________________
શબ્દનું ઉચ્ચારણ સર્પ માટે નથી પરંતુ સર્પાદિક જેવી જીવાયોનીના જીવો માટે છે અને ક્રોધાદિક ભાવોની જે વધઘટ દેખાય છે, તેમાં સર્પમાં જે તીવ્રતા દેખાય છે અથવા એવા બીજા કોઈ જીવોમાં કે મનુષ્ય આદિમાં પણ ક્રોધની જે તીવ્રતા દેખાય છે, તે તીવ્રતાનું કારણ કોઈ પૂર્વજન્મના સંસ્કાર હોવા જોઈએ કારણકે સર્પ વગર કારણે આવા ક્રોધનો શિકાર શામાટે બને ? તેનું શરીર તો અત્યંત મુલાયમ અને નિર્મળ દેખાય છે. તો તેમાં જે તીવ્ર ક્રોધ પ્રગટ થાય છે, તે તેના પૂર્વ જન્મના સંસ્કારનું જ ફળ છે. પૂર્વ જન્મના સંસ્કાર” શબ્દના આધારે સ્પષ્ટ થાય છે કે કોઈ પણ જીવ સંસ્કારોને સાથે લઈને જન્મ જન્માંતરની યાત્રા કરે છે. તેમાં પણ ક્રોધના સંસ્કારની પ્રબળતા થાય, ત્યારે સર્પ જેવી યોનિમાં જન્મ ધારણ કરે છે. આ રીતે કવિરાજના આ ઉદાહરણથી પૂર્વજન્મની સિદ્ધિ થાય છે અને જીવની નિત્યતા પણ સાબિત થાય છે. આ ગાથામાં પૂર્વ સંસ્કાર તે મહત્ત્વપૂર્ણ છે.
સંસ્કારની પ્રક્રિયા : પૂર્વ સંસ્કાર શું છે? તે વિષે આપણે હવે ઊંડાઈથી વિચાર કરીશું. શાસ્ત્રકારે ફકત પૂર્વસંસ્કાર શબ્દ મૂકયો છે. પૂર્વસંસ્કારનો સીધો અર્થ આગળના સંસ્કાર એવો થાય છે પરંતુ સંસ્કાર શું છે? તે જાણવું બહુ જરૂરી છે. સંસ્કાર શબ્દનો શબ્દાર્થ તો ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. સંસ્કાર એટલે કોઈ વસ્તુને સારી અવસ્થામાં મૂકવી અથવા પદાર્થને એક અવસ્થામાંથી બીજી ઉત્તમ અવસ્થામાં લઈ જવાની જે ક્રિયા અને તે ક્રિયાનું જે ફળ છે, તે સંસ્કાર છે.
સભ્ય પ્રશ્નારે ક્રિયેત્તે તિ સંસ્કાર | ક્રિયાયઃ કુત્તમ સંસ્કાર | સંસ્કારનો આ શબ્દાર્થ છે. જયારે ભાવાર્થમાં કોઈ પણ અભ્યાસ જીવમાં સ્થિર થઈ જાય, એક ક્રિયાને વારંવાર કરવાથી યોગોમાં જે પુનરાવૃત્તિના ભાવ ઉત્પન્ન થાય, તેને સંસ્કાર કહેવામાં આવે છે. અર્થાત્
પ્યાલો સંરઃ | જે બીજમાંથી વારંવાર ક્રિયા ઉત્પન્ન થાય, તે ક્રિયાબીજને પણ સંસ્કાર કહેવામાં આવે છે. સંસ્કાર એક પ્રકારની પ્રતિક્રિયાત્મક છાપ છે, તે પણ કોઈ ક્રિયાની આવૃત્તિનું ફળ છે. જેમકે એક માણસ ગાળો બોલતો હોય, તો ધીરે ધીરે તેને ગાળ બોલવાના સંસ્કાર ઉત્પન્ન થાય છે અને કર્મની સત્તામાં પણ આ સંસ્કાર ઉત્પન્ન થાય છે અને કર્મની સત્તામાં પણ આ સંસ્કાર પ્રવેશી જાય છે, પછી જન્મ જન્માંતરમાં પણ આ સંસ્કાર પ્રવેશી જાય છે અને જન્મ જન્માંતરમાં આ સંસ્કારબીજ પુનઃ પ્રગટ થવા, માથુ ઊંચુ કરવા કોશિષ કરે છે. સંસ્કારનું ઉત્પત્તિ સ્થાન અલગ છે અને સત્તામાં પડેલા સંસ્કારો બીજી યોનિમાં, બીજા જન્મમાં પણ ફળ આપી શકે છે. ઘણી જગ્યાએ જડ દ્રવ્યો પણ અમુક સંસ્કારને પ્રાપ્ત કરે છે. અહીં આપણે જીવના સંસ્કારની વાત કરી રહ્યા છીએ. જીવના સંસ્કારના મૂળમાં જ્ઞાન, ઈચ્છા અને કૃતિ અર્થાત્ યત્ન, આ ત્રિવેણી સંયુકત થાય છે જ્ઞાન, ઈચ્છા અને યત્નની ત્રિવેણી જયારે આવૃત્તિ કરે, ત્યારે સંસ્કાર નિષ્પન્ન થાય છે. આમ સંસ્કાર તે સૂમ ક્રિયાશીલતાનું ફળ છે. જો આ ત્રિવેણી શુભ હોય, તો શુભ સંસ્કાર નિષ્પન્ન કરે છે પરંતુ જ્ઞાનમાં વિપરીતતા હોય, માઠી ઈચ્છા હોય અને યત્ન પણ હિંસાત્મક હોય, તો આ મેલી ત્રિવેણી અશુભ સંસ્કારને જન્મ આપે છે. જયારે નિર્મળ જ્ઞાન, શુભ ઈચ્છા, અને દયામય પ્રવૃતિ, આ ત્રિવેણી શુભ સંસ્કારને જન્મ આપે છે. સંસ્કાર એ જીવની પોતાની સંપત્તિ બની જાય છે. સંસ્કાર કર્મ સાથે સંચિત થાય છે.
LLLLLS(૧૯૧)...