________________
ગાથા-૫
ઉપોદ્દાત : શાસ્ત્રકારે પૂર્વમાં જે જે વાતો અધ્યાર્થ ભાવે કહેલી હતી, તે બધા ભાવોની તારવણી કરીને હવે આ ગાળામાં સ્પષ્ટ રીતે પોતાનું મંતવ્ય જણાવે છે. ઉલ્લેખ એ રીતે કર્યો છે કે કોઈ પણ થોડો ઘણો બુદ્ધિશાળી હોય તો તેને આવો ઉલ્ટો અનુભવ કયારેય પણ થતો નથી. અર્થાત્ લગભગ થતો નથી. આમ સાધારણ બુદ્ધિશાળી મનુષ્યને નજરમાં રાખી એક સામાન્ય બુદ્ધિના આધારે એક શાશ્વત સિદ્ધાંતોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અદ્વૈતવાદી સિદ્ધાંત વિશ્વના આધારભૂત જડ અને ચેતન તેવા બે દ્રવ્યોનો સ્વીકાર કરતો નથી પરંતુ જે વૈતવાદી દર્શન છે, તે વિશ્વના આધારભૂત જડ અને ચેતન તેવા બે દ્રવ્યોનો સ્વીકાર કરે છે. જેનદર્શન પણ સ્પષ્ટ દ્વૈતવાદી છે, તેથી આ ગાથામાં વૈતવાદીનું અવલંબન કરી એક ત્રિકાલવર્તી સિદ્ધાંતની ઘોષણા કરી
જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય,
એવો અનુભવ કોઈન, કયારે કદિન થાયા પર જે વાતનો પરિહાર કરવો છે તે વાતનો પ્રથમ પદમાં વિધિભાવથી ઉચ્ચાર કરી શાસ્ત્રકાર આગળ વધે છે. અર્થાત્ “જડથી ચેતન ઉપજે” એમ કહ્યું છે. આટલું જ પદ જો વાંચીએ, તો એવો આભાસ થાય છે કે જડથી ચેતન ઉપજે છે. આમ પ્રથમ વિધિભાવની સ્થાપના કરવાનો સિદ્ધિકાર નો હેતુ શું છે, એ સમજવું ઘટે છે.
ભાવાર્થ એ છે કે આ જાતનો મતવાદ ધાર્મિક ક્ષેત્રમાં કે તત્ત્વચિંતનના ક્ષેત્રમાં પ્રસિદ્ધ છે. અને તે મત એમ કહે છે કે જડથી ચેતન ઉપજે છે. જો કે આવા મતવાદીને કોઈ અનુભવ થતો નથી કે તેને એકતા અનેકતાનો વિચાર નથી પરંતુ લોટમાં જેમ ઘડા પડે છે, તો લોટથી ઘનેડા પેદા થયા છે, તેમ સામાન્ય બુદ્ધિથી અનુભવે છે અને જ્યાં જ્યાં ચેતના ઉપજે છે, ત્યાં બધે જડનું નિમિત્ત છે જ, તેથી એક પ્રબળ માન્યતા અસ્તિત્વમાં આવી છે કે આ બધા જડ પદાર્થો જીવની ઉત્પત્તિનું કારણ છે, તેથી અહીં શાસ્ત્રકારે આ મતવાદને પ્રથમ લક્ષમાં લીધો છે અને પ્રથમ પદમાં જ તે જાતનો ઉલ્લેખ કર્યો છે. તેનાથી વિરુદ્ધ બીજો મતવાદ પણ અસ્તિત્વમાં છે કે ચેતનથી જડ ઉપજે છે, તો બંને વિધિ પદોને સામે રાખ્યા પછી એકસાથે શાસ્ત્રકાર પરિહાર કરશે પરંતુ પરિહારને સમજતા પહેલા આ બન્ને મતવાદનું વિશ્લેષણ જરૂરી છે. (૧) જડથી ચેતન ઉપજે (૨) ચેતનથી જડ ઉપજે.
જડથી ચેતન ઉપજે... જડથી ચેતન ઉપજે અર્થાતુ જડ પદાર્થોથી આ જીવની ઉત્પત્તિ થાય, તે સામાન્ય માન્યતા પ્રસિદ્ધિ પામી છે પરંતુ “ચેતનથી જડ થાય”, આ કથન ઘણુ ઊંડાઈ ભરેલું છે. સામાન્ય રીતે જીવાત્મા કોઈ જડ પદાર્થનું નિર્માણ કરતો હોય, તેવું વ્યવહારક્ષેત્રમાં પણ જોવામાં આવતું નથી. આ પૂર્વપક્ષને જ નજરઅંદાજ રાખી પ્રશ્ન થાય છે કે ચેતનથી જડ ઉપજે તે પ્રવાદ પ્રસિદ્ધ નથી, તો તેનો પરિહાર કરવાનું પ્રયોજન શું? માટે અહીં આપણે આ બીજા
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\(૧૭૪) NITIONS
N