________________
પાઠક ભ્રમમાં પડી શકે છે કારણે કે જીવમાત્ર જ્યાં સંયોગ હોય, ત્યાં જ ઉત્પન્ન થાય છે. ઉપજે નહિ સંયોગથી' તે વાકય નિશ્ચયનયના આધારે છે. જીવ તો ઉત્પન્ન થતો જ નથી, તે તો અનાદિ, શાશ્વત, નિત્ય દ્રવ્ય છે, તેથી જીવને ઉત્પન્ન થવાની વાત જ નથી.
‘ઉપજે નહિ સંયોગથી’ એમ કહેવાનો મતલબ કોઈ એમ ન સમજે કે બીજા કોઈ કારણોથી આત્મા ઉત્પન્ન થાય છે. હકીકતમાં તે ઉત્પન્ન પણ થતો નથી અને મરતો પણ નથી. અહીં આત્મદ્રવ્યને લક્ષમાં રાખીને આ કથન કર્યું છે, દેહધારીને લક્ષમાં રાખીને કથન નથી. સંયોગ સંયોગને જ ઉત્પન્ન કરી શકે છે. જૈનદર્શન અનુસાર કોઈ પણ દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી. છએ દ્રવ્યો શાશ્વત છે. એક નવું પરમાણુ પણ બની શકતું નથી. જે છે, તે શાશ્વત છે. ઉત્પત્તિ–લય ફકત પર્યાયના આધારે અને સંયોગથી થતા અનિત્ય ભાવોના આધારે છે. જડ દ્રવ્ય પણ જો ઉત્પન થતું નથી, તો અનંત શકિતના ધારક આત્માને કોણ ઉત્પન્ન કરી શકે ? માટે ચોથા પદમાં કહ્યું છે કે “આત્મા નિત્ય પ્રત્યક્ષ' અર્થાત્ પ્રત્યક્ષ રીતે આત્મા નિત્ય દેખાય છે.
આત્મા નિત્ય પ્રત્યક્ષ : અહીં પ્રત્યક્ષ શબ્દ મૂકયો છે. તે શું સૂચવે છે ? નિત્ય એવો આત્મા ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ થતો નથી. વ્યવહારમાં પાંચ ઈન્દ્રિય અને મન પ્રત્યક્ષનો આધાર છે. તે સિવાય અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ સાક્ષાત પ્રત્યક્ષનો આધાર છે. શાસ્ત્રીય દ્રષ્ટિએ મન અને ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પણ પરોક્ષ જ્ઞાન કહ્યું છે. એટલે અહીં આત્મા નિત્ય પ્રત્યક્ષ કહ્યું છે, તે ઊંડો વિચાર માંગી લે છે.
પ્રત્યક્ષ એ કોનું વિશેષણ છે? “આત્મા નિત્ય પ્રત્યક્ષ' એ વાકયમાં આત્મા સ્વયં પ્રત્યક્ષનો આધાર છે. અર્થાત્ આત્મા પ્રત્યક્ષ બધું જાણી શકે, તેવો કેવળજ્ઞાનનો સ્વામી છે. આમ પ્રત્યક્ષને આત્માનું વિશેષણ માનીને જો અર્થ કરવામાં આવે, તો અર્થ ઘટિત થાય છે. વરના આત્મા પ્રત્યક્ષ છે, તેમ કહેવામાં સામાન્ય વ્યવહાર યુકિત છે અને પ્રત્યક્ષ દેખાય છે કે સંયોગથી આત્મા ઉત્પન્ન થતો નથી. થોડો પણ વિચાર કરીએ, તો પ્રત્યક્ષ સમજાય તેવું છે કે આત્મ નિત્ય છે, શાશ્વત છે. સામાન્ય વ્યવહારની દ્રષ્ટિએ અર્થ ઘટિત કરવાથી પ્રત્યક્ષ શબ્દ ન્યાયોચિત છે. તાત્ત્વિક દ્રષ્ટિએ અર્થ કરવાથી પ્રત્યક્ષ એ આત્માનું વિશેષણ હોવાથી શુદ્ધ ન્યાયોચિત કથન છે.
હવે આપણે પ્રત્યક્ષ શબ્દ ઉપર થોડો વિચાર કરીએ. પ્રત્યક્ષ એટલે શું ? પ્રતિ+અક્ષક પ્રત્યક્ષ. અક્ષ શબ્દના બે અર્થ થાય છે. (૧) અક્ષ એટલે આંખ. અહીં આંખ શબ્દ કેવળ નેત્રવાચક નથી પરંતુ પાંચે ઈન્દ્રિયનો વાચક છે. (૨) અક્ષ એટલે જે ક્ષયગામી નથી, તે અક્ષ છે અર્થાત્ આત્મા અક્ષ છે. આ રીતે અક્ષના બે અર્થની અપેક્ષાએ પ્રત્યક્ષની વ્યાખ્યા બે પ્રકારે થાય છે. જે જ્ઞાન સાક્ષાત્ પાંચ ઈન્દ્રિય અને મનથી થાય છે, તે પ્રત્યક્ષ જ્ઞાન છે. આમ પ્રત્યક્ષ શબ્દ પાંચ ઈન્દ્રિયોના ગુણધર્મને ઉજાગર કરે છે પરંતુ પાંચે ઈન્દ્રિયનું સામર્થ્ય પરિપૂર્ણ નથી, તેથી શાસ્ત્રકાર સાક્ષાત્ આત્માથી થતાં જ્ઞાનને પ્રત્યક્ષજ્ઞાન કહે છે. વાસ્તવિક રીતે આત્મસ્પર્શી જ્ઞાનને જ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. આટલું વિવરણ કરવાથી બંને ભાવ દૃષ્ટિગોચર થાય છે. જે પ્રત્યક્ષ જ્ઞાનનો ભંડાર છે, જે પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવ કરે છે, તે આત્મા છે, તેથી આપણા સિદ્ધિકાર
SSSSSSSSSSS
\\\\\\\\\\\\\\\\\\(૧૭૨)\\\\\\\\\\\\\\\\\\\\\\\
GSSSSSSSSSSSSSSSS