________________
ઉત્પત્તિ અને લયથી પરેની સ્થિતિનું દિગ્દશન, તે આ ગાથારૂપી આમ્રફળનો મધુર રસ છે. છત્ત રૃા રસજ્ઞાન અમિનાયતે, રસપાને તુ પરમ સંતુષ્ટિ । જ્યારે જીવ પોતાની અભંગ સ્થિતિનો જાણકાર બની અભંગી આત્માના શાશ્વત પ્રદેશોમાં પ્રવિષ્ટ થાય છે, ત્યારે ફકત તે જડ જગતના ઉત્પત્તિ-સ્થિતિવાળા ઉછળતા સાગરના દર્શન કરી સ્વયં તેનાથી અછૂતો છે, તેવો અપૂર્વ આનંદ માને છે. સ્વની અક્ષય સ્થિતિનું નિદર્શન, તે આ ગાથાનો અભિષ્ટ આધ્યાત્મિક સંપૂટ છે.
ઉપસંહાર : વિવેચનમાં બધો સાર આવી ગયો છે. સિદ્ધિકારનું કથન સ્પષ્ટ રૂપે કવિતામાં જોઈ શકાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પન્ન કરતું નથી. આ ગાથા આખી આત્મસિદ્ધિની ભીંત છે. ખરા અર્થમાં તે આખા દર્શનનો પાયો છે. બંને દ્રવ્યો સ્વતંત્ર છે અને એક બીજાને જો ઉત્પન્ન ન કરે, તો જ આત્મા મુકતદશાને પ્રાપ્ત કરે છે. પ્રકૃતિની કેવી વ્યવસ્થા છે કે દ્રવ્યો એકબીજાને બાધક બનતા નથી. અર્થાત્ તેના ગુણધર્મમાં બાધા નાંખી શકતા નથી. બધા દ્રવ્યો શાશ્વત અને નિત્ય છે. તેથી પરસ્પર ઉત્પત્તિ કરવાનું કાર્ય સંભવિત નથી. આ છે ગાથાનો સ્પષ્ટ સારભૂત
ઉપદેશ.