________________
ગાથા-૬૦
ઉપોદ્દાત : આ ગાથામાં સિદ્ધિકારની દ્રષ્ટિમાં જે બે ભાવો સમાવિષ્ટ છે, તેની રજુઆત કરે છે, અને તેમાં તર્કયુકત દૃષ્ટાંત આપવાનો પ્રયાસ કર્યો છે. તે બે ભાવ આ પ્રમાણે છે.
(૧) આત્માની નિત્યાતાની જે વાત ચાલે છે, તેને હજુ પ્રમાણોથી વધારે સુપ્રમાણિત કરવી.
(૨) ભારતવર્ષમાં જીવાત્માના પૂર્વજન્મ અને આગામી જન્મો થતાં હોય, તેવી માન્યતા પ્રચલિત છે પરંતુ છતાં પણ કેટલાક માણસો પૂર્વજન્મનો સ્વીકાર કરતા નથી, તેના માટે પણ તર્ક આપવામાં આવ્યો છે. એક જ તર્કથી અને એક જ ઉદાહરણથી આ બંને ભાવોનું આખ્યાન કર્યું છે અને ૬૬ મી ગાથાનું જે અંતિમ પદ હતું તે જ ભાવોને અહીં પણ ચોથા પદમાં દ્વિરુકત કરીને નિત્યતાનો વિચાર વૃઢ કરવામાં આવ્યો છે. અસ્તુ. હવે આપણે મૂળ ગાથાનો સ્પર્શ કરીએ.
ક્રોધાદિ તરતમ્યતા, સપાદિકની માય T
પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય II ૬૦ I તારતમ્ય ભાવ : ‘તરતમતા' નો અર્થ થાય છે. વધઘટ–ઓછું થવું અને વધવું. પરસ્પર બે ગુણોની તુલનામાં જે કંઈ ન્યૂનતા અને અધિકતા હોય છે, તેને તારતમ્ય ભાવ કહેવામાં આવે છે. સ્પષ્ટપણે જૈનદર્શનનો એક દાર્શનિક નિર્ણય છે કે કોઈ પણ પદાર્થના ભાવોની જે કાંઈ તારતમ્યતા છે, તે પદાર્થની પર્યાયના આધારે છે. મૂળ દ્રવ્યની સ્થિતિ શાશ્વત અને ધ્રુવ હોવાથી તેમાં કોઈ તારતમ્ય ભાવો ઘટિત થતા નથી. તારતમ્ય શબ્દ જ સ્પષ્ટ કરે છે કે તે એક પ્રકારની પદાર્થની પર્યાય છે. જેનદર્શનનો જે મહાન સિદ્ધાંત છે ષગુણહાનિવૃદ્ધિ અર્થાત્ છ પ્રકારે જે હાનિ વૃદ્ધિ થાય છે, તે પણ તારતમ્ય ભાવોને પ્રગટ કરે છે. અસ્તુ.
કહેવાનો મતલબ એ છે કે તારતમ્યભાવ, તે પર્યાયની પ્રક્રિયા છે. આવી તારતમ્યતા કોઈ પણ સ્વાભાવિક પર્યાયો કે વૈભાવિક પર્યાયમાં પ્રત્યક્ષ થતી હોય છે. આત્માની સાથે જોડાયેલા કર્મ જયારે ઉદયમાન થાય છે, ત્યારે અમુક ઘાતી કર્મો એવા છે કે વિભાવોને જન્મ આપે છે અને આક્ષેપ-વિક્ષેપની ક્રિયાનો પ્રારંભ થાય છે. આ રીતે કર્મના ઉદયની પ્રબળતા કે મંદતા અનુસાર ઉદયમાન પરિણામોમાં તારતમ્યતા થાય છે અર્થાત્ તે ભાવોમાં પ્રબળતા–મંદતા, ન્યૂનતા કે અધિકતા, અધિક વીર્યતા કે ન્યૂન વીર્યતા, તેવા ભાવો જોડાયેલા હોય છે. આ રીતે આ બધા વિભાવોમાં તારતમ્યતા અર્થાત્ પ્રત્યક્ષ વધઘટના દર્શન થાય છે. અહીં શાસ્ત્રકારે ગાથાના પ્રથમ પદમાં જ આવા એક વિભાવનું નામ લઈ અર્થાત્ ક્રોધને અનુલક્ષીને તેની તારતમ્યતા વિષે ઉચ્ચારણ કર્યું છે. ક્રોધનો તારતમ્ય ભાવ મોહનીય કર્મના ઉદયને આધારે છે અને આ તારતમ્ય ભાવ સ્થિતિની અપેક્ષાએ, અનુભવની અપેક્ષાએ કે પ્રદેશ બંધની અપેક્ષાએ ઓછો–વત્તો થાય છે. પરંતુ ક્રોધનો તારતમ્યભાવ મુખ્ય અનુભવના આધારે વૃષ્ટિગત કરવામાં આવે છે અર્થાત્ તીવ્ર ક્રોધ
પપપપપપપપપપપપપપ(૧૮૯) પપપપપપપS