________________
| ઉત્પત્તિ અને વિનાશ તે વિશ્વની પ્રત્યેક ક્રિયાઓમાં થાય છે અને તે ક્રિયાઓ પ્રવાહ રૂપે સંયોગોમાં ઘટિત થતી હોય છે પણ આત્મવાદી દર્શન કહે છે કે આ ઉત્પત્તિ અને નાશનો પ્રભાવ ચેતન દ્રવ્ય ઉપર પડતો નથી. તે નિરાળું દ્રવ્ય છે અને તેની શાશ્વત સ્થિતિ છે. આખી ગાથામાં સિદ્ધિકારે અનુત્પત્તિ અને અવિનાશ, એ બંને ક્રિયાઓ ઉપર ધ્યાન રાખી આત્માને ધ્રુવ બતાવ્યો છે, આવો ધ્રુવ આત્મા તે આત્મસાધનાનો આધાર છે. ધ્રુવ આત્માનું લક્ષ થાય, તો જ મનુષ્ય અનિત્ય અને ક્ષણિક ભાવોથી વિરકત થઈ શકે. આત્માની નિત્યતાનો નિર્ણય તે સાધનાનું પ્રથમ મંગલમય સોપાન છે. હવે આપણે ૬૭ મી ગાથાનો ઉપોદ્ઘાત કરીએ.