________________
ગાથા-૬૬
ઉપોદ્ઘાત : ૬૫ મી ગાથાના અનુસંધાનમાં સિદ્ધિકાર પુનઃ ઉત્પત્તિવાદનો આશ્રય કરી આત્માની નિત્ય શાશ્વત અવસ્થા વિષે ભારપૂર્વક કથન કરી રહ્યા છે. અનુત્પત્તિવાદ તે એક સૈદ્ધાત્તિક દૃષ્ટિ છે. પૂર્વની ગાથાઓમાં પણ આપણે વ્યાખ્યા કરી ગયા છીએ કે આર્વિભાવ અને તિરોભાવ માનનારા દર્શન ઉત્પત્તિવાદનો સર્વથા ઉચ્છેદ કરે છે. જૈનદર્શન ઉત્પત્તિવાદનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે પરંતુ જેનદર્શન દ્રવ્યની ઉત્પત્તિ માનતું નથી. પર્યાયના આધારે ઉત્પત્તિ અને લય માને છે. આ ૬૬ મી ગાથામાં શાસ્ત્રકાર આ અનુત્પત્તિવાદને સ્પષ્ટ કરે છે. જો અનુત્પત્તિવાદ નિશ્ચિત હોય, તો આત્મા પણ નિત્ય છે અને એ જ રીતે બીજા દ્રવ્યો પણ નિત્ય છે. આત્મસિદ્ધિમાં આત્મદ્રવ્યની પ્રમુખતા છે એટલે આત્માની નિત્યતાને પ્રમુખતા આપવામાં આવી છે, માટે હવે ગાથાને જ બોલવા દઈએ.
કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય T
નાશ ન તેનો કોઈમાં તેથી નિત્ય સદાયાકલા કોઈ સંયોગોથી નહિ – બીજા પદમાં જેની ઉત્પત્તિ થાય' તેમ કહીને પૂર્વ પદમાં કોઈ પણ સંયોગ આત્માની ઉત્પત્તિના જનક નથી, તો જેની અર્થાત્ આત્માની ઉત્પત્તિ કે કોઈપણ શાશ્વત દ્રવ્યની ઉત્પત્તિ કયાંથી થાય ? સંયોગોને દૃષ્ટિગત રાખી આખું વાકય આ પ્રમાણે ગોઠવાયેલું છે – જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગથી થતી નથી, તેમ કહીને કવિરાજ કાર્ય કારણની સાંકળનો વિચ્છેદ કરી રહ્યા છે. જે દ્રવ્ય વિષે તે કહેવા માંગે છે, તે દ્રવ્ય અને બાહ્ય સંયોગો, એ બંનેની વચ્ચે કાર્ય કારણનો સબંધ નથી, જનક જન્ય ભાવ પણ નથી. ઉત્પત્તિ તે જન્ય ભાવ છે અને અનુત્પત્તિ તે જનક–જન્ય ભાવનો વિચ્છેદ કરે છે. અહીં આ ગાથામાં સંયોગથી જેની ઉત્પત્તિ ન થાય, તેમ ઉચ્ચારણ કરીને “ઉત્પત્તિ અને “નહી', અને શબ્દોનો અર્થ છે અનુત્પત્તિ. આત્મા અર્થાત્ દ્રવ્યો ઉત્પન્ન થયા જ નથી, તો સંયોગો કોઈપણ દ્રવ્યને ક્યાંથી ઉત્પન્ન કરી શકે? સિદ્ધિકાર કહે છે કે સંયોગોથી જેની ઉત્પત્તિ થતી નથી, તેવો અનુત્પન્ન, શાશ્વત, નિત્ય આત્મા જ્ઞાનમાં પ્રતિભાષિત થઈ રહ્યો છે. જો અનુત્પન્ન છે, તો તેનો નાશ પણ ક્યાંથી થાય અર્થાત સંયોગોથી જન્મ પણ નથી અને સંયોગોમાં વિલય પણ પામતો નથી. આવો ઉત્પત્તિ અને વિલયથી નિરાળો સદા નિત્ય આત્મા જ્ઞાનના ક્ષેત્રમાં ઝળકે છે, જણાય છે, તેનો અર્થ અનુભવમાં આવે છે. જેમ આત્મા અનુત્પન્ન છે, તેમ અવિનાશી પણ છે, માટે અનુત્પતિવાદ અને અલુપ્તવાદ એ બને નિત્ય પદાર્થની બે ધ્રુવ બાજુઓ છે, બંને મજબૂત પડખાં છે. આ બંને પક્ષ બોલે છે કે આત્મા ઉત્પન્ન થયો નથી અને કયારેય વિનાશ પણ થતો નથી.
પૂર્વની ગાથામાં પણ “સંયોગો' શબ્દનો ઉલ્લેખ કર્યો છે અને આ ગાથામાં પણ “સંયોગો’ શબ્દનો પ્રયોગ છે. જે હકીકત પૂર્વમાં કહેવામાં આવી છે, તે વાતને પ્રમાણભૂત કરવા માટે પુનઃ કેટલાક તર્ક આપી સિદ્ધ કરવા વધારે પ્રયાસ કર્યો છે અને આત્મા નિત્ય જણાય તેવું કહ્યું છે.
\\\\\\\\\\\\\\\\\(૧૮૧)
\\\\\\\\\\\\\\\\\\\\
\\\\\\\\\\\\\\\\\\\\\\\\