________________
કે મંદ ક્રોધ, તે ક્રોધનો તારતમ્ય ભાવ છે.
સર્પાદિકની માંય : ક્રોધદિકના આ તારતમ્ય ભાવો પણ તેને અનુકૂળ એવી જીવાયોનિમાં વિશેષ રૂપે કે મંદ રૂપે હોય છે કારણ કે ચોરાશીલાખ જીવાયોનિ છે અને બધા જીવોના ભિન્ન ભિન્ન પ્રકારના દેહ અને દેહની રચના અલગ અલગ પ્રકારની હોય છે. આ બધી જીવાયોનિમાંથી કર્મની પ્રબળતાનો તદ્રુરૂપ ભોગ કરવા માટે જીવાત્મા તેવી યોનિમાં જન્મ પામે છે. આ એક ધાર્મિક ગૂઢ સિદ્ધાંત છે. એટલે સામાન્ય ભાષામાં પણ બોલાય કે બહુ ક્રોધી માણસ સાપની યોનિમાં જાય છે. તેને સાપનો જન્મ લેવો પડે છે. આવા બીજા ભાવો વિષે પણ પરંપરા પ્રચલિત છે. હકીકતમાં ભાવોની ગુણવત્તાનો ભોગ કરવા માટે જીવને તેવા પ્રકારના શરીર મળે છે અને જીવ તેવા શરીરમાં કર્મ ભોગ કરવા માટે જાય છે.
તેથી અહીં આપણા સિદ્ધિકાર કહે છે કે આ ક્રોધાદિક ભાવોની તરતમત્તા, સર્પ આદિ યોનિમાં વિશેષ રૂપે જોવામાં આવે છે. “સર્પાદિકની માંય' કહ્યું છે. “માંય’ શબ્દ પણ આત્યંતર તત્ત્વનો બોધક છે. “સર્પાદિકની માંય” એટલે અંદરમાં અથવા સર્પ જેવા બીજા કોઈ પણ જીવ હોય, તો તે જીવોમાં ક્રોધાદિકનો તારતમ્યભાવ છે, તે તેના દેહના આધારે નથી પરંતુ દેહમાં નિવાસ કરનારા જીવના આધારે છે. સર્પાદિક કહીને સર્પને મુખ્ય રૂપે દ્રષ્ટિમાં રાખ્યો છે કારણ કે તે ક્રોધનું અધિક ભાજન છે. સર્પ પોતાની રક્ષા માટે જલ્દી છંછેડાય છે. સર્પમાં ક્રોધની પ્રધાનના માની લીધી છે પરંતુ હકીકતમાં તો અહીં સિદ્ધિકારે સર્પાદિક કહીને સર્પ જેવા બધા પ્રાણીઓને અને ભાવવૃષ્ટિએ વિચાર કરીએ તો મનુષ્યને પણ આ કથન લાગુ પડે છે કારણ કે તે પણ તીવ્ર ક્રોધનું અધિકરણ બને છે. અસ્તુ.
સર્પાદિક માંય” એમ કહ્યું છે, તેનો અર્થ એ છે કે આ ક્રોધના સંસ્કાર કેટલાક જન્મથી સાથે ચાલ્યા આવ્યા છે. સર્પમાં કોઈ નવો ક્રોધ ઉત્પન્ન થતો નથી પરંતુ પૂર્વજન્મમાંથી કોઈ સંસ્કાર લઈને આવેલો ચૈતન્ય અંશ અહીં તીવ્ર ભાવે ક્રોધનો અભિનય કરે છે અર્થાત્ ક્રોધને પ્રગટ કરે છે. સર્પને એવું કોઈ લક્ષ નથી કે અમુક વ્યકિત પર હું ક્રોધ કરું પણ છતાં પ્રવાહ રૂપે તેમાં ક્રોધની તીવ્રતા જણાય છે. જયારે બીજા કેટલાક જાનવરોમાં ક્રોધની મંદતા પણ જણાય છે. ત્યાં પણ મંદ ક્રોધનો આધાર, તેનો દેહ નથી પરંતુ ક્રોધની જે મંદતા છે, તે જીવના પૂર્વ સંસ્કારથી છે. આમ તીવ્રતા અને મંદતા બંને સંસ્કારજન્ય છે. આ ભાવો જ પૂર્વજન્મ કે ઉત્તરજન્મમાં કે બધા જન્મોની ઉત્પત્તિમાં નિમિત્ત બને છે, તેથી જ શાસ્ત્રકાર કહે છે કે પૂર્વજન્મ સંસ્કાર” અર્થાત્ જીવોમાં ક્રોધાદિભાવોની જે તરતમાતા પ્રતીત થાય છે, તે જીવના પૂર્વ સંસ્કારના કારણે હોય છે. અને આ નિત્ય આત્મા પોતાના સંસ્કારો સાથે જન્મ–જન્મની યાત્રા કરતો સર્પાદિ કોઈપણ યોનિમાં પરિભ્રમણ કરે છે અને ત્યાં ભાવોની તીવ્રતા અને મંદતાના દર્શન કરાવે છે. તે બધા પૂર્વ જન્મના સંસ્કારો સાબિત કરે છે કે દેહ જૂદો છે અને દેહનો યાત્રી જૂદો છે. શાસ્ત્રકાર પૂર્વજન્મના સંસ્કાર શબ્દના આધારે જન્મ જન્માંતરની પણ સ્થાપના કરે છે. આ રીતે એક જ શબ્દમાં બંને ભાવોની અભિવ્યકિત કરી છે. એટલે જ આપણે બરાબર કહેતા આવ્યા છીએ કે ધન્ય છે આ કાવ્યકળાને અને ધન્ય છે ગુજરાતી ભાષાના સામાન્ય શબ્દને ગૂઢભાવે પ્રગટ કરનાર ગુરુદેવને ! અહીં સર્પ
પ...(૧૯૦)