________________
કહે છે કે “આત્મા નિત્ય પ્રત્યક્ષ' અહીં આધાર રૂપ અક્ષને સામે રાખીને આત્માને સાક્ષાત પ્રત્યક્ષ ગણાવ્યો છે. ધન્ય છે આ આત્મસિદ્ધિના ઘડવૈયા મહાત્માને ? જેમણે બહુ જ ટૂંકા શબ્દોમાં ઘણા ઘણા ઊંડા ભાવો આટોપ્યા છે.
આધ્યાત્મિક સંપૂટ : સંપૂર્ણ ગાથા આધ્યાત્મિક ભાવોથી ભરપૂર છે, જેથી આધ્યાત્મિક સંપૂટ કથન કરવાનો અવકાશ રહેતો નથી પરંતુ એટલું જ કહી શકાય છે. આખી ગાથા સંયોગથી ઉપર ઊઠી નાસ્તે ન પ્રિયતે | આ ઉપનિષદ્ગા વાકયને જાણે સાર્થક કરતી હોય, તેવા અજર, અમર, ઉત્પત્તિ–લયથી વિમુકત તેવા આત્મપુરુષનું દર્શન કરાવે છે અને અક્ષર એવો આત્મા સંયોગથી છૂટો જોઈ શકાય તેવું દર્શન આપે છે. આ રીતે સાધક અધ્યાત્મિક ભાવનો સ્પર્શ કરી પરમાનંદ મેળવી શકે છે.
ઉપસંહાર : આ ગાથાની ઘણી ઘણી વિશદ વ્યાખ્યા કર્યા પછી પણ એવું લાગે છે કે જાણે હજુ પર્યાપ્ત વ્યાખ્યા કરવાનો અવસર મળ્યો નથી. અતિ વિસ્તારના ભયથી વ્યાખ્યાને આટોપી લેવામાં આવી છે. ગાથા ઘણી જ મહત્ત્વપૂર્ણ છે. (૧) સંયોગ (૨) અનુભવ (૩) નિત્ય આત્મા, આ ત્રિવિધભાવ ઉપર અનેરો પ્રકાશ નાંખી સંયોગની વિભિન્નતા પ્રગટ કરીને અનુભવ અને આત્માનું તાદાભ્ય બતાવી આત્મસિદ્ધિ ઉપર એક સોનેરી ઓપ આપ્યો છે અને શ્રદ્ધાળુ આત્માને સ્વચ્છ સમજાય તેવો ઈશારો કરી ગાથામાં અમૃત પીરસ્યું છે.
SSSSS(૧૭)SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS