધાંત વ્યાપક રૂપે ફેલાયેલો છે. ખરા અર્થમાં તે જૈનદર્શનની બે ધારા છે. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય. આખું જેનદર્શન દ્રવ્ય અને પર્યાયના આધારે બધા નિર્ણયો કરે છે. જેનદર્શનનો અનેકાંતવાદ આ સિદ્ધાંતના આધારે છે. દ્રવ્ય એટલે મૂળ શાશ્વત ચીજ અને પર્યાય એટલે તેનું પરિવર્તનશીલ રૂ૫. અન્ય દર્શનોમાં પણ પર્યાયને અવસ્થા કહીને ઉલ્લેખ કર્યો છે. કોઈપણ પદાર્થની અવસ્થા, તે તેની પર્યાય છે. પર્યાય ક્ષણિક અને મર્યાદિત સ્થિતિવાળી છે અને દ્રવ્ય શાશ્વત, અખંડ, અને નિરંતર સ્થિતિવાળું છે. દ્રવ્ય ઉપર કાળ અને ક્ષેત્રનો પ્રભાવ નથી. અહીં તો આટલું જ કહીને અટકશું કારણ કે સંપૂર્ણ વિવેચન તો એક મહાગ્રંથની અપેક્ષા રાખે છે. એટલે અહીં ઉપોદ્ધાતનો સંક્ષેપ કરી મૂળ ગાથાને વૃષ્ટિમાં લઈને
|આતમાં ત્રણે નિત્ય છે પચાસે પલટાયા
બાળાદિ વય ત્રણનું જ્ઞાન એકને થાય IT૦૮T - આત્મા દ્રવ્ય નિત્ય છે : આ ગાથામાં શ્રીમદજીએ તળપદી ગુજરાતી ભાષાનું અવલંબન કર્યું છે. એટલે કરણ કે ઉપકરણ વિભકિતમાં અધિકરણ વિભકિતનો ઘણી જગ્યાએ પ્રયોગ જોવા મળે છે. આ ગાથામાં પણ દ્રવ્ય” કહ્યું છે. દ્રવ્યમાં સાતમી વિભકિતનો પ્રયોગ છે. તેનો ભાવ કરણ અર્થે ત્રીજી વિભકિતનો છે. તળપદી ગુજરાતી ભાષામાં આ પ્રકારના પ્રયોગ થાય છે. જેથી અહીં કહ્યું છે કે 'આત્મ દ્રવ્ય નિત્ય છે.' અર્થાત્ દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે. આત્માની નિત્યતામાં દ્રવ્ય આધારભૂત છે. આત્મા પણ એક દ્રવ્ય છે. જે પોતાના ગુણધર્મોને કાયમ જાળ વી રાખે છે. રૂપાંતર થાય પરંતુ પદાર્થનો નાશ ન થાય, તેને દ્રવ્ય કહેવામાં આવે છે. મોક્ષમાર્ગમાં કહ્યું છે કે, 'શુપાયવત્ સૂત્રમ્ અર્થાત્ ગુણ અને પર્યાયનો આધાર દ્રવ્ય છે. જે દ્રવિત થાય છે, જે દ્રવે છે, શ્રવે છે, ઝરે છે, તે દ્રવ્ય છે. તેમાંથી પર્યાયનું દ્રવણ થાય છે અર્થાત્ પર્યાય ઉદ્ભવે છે પરંતુ સ્વયં દ્રવ્ય દ્રવતું નથી. એટલે એક દાર્શનિકે કહ્યું છે કે 'દ્રવ્યમ્ સ્વયે યમદૂત્રમ્ અર્થાત તેમાંથી દ્રવિત થાય છે પણ પોતે દ્રવિત થતું નથી. જેમ રામ દાન આપે છે પંરતુ પોતે કાયમ રહે છે. આ સ્થળ ઉદાહરણ છે.
વસ્તુતઃ સ્થાયી તત્ત્વના આધારે જ અનિત્ય ભાવોનો નાશ થાય છે. અનિત્ય ભાવને જૈનદર્શનમાં પર્યાય કહે છે. પરિવર્તન કે રૂપાંતરનો કોઈ સ્થિર આધાર હોવો જ જોઈએ. આ જે સ્થિર આધાર છે, તે દ્રવ્ય છે અને પરિવર્તન છે, તે પર્યાય છે.
સિદ્ધિકાર અહીં આત્માને દ્રવ્ય દ્રષ્ટિએ નિહાળી રહ્યા છે. આત્મામાં જે આત્મત્વ-જીવત્વ છે, તે તેનો વિશેષ ગુણ છે પરંતુ આત્મા દ્રવ્ય પણ છે. દ્રવ્ય તે સામાન્ય ધર્મ છે. આત્મા તે દ્રવ્ય છે પરંતુ બધા દ્રવ્યો આત્મા હોતા નથી. આત્મામાં દ્રવ્યત્વની વ્યંજના છે અને દ્રવ્યમાં આત્મત્વની