________________
મતવાદનો ગૂઢાર્થ સમજીએ “જે દ્રો દ્વિતીય નાસ્તિ' અર્થાત્ અદ્વૈતવાદી એક ચેતન તત્ત્વને જ બ્રહ્મ કહીને વિશ્વવ્યાપક માને છે. વિશ્વવ્યાપી બ્રહ્ય માયાનું રૂપ ધારણ કરીને જડ પદાર્થ રૂપે પરિણામ પામે છે. હકીકતમાં આ વિચારધારા પ્રમાણે કોઈ જડ તત્ત્વ નથી પરંતુ સંજ્ઞા રહિત જે પદાર્થો અનુભવમાં આવે છે, તેને અવાસ્તવિક જડ પદાર્થો તરીકે સ્વીકાર કરે છે અને કહે છે કે આ બધી જડ સૃષ્ટિ ચેતનાથી ઉત્પન્ન થઈ છે. હકીકતમાં સિદ્ધિકારે આ દાર્શનિક વાતને પણ બહુજ ખૂબીથી જાળવી રાખી છે. પ્રથમ પદમાં “જડ થી ચેતન ઉપજે એમ કહ્યું છે. જયારે અહીં ચેતનથી જડ ઉપજે', એમ ન કહેતાં “ચેતનથી જડ થાય', એ રીતે આખ્યાન કર્યું છે અને બ્રહ્મવાદનો મત આ “થાય’ શબ્દમાં આવી જાય છે. અર્થાત્ ચેતનથી જડ થાય છે. જડ ઉત્પન્ન થતું નથી પરંતુ ચેતન જડ રૂપે બદલાય છે. આમ પરિણામવાદનો ઉલ્લેખ કરી પરિવર્તનના સિદ્ધાંતનો ભાવ પ્રદર્શિત કર્યો છે... અસ્તુ.
ગાથાના આ બને પદો બંને વિધિવાદી મતોનો ઉલ્લેખ કરી જાય છે. જેનો શાસ્ત્રકાર નિષેઘ કરવા માંગે છે. તેનું ધરાતલ સ્પષ્ટ રીતે સામે રાખ્યું છે અને જડ ચેતનના પરસ્પર ઉત્પત્તિવાદનો ઉલ્લેખ કરીને વિશ્વમાન્યતાનું વિવરણ કહ્યું છે. હવે આપણે આ બંને માન્યતાને વધારે ઊંડાઈથી વાગોળીએ. - “જડથી ચેતન ઉપજે આ પદમાં જડ અને ચેતન બે મુખ્ય અભિગમ છે. જડ શબ્દ ઘણા અર્થમાં વપરાય છે પરંતુ દાર્શનિકક્ષેત્રમાં જડ શબ્દના બે રીતે પ્રયોગ જોવા મળે છે. એક જ્ઞાન રહિત તત્ત્વ અને એક સંશાશૂન્ય તત્ત્વ. સંજ્ઞાશૂન્ય પદાર્થો અચેતન અવસ્થામાં હોવાથી સુખદુઃખની લાગણીનો અનુભવ કરી શકતા નથી. સુષુપ્ત ચેતનાવાળા જીવોને સામાન્ય રીતે જડ કહેવામાં આવે છે. મનુષ્ય કે કોઈ પણ પ્રાણી ઘણી અવસ્થામાં અને ઘણા બિંદુઓ ઉપર આવી જડતાનો શિકાર બને છે. જો કે આ જડતા સીમિત છે, તેની ચેતન અવસ્થા જાગૃત થાય, તો જડત્વ લુપ્ત થઈ જાય છે. અસ્તુ.
આ જડતા સિવાય જે સાર્વભોમ જડતા છે અર્થાત્ પદાર્થનું સૈકાલિક જડત્વ બરાબર બની રહે છે, તે વાસ્તવિક જડ છે. આવા જડ પદાર્થો જ્ઞાનહીન હોય છે. સૂત્ર વાકય છે કે જ્ઞાનહીનાવવું નડત્વમ | જે પદાર્થમાં જ્ઞાન નથી, તે જડ છે પરંતુ સાથે સાથે સુખદુઃખની લાગણી, માન, અપમાનની લાગણી અથવા જીવન-મરણનો સંયોગ જેમાં નથી, તે જડ છે.
જો કે પદાર્થનું જડત્વ, પદાર્થ પોતે સ્વીકાર કરતો નથી. જડપદાર્થને ખબર નથી કે હું જડ છું પરંતુ જ્ઞાનવાન વ્યકિત પોતાના જ્ઞાનના આધારે તેને જડ કહે છે. પદાર્થની જડતા પણ મનુષ્યના જ્ઞાનમાં અંકિત થયેલી છે. પોતાના બૌદ્ધિક અનુભવના આધારે પદાર્થને જડ કહેવા માટે પ્રેરિત થાય છે. હકીકતમાં આવા દેખાતા જડ પદાર્થોમાં સૂક્ષ્મ ચૈતન્ય અંશ હોય, તો તે સામાન્ય બુદ્ધિથી અગ્રાહ્ય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે પદાર્થની જડતા તે બુદ્ધિનો એક પ્રકલ્પિત નિર્ણય છે. બુદ્ધિ જ્યાં સુધી તેનો સ્વીકાર ન કરે, ત્યાં સુધી પદાર્થની જડતા પણ સંદેહશીલ બની રહે છે. આટલા ઊંડા વિવેચન પછી સ્પષ્ટ થાય છે કે પદાર્થનો જડ ભાવ પણ એક પરિસ્કૃત
\\\\\\\\\\\\\\\(૧૭પ)\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\